એક મોટી સફળતામાં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 12 જાન્યુઆરીએ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસ અનુસાર, આરોપીઓ વિવિધ હિંદુ-જમણેરી નેતાઓને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા અને તે માટે તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ ઉપરાંત પોલીસે ત્રણ પિસ્તોલ, 22 કારતૂસ અને બે ગ્રેનેડ પણ કબજે કર્યા છે.
અહેવાલો અનુસાર બે આરોપીઓની ઓળખ જગજીત સિંહ ઉર્ફે જગ્ગા અને નૌશાદ તરીકે થઈ છે. એવું જાણવા મળ્યું છે કે નૌશાદને એલઈટીના એક શંકાસ્પદ હેન્ડલર દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યો હતો, જ્યારે જગજીતનો હેન્ડલર કેનેડા સ્થિત અર્શદીપ સિંહ ઉર્ફ અર્શ દલ્લા હતો, જે જાણીતો આતંકવાદી છે.
સ્પેશિયલ સેલ દ્વારા ગયા અઠવાડિયે ધરપકડ કરાયેલા બે માણસો તેમના કથિત આતંકવાદી હેન્ડલરો માટે હિંદુ-જમણેરી નેતાઓને, ખાસ કરીને પંજાબમાં શિવસેનાના નેતાઓને ઓળખવા અને તેમને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા, એમ દિલ્હી પોલીસે રવિવારે જણાવ્યું હતું.
પોતાને સાબિત કરવા માટે એક હિંદુ વ્યક્તિને મારીને તેના 9 ટુકડા કર્યા
તપાસમાં સામે આવ્યું છે કે માત્ર પોતાના હેન્ડલર સામે પોતાની બર્બરતા સાબિત કરવા માટે આ બંનેએ એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને તેના શરીરના 9 ટુકડા કરી દીધા હતા. આ વાતનો ખુલાસો ખુદ આતંકીઓએ કર્યો છે.
બીજી બાજુ પોલીસે શરીરના થોડા ટુકડાઓ મેળવી મૃતકની ઓળખ કરી લીધી છે. અને શવના ટુકડાઓ શૉધવા માટે પોલીસ ભલસ્વા ડેરી વિસ્તારમાં વધુ તપાસ કરી રહી છે.
રિપબ્લિક ટીવી સાથે વાત કરતા, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એડિશનલ સીપી પ્રમોદ કુશવાહાએ માહિતી આપી, “દિલ્હી સ્પેશિયલ સેલે 12 જાન્યુઆરીએ જહાંગીરપુરીમાંથી બે આતંકવાદીઓ, નૌશાદ અને જગજીતને પકડ્યા અને બે મિલિટરી-ગ્રેડ હેન્ડ ગ્રેનેડ, ત્રણ પિસ્તોલ અને કારતૂસ જપ્ત કર્યા. તેઓએ ડિસેમ્બર 2022માં માત્ર તેમના હેન્ડલર્સને તેમની ક્ષમતાઓ દર્શાવવા માટે એક હિંદુ માણસની હત્યા પણ કરી હતી.”
“નૌશાદ જહાંગીરપુરીનો રહેવાસી છે, જ્યારે જગજીત ઉત્તરાખંડનો રહેવાસી છે. બંને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. નૌશાદને એક હત્યાના કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેમની પાસે એવા સહયોગી અને જૂથો હશે જેમણે છેલ્લા પાંચથી છ મહિના સુધી દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન મદદ કરી હશે. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ,” તેમણે ઉમેર્યું.
કુશવાહાએ ઉમેર્યું, “જ્યારે નૌશાદ હલ્દ્વાનીની જેલમાં હતો, ત્યારે તે જગજીતના સંપર્કમાં આવ્યો હતો અને તે રીતે તેઓએ એક સંગઠન વિકસાવ્યું હતું. જગજીતના બંબીહા ગેંગ તેમજ અર્શદીપ ધલ્લા સાથેના સંબંધો હતા,”