સોમવારે (9 જાન્યુઆરી) રશિયાના મોસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. વાસ્તવમાં, ગોવા ATCને એક મેલ આવ્યો હતો, જેમાં વિમાનમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. આ પછી તરત જ જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
લેન્ડિંગ બાદ જામનગર એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ચાર્જ સંભાળ્યો હતો. “એરક્રાફ્ટ આઇસોલેશન બેમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે. મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર તમામ 244 મુસાફરોને લગભગ 9.49 કલાકે એરપોર્ટ પર સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.” જામનગર એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું. આ પહેલા NSG કમાન્ડો પણ એરપોર્ટ જવા રવાના થયા હતા.
Gujarat | Outside visuals from Jamnagar Aiport where Moscow-Goa chartered flight was diverted after Goa ATC received a bomb threat.
— ANI (@ANI) January 9, 2023
Aircraft is under isolation bay & further investigation is underway. pic.twitter.com/rjge2VLnxe
જામનગરના કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટને નવ કલાક સુધી ઘેરી લીધું હતું. વિમાન અને મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી હતી અને વિગતોની ચકાસણી કરવામાં આવી હતી.
પોલીસ મહાનિરીક્ષક (રાજકોટ અને જામનગર રેન્જ) અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, “તમામ 236 મુસાફરો અને ક્રૂ સભ્યો (8)ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસ અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે.”
હાલ NSG સહિતની ટીમ મુસાફરો અને ફ્લાઈટની તપાસમાં જોતરાઈ છે. તો જામનગર, રાજકોટ, મોરબી સહિતની બોમ્બ સ્કવોડનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. અંતિમ જાણકારી મુજબ સતત 9 કલાકની તપાસ બાદ સુરક્ષા એજન્સીઓને ફ્લાઇટ કે મુસાફરોના સમાનમાંથી કાંઈ પણ ભયજનક મળ્યું ન હતું. અહેવાલો મળી રહ્યા છે કે સુરક્ષા એજન્સીની મંજૂરી બાદ ફ્લાઇટને સવારે 10 વાગ્યે પોતાના મૂળ ગંતવ્યસ્થાને જવા દેવામાં આવશે.
વિમાનના તમામ યાત્રીઓ સુરક્ષિત
“ભારતીય અધિકારીઓ દ્વારા દૂતાવાસને મોસ્કોથી ગોવા જતી અઝુર એર ફ્લાઇટમાં કથિત બોમ્બની આશંકા અંગે ચેતવણી આપવામાં આવી હતી. એરક્રાફ્ટનું જામનગર ઈન્ડિયન એર ફોર્સ બેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. બોર્ડમાં સવાર દરેક સુરક્ષિત છે. એરક્રાફ્ટના સંપૂર્ણ નિરીક્ષણ દ્વારા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.” રશિયન દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું.
નિવેદનમાં તેઓએ આગળ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ 244 યાત્રીઓને ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષિત રીતે ઉતારી લેવાયા હતા.
ધમકી બાદ ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કડક સુરક્ષા
ગોવા એટીસીને મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. નોંધનીય છે કે તે ચાર્ટર્ડ ફ્લાઈટને ગુજરાતના જામનગર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફ્ટ આઇસોલેશન બેમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.
Goa | Security tightened outside Goa International Airport after Goa ATC received a bomb threat on Moscow-Goa chartered flight.
— ANI (@ANI) January 9, 2023
The chartered flight has been diverted to Jamnagar, Gujarat. The aircraft is under isolation bay & further investigation is underway. pic.twitter.com/KKCbMPiyW9