સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર આ દિવસોમાં સતત ચર્ચામાં છે. જ્યારથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે તેને હસ્તગત કરી છે ત્યારથી તે તેની નીતિઓમાં ફેરફાર કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલા મસ્કે $8માં બ્લુ ટિક આપવાની સ્કીમ શરૂ કરી હતી. પછી ફેક એકાઉન્ટની સમસ્યા બાદ તેને બંધ કરી દેવામાં આવી અને બાદમાં જણાવવામાં આવ્યું કે તે નવી તૈયારીઓ સાથે 29 નવેમ્બર 2022ના રોજ આ સેવાને ફરીથી શરૂ કરશે. જો કે, હવે એવું નોંધાયું છે કે મસ્કે ફરી બ્લુ ટિક વેરિફિકેશન પ્રક્રિયાના લોંચને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. મતલબ કે હાલ પુરતી ટ્વીટરની $8 વાળી બ્લુ-ટીક સ્કીમ સ્થગિત કરવામાં આવ્યાં છે.
ઈલોન મસ્કે મંગળવારે (22 નવેમ્બર 2022) ટ્વીટ કર્યું હતું કે જ્યાં સુધી ફેક એકાઉન્ટ્સની તપાસ ન થાય ત્યાં સુધી ટ્વીટરની $8 વાળી બ્લુ-ટીક સ્કીમ સ્થગિત કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સંભવતઃ વ્યક્તિ અને સંસ્થાને અલગ-અલગ કલરના વેરિફિકેશન ટિક આપવામાં આવશે.
Holding off relaunch of Blue Verified until there is high confidence of stopping impersonation.
— Elon Musk (@elonmusk) November 22, 2022
Will probably use different color check for organizations than individuals.
વાસ્તવમાં બ્લુ ટિક એકાઉન્ટ્સની ચકાસણી માટે ફી ચૂકવવાના મસ્કના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણાએ તેને સમાનતા તરફનું પગલું ગણાવ્યું હતું. તો બીજી તરફ \ આ નિયમ હેઠળ ઘણા નકલી એકાઉન્ટ્સ પણ વેરિફાઇ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેની મજાક ઉડાવી હતી.
મસ્કના આ નિર્ણય બાદ વિશ્વની અગ્રણી ફાર્મસી કંપની Eli Lilly (LLY) ને 1.20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. વાસ્તવમાં કંપનીના નામે નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને માત્ર 8 ડોલર ચૂકવીને તેનું વેરીફીકેશન કરાવવામાં આવ્યું હતું.
આ પછી આ ફેક એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે ‘ઇન્સ્યુલિન હવે ફ્રી છે’. કેટલાક રોકાણકારોએ તેને સાચું માનીને પૈસા ઉપાડવાનું શરૂ કર્યું હતું. તેના કારણે કંપનીના શેર એક દિવસમાં 4.37 ટકા તૂટ્યા હતા અને કંપનીને લગભગ 1.20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ તમામ કારણોસર, મસ્કે બ્લુ ટિક વેરિફિકેશન પ્રક્રિયા બંધ કરી દીધી હતી અને તેને 29 નવેમ્બર 2022ના રોજ ફરીથી શરૂ કરવાનું કહ્યું હતું.
Punting relaunch of Blue Verified to November 29th to make sure that it is rock solid
— Elon Musk (@elonmusk) November 15, 2022
મસ્કે ટ્વીટ કર્યું હતું કે, “બ્લુ વેરિફાઈડને 29મી નવેમ્બર 2022થી ફરીથી લૉન્ચ કરવામાં આવી રહ્યું છે તેની ખાતરી કરવા માટે કે તે એકદમ રોક-સોલીડ છે.”
મસ્કે એમ પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ સેલિબ્રિટી છે કે નહીં, તે યુઝર્સને નક્કી કરવાનું છોડી દેવું જોઈએ . બીજી તરફ, ઈલોન મસ્કે નવી રીતે બ્લુ ટિક આપવા વિશે કહ્યું કે નવા નિયમો અનુસાર, જો તમે તમારું વેરિફાઈડ નામ બદલો છો, તો તમે ટીકમાર્ક ગુમાવી શકો છો. તેને પરત મેળવવા માટે તમારે Twitterની સેવાની શરતોને પૂર્ણ કરવી પડશે.