ઉત્તરપ્રદેશથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાનપુરના અનસ રીઝવાને કોલેજ વચ્ચે પીડિતાને પોક્સોનો કેસ પાછો લેવા ધમકાવી છે. એટલું જ નહીં આરોપીએ પીડીતાનો હાથ પકડી તેને ધર્માંતરણ કરાવીને બેગમ બનાવવાની પણ ધમકી આપી છે, અને જો પીડિતા તેનું કહ્યું નહીં કરે તો આરોપી રીઝવાને પીડિતાનું ‘સર તન સે જુદા’ કરવાની પણ ધમકી આપી છે.
જાગરણના રિપોર્ટ મુજબ કાનપુરના રીઝવાને પોક્સોનો કેસ પાછો લેવા અને પીડિતના ડરાવવા માટે કોલેજમાં ઘૂસીને વિદ્યાર્થીનીનો દુપટ્ટો ફાડી તેના હાથ પકડી જાહેરમાં ધમકાવી હતી. જેને લઈને ગત રવિવારે નૌબસ્તા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે અનસ રીઝવાને તેનું જીવવું હરામ કરી નાંખ્યું છે. કોલેજમાં બધાની સામે હાથ પકડીને ખેંચે છે અને ધમકીઓ આપે છે. પીડિતાના આ નિવેદન બાદ પોલીસે કાશીરામ હોસ્પિટલમાં પીડિતાની મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
રિઝવાનના ત્રાસથી પીડિતાના પરિવારનું પલાયન
અહેવાલોમાં જણાવ્યા અનુસાર પોલીસે આરોપી અનસ રીઝવાનને ઝડપી લેવા તેના જાજમઉ સ્થિત તેના ઘરે અને તેના સગા સબંધીના ઘરે દરોડા પડયા હતા, પરંતુ તે હાથમાં આવ્યો ન હતો. રીઝવાનનો એટલો ત્રાસ અને ડર છે કે પીડિત પરિવારને પોતાનું ઘર વેચી નાંખવું પડ્યું હતું. મોહમ્મદ રીઝવાન અનસ નજીકમાં જ રહેતી 18 વર્ષની બીબીએની વિદ્યાર્થીનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જેને લઈને તેના વિરુદ્ધ પોક્સો અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ દાખલ થયો હતો. રીઝવાનને જામીન મળી જતા તે જેલથી બહાર આવ્યો હતો અને પીડિત પરિવારને એટલો ત્રાસ ગુજાર્યો કે તેમને મકાન વેચી દેવાની નોબત આવી હતી.
ધર્માંતરણ કરી નિકાહ કરવા દબાણ
આટલું જ નહીં, ગત 2 જાન્યુઆરીના રોજ આરોપી મોહમ્મદ રીઝવાન અનસ પીડિતની કોલેજમાં ઘૂસી ગયો હતો અને આખી કોલેજ વચ્ચે પીડીતાનો હાથ પકડીને અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. ત્યાર બાદ તેણે પીડિતાને પોક્સો અંતર્ગતની ફરિયાદ પછી લેવા દબાણ કરતા કહ્યું હતું કે, “તું મારી છે, તને મુસ્લિમ બનાવીને તને મારી બેગમ બનાવવી છે, નહીંતર તેજાબથી નવડાવીને તારી જિંદગી બરબાદ કરી નાંખીશ.”
સર તનસે જુદાની ધમકી પણ આપી
આરોપી મોહમ્મદ રીઝવાન અનસ આટલેથી જ નહોતો અટક્યો, તેણે પીડિતાને કેસ પાછો લેવા માટે દબાણ કરતા કહ્યું હતું કે જો તે તેનું કહેવું નહિ માને તો તે પીડિતાનું “સર તનસે જુદા” કરી નાંખશે, તો બીજી તરફ આ મામલે પીડિતાના નિવેદન બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી તેનું મેડિકલ ચેક-અપ પણ કરાવ્યું હતું. મામલે સ્ટેશન ઇન્ચાર્જ સંજય પાંડેએ જણાવ્યું હતું કે, જો આરોપી ધમકાવતો હોય તો પીડિત પરિવાર સીધી તેમને જાણ કરે, હાલ અલગ અલગ ટીમ બનાવીને આરોપી અને તેના સહયોગીની શોધખોળ ચાલુ છે, વહેલી તકે તેમની ધરપકડ કરવામાં આવશે.