15 જાન્યુઆરીના રોજ પર્યાવરણ એક્ટીવીસ્ટ ગ્રેટા થનબર્ગને જર્મનીમાં કોલસાની ખાણનું વિસ્તરણ કરવાનાં અભિયાનનો વિરોધ કરવા પર પોલીસે બળપ્રયોગ વાપરી પ્રદર્શનસ્થળ પરથી દૂર કર્યા હતા. જે ગામને કોલસાની ખાણ ઉત્ખનન માટે હટાવવું જરૂરી હતું, ગ્રેટા કોલસાની તે ખાણના વિસ્તરણનો વિરોધ કરી રહી હતી. અહેવાલો અનુસાર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે વિરોધ પ્રદર્શન સ્થળ પર અથડામણ પણ થઈ હતી, અને ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ પર કથિત રીતે હુમલો પણ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર જર્મનીમાં કોલસાની ખાણનું વિસ્તરણ કાર્યનો વિરોધ કરતા લુઇસા ન્યુબાઉર સાથે સ્થાનિક પર્યાવરણ એક્ટીવીસ્ટો અને ગ્રેટા થનબર્ગ સહિતના દેખાવકારોને જર્મન પોલીસ દ્વારા વિરોધ સ્થળ પરથી કથિત રીતે ધકેલી દેવામાં આવ્યાં હતા. રાજકીય કાર્યકર્તા ટિમન ડિઝિયનસ દ્વારા શેર કરવામાં આવેલા એક ટ્વીટમાં ગ્રેટા અને અન્ય લોકોને પોલીસે કથિત રીતે ધક્કા મારીને સ્થળ પરથી હટાવ્યા હતા. ટિમને લખ્યું હતું કે, “#Lützertah આજે થયેલી પોલીસ હિંસા અવિશ્વસનીય હતી. અહીં ગ્રેટા થનબર્ગ, લુઇસમ ન્યુબાઉર અને અન્યોને પોલીસ દ્વારા ધક્કા મારીને કાઢી મુકવામાં આવ્યાં છે. તેઓ ત્યાં શાંતિથી ઉભા હતા. આચેન પોલીસ આ બધું શું છે?!”
અન્ય કેટલાક અહેવાલ મુજબ પોલીસે ગ્રેટાને આ વિસ્તાર અને સ્થળ છોડી દેવા કહ્યું હતું, પરંતુ તેણે પોલીસની સૂચનાઓનું પાલન કર્યું ન હતું, ત્યારબાદ પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને તેને ત્યાંથી લઈ જવામાં આવી હતી. આ અથડામણ દરમિયાન લગભગ 9 પ્રદર્શનકરીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને 70 થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
JUST IN – Police remove Greta Thunberg from the anti-coal protest in Luetzerath, Germany.
— Disclose.tv (@disclosetv) January 15, 2023
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલા અન્ય કેટલાક વિડીયોમાં જણાઈ આવે છે કે કેવી રીતે પ્રદર્શનકારીઓએ ઘટના સ્થળે પત્રકારો પર હુમલો કર્યો હતો. પત્રકાર અને લેખક ઓલિવર મકસાને શેર કરેલા એક વીડિયોમાં એન્ટિફા ધ્વજ સાથે પ્રદર્શનકારીઓ સ્થળ પર ડચ પત્રકારો પર હુમલો કરતા જોવા મળ્યા હતા. સ્વિસ-જર્મન અખબાર ન્યુ ઝુરચેર ઝેઇટુંગ (એનઝેડઝેડ)ના એક અહેવાલ અનુસાર, પ્રદર્શનકારીઓએ પત્રકાર પર હુમલો કરતા પહેલા તેમને નાઝીઓ કહ્યા હતા અને તેમના પર વિરોધ પ્રદર્શનને ખરાબ ખરાબ ચીતરવાનો આરોપ લગાવ્યો હતો.
Demonstranten mit Antifa-Fahne attackieren niederländische Journalisten bei Demo gegen die Räumung von #Luetzerath @NZZde pic.twitter.com/1i3fA3TUdN
— Oliver Maksan (@OliverMaksan) January 14, 2023
મળતી જાણકારી મુજબ ઘટના સ્થળે વારંવાર ઈમરજન્સી સર્વિસીસને નિશાને રાખીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પોલીસે તેમને વારંવાર ચેતવણી આપવી પડી હતી કે તેઓ ઇમરજન્સી સેવાઓ પર હુમલો ન કરે. તેઓએ ચેતવણી પણ આપી હતી કે જો વિરોધીઓ પાછળ નહીં હટે, તો પોલીસ સ્થળને ખાલી કકરાવવા માટે વોટર કેનન અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરશે. બાદમાં, પોલીસે દેખાવકારોને પાછળ ધકેલવા માટે લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો કારણ કે તેઓ પ્રથમ પોલીસ બેરીકેટ માંથી પસાર થવામાં સફળ રહ્યા હતા.
નોંધવા જેવી બાબત તે છે કે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણના એક દિવસ પહેલા ગ્રેટાએ આરોપ લગાવ્યો કે પોલીસે સ્થળ પર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ બળપ્રયોગ કર્યો હતો. જો કે, જ્યારે પોલીસે જવાબી કાર્યવાહી કરી અને પુરાવા માંગ્યા, ત્યારે તે કોઈ પણ પુરાવાઓ આપવામાં નિષ્ફળ રહી હતી. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે વિરોધીઓએ પોલીસની કાર પર કાદવ ફેંક્યો હતો અને પોલીસ વાહનોને ઉથલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. કેટલાક વિરોધીઓએ ટાયરના વાલ્વને પત્થરોથી ફટકાર્યા હતા અને ટાયર પંચર કરી નાંખ્યા હતા.
જે ખાણનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે તેની માલિકી યુરોપની સૌથી મોટી એનર્જી કંપની RWEની છે. 35 ચોરસ KM ગાર્ઝવેરિલર ખાણ માટે માર્ગ બનાવવા માટે ઘણા ગામોને તોડી પાડવામાં આવી રહ્યા છે, અને લુત્ઝેરાથ સૌથી અંતમાં આવેલું છે.
જર્મની ખાતે કોલસાની ખાણના વિસ્તરણને રોકવા માટે બે વર્ષથી આ સ્થળ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. RWEને ખાણના વિસ્તરણથી રોકવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે RWEની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ, પોલીસ કર્મચારીઓને વિરોધ સ્થળ પર મોકલવામાં આવ્યાં હતા અને પ્રદર્શનકારીઓ દ્વારા મૂકવામાં આવેલા બેરિકેડ્સને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે કહ્યું હતું કે વિરોધ સ્થળને ખાલી કરવામાં હજુ પણ કેટલાક અઠવાડિયાનો સમય લાગી શકે છે.