Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીની જામા મસ્જિદમાં એકલી મહિલાઓના પ્રવેશ પર લગાવાયો હતો પ્રતિબંધ, ઉપ-રાજ્યપાલે હસ્તક્ષેપ...

    દિલ્હીની જામા મસ્જિદમાં એકલી મહિલાઓના પ્રવેશ પર લગાવાયો હતો પ્રતિબંધ, ઉપ-રાજ્યપાલે હસ્તક્ષેપ કર્યા બાદ હટાવી દેવાયો

    થોડા દિવસો પહેલાં જામા મસ્જિદના ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર પર એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે, 'જામા મસ્જિદમાં એકલી મહિલા કે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે'.

    - Advertisement -

    દિલ્હીની જામા મસ્જિદમાં માત્ર મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા બાદ દેશભરમાંથી ટીકા અને ફજેતી થયા બાદ ઇમામે પાબંદી હટાવવા પર સહમતિ દર્શાવી છે. દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારબાદ કહેવામાં આવ્યું કે, જો મહિલાઓ પરિસરનું સન્માન અને પવિત્રતા જાળવી રાખે તો પ્રતિબંધ હટાવી શકાય તેમ છે. 

    મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે જામા મસ્જિદના આ મહિલા વિરોધી વલણને લઈને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારી સાથે વાત કરી હતી અને તેમને જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો આદેશ રદ કરવા માટે આગ્રહ કર્યો હતો. 

    સૈયદ અહેમદ બુખારીના જણાવ્યા અનુસાર, મસ્જિદના કેમ્પસમાં કેટલીક ‘ઘટનાઓ’ જોવા મળ્યા બાદ મહિલાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાત કર્યા બાદ ઈમામ બુખારીએ આદેશ રદ કરવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. આ સાથે તેમણે મહિલાઓને મસ્જિદની પવિત્રતા જાળવવાની અપીલ કરી છે.

    - Advertisement -

    બુખારીએ કહ્યું, “જામા મસ્જિદ એક મજહબી સ્થળ છે અને અહીં લોકોનું સ્વાગત છે, પરંતુ છોકરીઓ એકલી આવીને ડેટ્સ માટે રાહ જોતી હોય છે. આ તે માટેનું સ્થાન નથી. પ્રતિબંધ આ મુદ્દાને લઈને છે.” 

    જામા મસ્જિદ પ્રશાસને આ પ્રતિબંધ લગાવ્યો ત્યારથી તેની ટીકા થઈ રહી છે. બીજેપી નેતાઓએ તેને મહિલાઓ સાથે ‘દુર્વ્યવહાર’ ગણાવ્યો હતો. બીજી તરફ, દિલ્હી મહિલા આયોગનાં વડાં સ્વાતિ માલીવાલે ટીકા કરતાં કહ્યું હતું કે, ‘શું આ ઈરાન છે?’ આ મામલે તેમણે મસ્જિદ પ્રશાસનને નોટિસ પણ પાઠવી હતી. 

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જામા મસ્જિદના ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર પર એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘જામા મસ્જિદમાં એકલી છોકરી કે છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે’. બોર્ડમાં તારીખ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરંતુ બુધવારે મામલો સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો હતો. 

    જોકે, ભારે ટીકા થયા બાદ અને દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ હસ્તક્ષેપ કર્યા બાદ જામા મસ્જીદે આ આદેશ પરત ખેંચી લીધો છે અને કહ્યું છે કે, અગાઉની જેમ જ છોકરીઓ પણ પરિસરમાં જઈ-આવી શકશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં