Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણMCD પરિણામ: આમ આદમી પાર્ટીની પાતળી સરસાઈથી જીત, મનીષ સિસોદિયાના વિસ્તારમાં ભાજપે...

    MCD પરિણામ: આમ આદમી પાર્ટીની પાતળી સરસાઈથી જીત, મનીષ સિસોદિયાના વિસ્તારમાં ભાજપે ભગવો ફરકાવ્યો

    નોંધનીય છે કે, એક્ઝિટ પોલ્સે આમ આદમી પાર્ટી માટે ભારે જીતની આગાહી કરી હતી અને કહ્યું હતું કે AAP ભાજપના 15 વર્ષ જૂના ગઢને તોડશે. વિવિધ એક્ઝિટ પોલ્સે આગાહી કરી હતી કે AAP 150+ બેઠકો જીતવામાં સફળ રહેશે.

    - Advertisement -

    બુધવારે (7 ડિસેમ્બર), ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે MCD ચૂંટણીમાં ગળાકાપ લડાઈ થઈ રહી હતી કારણ કે બંને પક્ષો દર થોડી મિનિટોમાં વારાફરથી આગળ નીકળતી જોવા મળી હતી. જો કે, હવે એવું લાગે છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ વિજય થયો છે.

    તાજેતરના સત્તાવાર ECI ડેટા મુજબ, AAPએ 134 બેઠકો જીતી છે અને 2 જ્યારે ભાજપે 104 બેઠકો જીતી છે. ઉપરાંત કોંગ્રેસે 9 બેઠકો અને અપક્ષે 3 સીટો જીતી છે.

    નોંધનીય છે કે, એક્ઝિટ પોલ્સે આમ આદમી પાર્ટી માટે ભારે જીતની આગાહી કરી હતી અને કહ્યું હતું કે AAP ભાજપના 15 વર્ષ જૂના ગઢને તોડશે. વિવિધ એક્ઝિટ પોલ્સે આગાહી કરી હતી કે AAP 150+ બેઠકો જીતવામાં સફળ રહેશે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો આપતાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ પૂર્વ દિલ્હી મતવિસ્તારમાં પટપરગંજ હેઠળના ત્રણ વોર્ડ જીત્યા જે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગણાય છે.

    2017ની MCD ચૂંટણીમાં AAP માત્ર 48 બેઠકો જીતીને બીજા ક્રમે રહી હતી જ્યારે ભાજપે 181 બેઠકો જીતી હતી.

    એક્ઝીટ પોલ્સની મોટી જીતની આગાહી ખોટી પડી

    2022ની MCD ચૂંટણી માટેના એક્ઝિટ પોલમાં, વિવિધ મીડિયા ચેનલોએ 150+ બેઠકો પર આમ આદમી પાર્ટીની જીતની આગાહી કરી હતી.

    Aaj Tak દ્વારા હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ AAP 149-171 વોર્ડ જીતી શકે છે.

    ટાઈમ્સ નાઉ દ્વારા હાથ ધરવામાં આવેલા અન્ય એક્ઝિટ પોલ અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીને 146 થી 156 વોર્ડની વચ્ચે ભાજપને માત્ર 84-94 બેઠકો મળી છે.

    4 ડિસેમ્બરના રોજ યોજાયેલ મતદાનમાં, દિલ્હીની MCD ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીને ઉભરતી પ્રતિસ્પર્ધી AAP, ખાતરીપૂર્વકની ભાજપ અને લડાઈમાં આશાવાદી છતાં ક્યાંય પણ ન દેખાતી કોંગ્રેસ, વચ્ચે ત્રિ-કોણીય સ્પર્ધા તરીકે જોવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 250 વોર્ડ છે અને આ ચૂંટણીમાં 1,349 ઉમેદવારો મેદાનમાં હતા. એક્ઝિટ પોલને ખોટા સાબિત કરીને ભાજપે આપને મજબૂત લડત આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં