Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'‘હિંદુ આતંકવાદ’ કે ‘ભગવા આતંકવાદ’નું કોઈ અસ્તિત્વ નહીં': RTIનો ગૃહ મંત્રાલયે આપ્યો...

    ‘‘હિંદુ આતંકવાદ’ કે ‘ભગવા આતંકવાદ’નું કોઈ અસ્તિત્વ નહીં’: RTIનો ગૃહ મંત્રાલયે આપ્યો જવાબ, એક્ટિવિસ્ટે કહ્યું- તુષ્ટિકરણના રાજકારણ માટે આવા શબ્દો ઉપજાવી કઢાયા

    RTI મારફતે એક્ટિવિસ્ટ પ્રફુલ શારદાએ ગૃહ મંત્રાલય સમક્ષ દેશમાં સક્રિય આતંકી સંગઠનો વિશે માહિતી માંગી હતી.

    - Advertisement -

    પુણેના એક RTI એક્ટિવિસ્ટ પ્રફુલ શારદાએ ગૃહ મંત્રાલય સમક્ષ RTI મારફતે દેશમાં સક્રિય આતંકવાદી સંગઠનો વિશે માહિતી માંગી હતી. જેનો જવાબ મળ્યા બાદ તેના આધારે તેમણે કહ્યું છે કે દેશમાં ‘હિંદુ આતંકવાદ’નું કોઈ અસ્તિત્વ નથી અને માત્ર રાજકારણ રમવા માટે અને તુષ્ટિકરણની રાજનીતિ કરવા માટે અમુક રાજકારણીઓ દ્વારા ‘હિંદુ આંતકવાદ’ કે ‘ભગવા આતંકવાદ’નો નરેટિવ ઘડી કાઢવામાં આવ્યો હતો. 

    RTI મારફતે એક્ટિવિસ્ટ પ્રફુલ શારદાએ ગૃહ મંત્રાલય સમક્ષ દેશમાં સક્રિય આતંકી સંગઠનો વિશે માહિતી માંગી હતી. તેમણે આ તમામ સંગઠનોનાં નામો અને અન્ય વિગતો પણ માંગી તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે સરકારે શું પગલાં લીધાં તે અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે અરજીમાં ‘હિંદુ આતંકવાદ’ કે ‘ભગવા આતંકવાદ’નું જો કોઈ અસ્તિત્વ હોય તો તેને લઈને પણ માહિતી માંગી હતી. 

    2006ના માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરીને તેમણે તેમાં કે અન્ય કોઈ પણ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં તથાકથિત ‘હિંદુ આતંકવાદ’ની સંડોવણી હોય તો તે અંગે પણ વિગતો માંગી હતી. બીજી તરફ દેશમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ્સમાં ‘ઇસ્લામિક આતંકવાદ’ અને તેને સબંધિત સંગઠનોની ભૂમિકાને લઈને પણ પૂછવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    ગૃહ મંત્રાલય દ્વારા મળેલા જવાબને આધારે RTI એક્ટિવિસ્ટે કહ્યું કે, ગૃહ મંત્રાલયે સ્પષ્ટપણે ‘હિંદુ આતંકવાદ’ કે ‘ભગવા આતંકવાદ’ જેવા કોઈ પણ શબ્દોનું અસ્તિત્વ હોવાનું નકારી દીધું છે. તેમણે એમ પણ કહ્યું કે, અમુક ચોક્કસ સમુદાયના મતો મેળવવા માટે રાજકારણીઓએ આ શબ્દ ઉપજાવી કાઢ્યો હતો. 

    તેમણે ઉમેર્યું, “હું એક ભારતીય તરીકે અને એક હિંદુ તરીકે વ્યથિત છું. માત્ર અમુક સમુદાયના મતો મેળવવા માટે કેટલાક રાજકારણીઓ વારંવાર દેશના કરોડો હિંદુઓને અપમાનિત કરતા રહ્યા છે અને ‘હિંદુ’ કે ‘ભગવા’ આતંકવાદ જેવા ખોટા નરેટિવ ઘડી કાઢ્યા હતા.” તેઓ કહે છે કે, “હિંદુ આતંકવાદનું કોઈ અસ્તિત્વ નથી પરંતુ RTIનો જવાબ સ્પષ્ટપણે સૂચવે છે કે ઇસ્લામિક આતંકવાદ અસ્તિત્વ ધરાવે છે અને અનેક નિર્દોષ લોકોને મારી નાંખીને મોટી સમસ્યા સર્જી છે. 

    દેશમાં 42 સંગઠનો ‘આતંકવાદી સંગઠનો’ ઘોષિત કરાયાં

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે RTIના જવાબમાં જણાવ્યું હતું કે, 42 સંગઠનોને UAPA એક્ટ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યાં છે. સાથે ગૃહ મંત્રાલયે આ તમામનાં નામો સાથે વિગતો પૂરી પાડી હતી. 

    આ સંગઠનોમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, અલ-કાયદા, ઇન્ડિયન મુજાહિદ્દીન, જમાત-ઉલ-મુજાહિદ્દીન, ISIS, ખાલિસ્તાન લિબરેશન ફોર્સ, તમિલનાડુ લિબરેશન આર્મી, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ વગેરે સહિત કુલ 42 સંગઠનોનો સમાવેશ થાય છે. 

    આ સંગઠનોને નિયંત્રણમાં લેવા માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સને વધુ મજબૂત કરવી, સરહદીય સંચાલન, રાઉન્ડ-ધ-ક્લૉક સર્વેલન્સ અને બોર્ડર પેટ્રોલિંગ, ઓબ્સર્વેશન પોસ્ટ, બોર્ડર ફેન્સિંગ, સરહદ પર હાઈટેક સાધનો તહેનાત કરવાં, કોસ્ટલ સિક્યુરિટી વગેરે પગલાં લેવામાં આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં