કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આપેલા એક નિવેદન બાદ વર્ષ 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાય તેવી શક્યતાઓ વધુ મજબુત બની રહી છે, આવતા વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)નું સત્ર યોજાશે અને તે દરમિયાન ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાનીનો દાવો કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે ભારતે રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. તેમણે કહ્યું કે ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને હવે સમય આવી ગયો છે કે આપણે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું લઈએ.
અહેવાલો અનુસાર અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારત સરકાર વર્ષ 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાય તેવા આયોજન કરવાના ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રસ્તાવને સમર્થન આપશે. અમદાવાદને યજમાન શહેર બનાવવામાં આવશે કારણ કે અહીં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સુવિધા ઉપલબ્ધ છે. અનુરાગ ઠાકુરે તેમ પણ કહ્યું કે ભારતે 1982માં એશિયન ગેમ્સ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી અને તેથી હવે સમર ઓલિમ્પિકની યજમાની કરવાનો વારો ભારતનો છે.
2036ની યજમાનીનો દાવો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે ભારત G20 પ્રેસિડેન્સી જેવી મોટી ઈવેન્ટ્સનું આયોજન કરી શકે છે ત્યારે મને ખાતરી છે કે ભારત સરકાર પણ ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે. અમે ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ કરી શકીએ છીએ. અમે જાણીએ છીએ કે 2032 સુધી ઓલિમ્પિક ગેમ્સની યજમાની નક્કી કરવામાં આવી છે પરંતુ 2036 માટે અમે દાવો કરીશું. ઠાકુરે કહ્યું કે અમે આમ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
આ ઉપરાંત અનુરાગ ઠાકુરે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અમે સંપૂર્ણ રીતે ઓલિમ્પિકની યજમાની માટે છીએ અને તેને ના કહેવાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ઘણું કામ થઈ રહ્યું છે. હું કહી શકું છું કે અમે ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરી શકીએ છીએ. આપણે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ, તો રમતગમતમાં કેમ નહીં.
ભારત આ ગેમ્સની યજમાની કરશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે જ્યારે ભારત G20 પ્રેસિડેન્સી જેવી મોટી ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી શકે છે ત્યારે મને ખાતરી છે કે ભારત સરકાર પણ ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી શકે છે. અમે ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 2032 માટે નિશ્ચિત છે. પરંતુ 2036 માટે અમે દાવો કરીશું. અમે આમ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. YONEX સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2023 ભારતમાં 17 થી 22 જાન્યુઆરી દરમિયાન દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાશે. તો બીજી તરફ ભારત 15 થી 31 માર્ચ દરમિયાન મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપની યજમાની કરશે. આ સિવાય ભારતમાં 28 માર્ચ થી 2જી એપ્રિલ દરમિયાન એશિયન રેસલિંગ મીટનું પણ આયોજન થવા જઈ રહ્યું છે.