સોશિયલ મીડિયા નેતાઓ અને અભિનેતાઓ માટે કાળ બનીને આવ્યું છે. કારણ કે નાનામાં નાનો વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે. કોઈ ત્યાં કોઈને પણ દબાવી શકતું નથી. ફક્ત એક જ ક્લિક દ્વારા લાખો લોકો સુધી પહોંચી શકાય છે. આજની વાત કરીએ તો આજે બોલીવુડના ગીતકાર અને લેખક જાવેદ અખ્તરના બે ફોટા વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક ફોટો ડૉ. ઓર્થો તેલની જાહેરાતનો છે, જેમાં જાહેરાત કરનાર જાવેદ અખ્તર સાંધાના દુઃખાવા મટવાની ખાતરી આપે છે. જ્યારે બીજા એક ફોટામાં તેઓ વ્હીલચેર પર બેઠેલા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર જાવેદ અખ્તરનો આ ફોટો વાયરલ થઇ રહ્યો છે અને લોકોમાં ચર્ચા ચાલી રહી છે. નેટિઝન્સ કહી રહ્યા છે કે શું તેઓ ડૉ. ઓર્થો તેલ નથી વાપરતા? કે પછી જે રીતે તેમણે જાહેરાત કરી તે પ્રમાણેનું પરિણામ નથી? તો પછી ફક્ત પૈસા માટે તેઓ લોકોને ગેરમાર્ગે દોરવા જાહેરાતો કરે છે? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદભવી રહ્યા છે.
This old man advertises Dr. Ortho oil, right? He’s himself in a wheel chair & tells us to apply this oil 🤣🤣 pic.twitter.com/FdTA7l8Otp
— MJ (@MJ_007Club) January 10, 2023
અહીં એ પણ નોંધવા જેવી બાબત છે કે આવો આ પહેલો કિસ્સો નથી જ્યારે કોઈ કલાકાર જાહેરાતથી વિપરીત સ્થિતિમાં મૂકાયા હોય અને સોશિયલ મીડિયાની અડફેટે ચડ્યા હોય. બીજા ઘણા કલાકારો પણ આ રીતે ચર્ચામાં રહ્યા છે. જેમાં બૉલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન પણ સામેલ છે. તેઓ ઠંડીના સમયમાં ગરમ વસ્ત્ર ‘Lux inferno’ની જાહરાત કરે છે. પરંતુ તેમણે જ ગરમ શાલ ઓઢેલી હોય અને ફક્ત મોઢું જ દેખાતું હોય તેવો ફોટો શેર કર્યો હતો. જેથી લોકોએ પૂછ્યું હતું કે તેમની ‘Lux inferno’ ક્યાં ગઈ?
कहाँ गयी Luxinferno श्रीमान् @SrBachchan , निकल गयी न हवा अन्ततोगत्वा सॉल ही काम आया 😂🥴🥴#ठंडकाप्रकोप #Twitter #ठंड pic.twitter.com/QyRZbxH0VL
— Ashish Mishra🇮🇳 (@ASHISHG_30) January 7, 2023
બોલીવુડના બની બેઠેલા ‘કિંગ ખાન’ શાહરૂખ ખાનનો પણ એક મેકઅપ વગરનો ફોટો ઘણા સમય પહેલાં વાયરલ થયો હતો. જ્યારે આ જ શાહરૂખ ખાન પુરુષોના સારા દખાવનો દાવો કરતી ફેર એન્ડ હેન્ડસમ ક્રીમની જાહેરાત કરે છે.
Shahrukh Khan without makeup pic.twitter.com/1Ccx9vHaeF
— PolarCountry 🇨🇦🇨🇦🇨🇦❄️☃️ (@PolarCountry) December 17, 2018
આ બાબતે વધુ એક કિસ્સો પણ છે, બોલીવુડની અદાકારા જુહી ચાવલાનો. તે પોતે ‘કેશ કિંગ’ હેર ઓઈલની જાહેરાત કરે છે. જેનો દાવો છે કે તે લગાડવાથી વાળ વધે છે. જ્યારે તેમના પતિના માથામાં વાળ નથી તેવો એક ફોટો વાયરલ થયો હતો. અહીં કોઈના વાળને લઈને મજાકની વાત નથી, પરંતુ જે પ્રોડક્ટની જાહેરાત કરે છે તે બિન અસરકારક હોય છે છતાં કેમ દાવો કરતા હોય છે? તે સવાલ લોકો પૂછી રહ્યા છે.
Juhi Chawla is regularly advertising Kesh King Hair Oil which she claims is good for regrowth of hair. I really wonder Why her husband is Taklu! pic.twitter.com/F6Nu2C2mqp
— TIRANGA SENA (@Tiranga_Sena) June 2, 2021
સોશિયલ મીડિયાના કારણે હવે લોકો વધુ જાગૃત થયા છે. હવે લોકો આવા કથિત સેલીબ્રીટીઓને પણ સામા સવાલો કરી શકે છે.