Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટીપુ સુલતાને પોતાના સન્માનમાં શરૂ કરાવી હતી ‘સલામ આરતી’, કર્ણાટકની ભાજપ સરકારે...

    ટીપુ સુલતાને પોતાના સન્માનમાં શરૂ કરાવી હતી ‘સલામ આરતી’, કર્ણાટકની ભાજપ સરકારે બદલ્યું નામ: ‘નમસ્કારા’ નામે ઓળખાશે દાયકાઓ જૂનો રિવાજ

    આ રિવાજ કોલ્લુરના સુબ્રમણ્યામાં પુત્તુર સ્થિત મંદિરોમાં પાળવામાં આવતો હતો. જેને કર્ણાટક ધાર્મિક પરિષદ દ્વારા બદલવાની ઘોષણા કરવામાં આવી છે.

    - Advertisement -

    કર્ણાટકમાં ઇસ્લામિક શાસક ટીપુ સુલતાનના સમયમાં શરૂ કરવામાં આવેલ ‘સલામ આરતી’ રિવાજનું નામ રાજ્યની શાસક ભારતીય જનતા પાર્ટીએ ‘નમસ્કારા’ કરી નાંખ્યું છે. ટીપુ સુલતાને આ પ્રથા શરૂ કરાવી હતી અને તે ઈચ્છતો હતો કે મંદિરના પૂજારીઓ તેના ‘સન્માનમાં’ આરતી કરે. એ તો મૃત્યુ પામ્યો પણ આ પ્રથા ચાલતી રહી. જોકે, હવે આ નામ બદલી નાંખવામાં આવ્યું છે. 

    ટાઈમ્સ નાઉનો અહેવાલ જણાવે છે કે, આ રિવાજ કોલ્લુરના સુબ્રમણ્યામાં પુત્તુર સ્થિત મંદિરોમાં પાળવામાં આવતો હતો. જેને કર્ણાટક ધાર્મિક પરિષદ દ્વારા બદલવાની ઘોષણા કરવામાં આવી છે. આ પરિષદ હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને તેના વ્યવસ્થાપન માટેના વિભાગ હેઠળ આવે છે. 

    પરિષદના એક સભ્યે જણાવ્યું કે, પહેલાં રાજ્ય સરકારના ભલા માટે આ રિવાજ પાળવામાં આવતો હતો, હવે તે લોકોના કલ્યાણ માટે થશે. આ અનુષ્ઠાનને ‘નમસ્કારા’ નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આ આરતીનું નામ બદલવાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી. 

    - Advertisement -

    હિંદુ સંગઠનો અનુસાર, ‘સલામ આરતી’ ગુલામીનું પ્રતીક હતી અને વર્ચસ્વ જાળવી રાખવા માટે તેનું પાલન કરવામાં આવતું હતું. જેના કારણે આ રિવાજ સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી રહી હતી. જોકે, દરમ્યાન ‘બુદ્ધિજીવીઓએ’ એવી પણ દલીલ કરી હતી કે આ પરંપરા યથાવત રાખવી જોઈએ અને તે હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચેની સદભાવના દર્શાવે છે. જોકે, આખરે નિર્ણય હિંદુ સંગઠનોના પક્ષમાં થયો. 

    અહીં એ ઉલ્લેખ પણ જરૂરી છે કે મેલકોટે ચાલુવનારાયણ મંદિર પ્રશાસને કર્ણાટક સરકાર સમક્ષ આ ‘સલામ આરતી’નું નામ ‘સંધ્યા આરતી’ કરવાની માંગ કરી હતી. આ મામલે એક આવેદનપત્ર પણ સોંપવામાં આવ્યું હતું. 

    મુકામ્બિકા મંદિરના પૂજારીના 2018ના એક નિવેદન અનુસાર, ‘સલામ આરતી’ પાછળની કથા એવી છે કે જ્યારે ટીપુ સુલતાન મૈસુર ક્ષેત્ર પર શાસન કરી રહ્યો હતો ત્યારે તે મંદિરો નષ્ટ કરવા માટે આ વિસ્તારમાં આવ્યો હતો. પરંતુ દૈવીય શક્તિઓના કારણે તે પ્રવેશ જ કરી શક્યો ન હતું. ત્યારબાદ તે મંદિરમાં પૂજા કરવા માટે ગયો હતો અને ત્યારથી આ આરતીને ‘સલામ આરતી’ તરીકે ઓળખવામાં આવી. 

    હવે દાયકાઓ બાદ આ આરતીનું નામ રાજ્યની ભાજપ સરકારે બદલી નાંખ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં