Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકચ્છમાં કોંગ્રેસ ભૂંસાઈ? પક્ષમાં અવગણના થવાથી રાજેન્દ્રસિંહ જાડેજા છુટા થતા રાજીનામાઓની હારમાળ:...

    કચ્છમાં કોંગ્રેસ ભૂંસાઈ? પક્ષમાં અવગણના થવાથી રાજેન્દ્રસિંહ જાડેજા છુટા થતા રાજીનામાઓની હારમાળ: હારમાળા: શક્તિસિંહ પણ બેઅસર

    દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભુજ વિધાનસભાના પ્રબળ દાવેદારનું રાજીનામું પડ્યા બાદ માજી અને ચાલુ નગરસેવકોના રાજીનામાઓની હારમાળા શરુ થઇ હતી, જેથી કચ્છમાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે વરાયેલા વી. કે. હુંબલ, નવલસિંહ જાડેજા, આદમ ચાકી સહિતના નેતાઓને નીચાજોણું જેવી સ્થિતિ સર્જાઈ હતી.

    - Advertisement -

    ગુજરાત વિધાન સભા ચૂંટણીઓ પહેલા જ કચ્છમાં કોંગ્રેસ પૂરી થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે, ભુજ વિધાનસભાના પ્રબળ દાવેદાર અને કોંગ્રેસના જુના અને સક્રિય નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ જાણે કચ્છ કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો હતો, આ વમળ આટલેથી ન અટકતા ભૂકંપના આફ્ટરશોકની જેમ રાજેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા સહિતના 21થી વધુ સક્રિય સદસ્યોએ રાજીનામાઓ ધરી દેતા સ્થાનિક નેતાઓ માથે રહેલી છત્રછાયા ગુમાવવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

    અહેવાલો અનુસાર ભુજ વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના પ્રબળ દાવેદાર અને ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્ર સિંહે રવિવારે સવારે નારાજગી સાથે રાજીનામું આપતા કચ્છ જિલ્લા કોંગ્રેસમાં અફરાતફરી મચી જવા પામી હતી, જોકે કોંગ્રેસનું મોટું માથું ગણાતા શક્તિસિંહ ગોહિલે ફોન કરીને પાણી પહેલા પાલ બાંધવાની કોશિશ કરી હતી. પરંતુ, પ્રદેશ કક્ષાએથી વિશેષ પ્રતિક્રિયા ન મળતા કચ્છ કોંગ્રેસી નેતાઓની નારાજગી યથાવત રહી હતી અને 21 લોકોએ રાજીનામું યથાવત રાખ્યું હતું, બીજી બાજુ કોંગ્રેસના સક્રિય સદસ્ય પદેથી રાજીનામું આપનારા રાજેન્દ્રસિંહ જાડેજામાં કચ્છમાં કોંગ્રેસ પૂરી થઈ ગઈ હોવાની નિરાશા યથાવત જોવા મળી હતી.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભુજ વિધાનસભાના પ્રબળ દાવેદારનું રાજીનામું પડ્યા બાદ માજી અને ચાલુ નગરસેવકોના રાજીનામાઓની હારમાળા શરુ થઇ હતી, જેથી કચ્છમાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે વરાયેલા વી. કે. હુંબલ, નવલસિંહ જાડેજા, આદમ ચાકી સહિતના નેતાઓને નીચાજોણું જેવી સ્થિતિ સર્જાઈ હતી. વી.કે. હુંબલ સહિતના નેતાઓએ રાજીનામા ધરનારાને કોલ કરીને કારણો જાણવા કોશિષ કરી હતી. જે બાદ તારણો પણ કાઢ્યા હતા. ત્યારબાદ પ્રદેશ કક્ષાએથી રાજીનામું આપનારા રાજેન્દ્રસિંહ જાડેજાને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ કોલ પણ કર્યા હતા. જોકે પ્રદેશ કક્ષાએથી વિશેષ પ્રતિક્રિયા જોવા મળી ન હતી.

    - Advertisement -

    રાજેન્દ્રસિંહ જાડેજાના રાજીનામાં વિસ્ફોટક કારણો

    પોતાનું રાજીનામું ધરવા પાછળ પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કેટલાક ચોક્કસ કારણો દર્શાવ્યા છે, જેમાં અમુક આક્ષેપો વાંચીને ચોંકી જવાય તેમ છે. રાજેન્દ્ર સિંહે આપેલા રાજીનામામાં ઉલ્લેખ મુજબ પોતાની સતત અવગણના થતી હોવા ઉપરાંત તેમણે લખ્યું હતું કે, “પાર્ટીના સંગઠનમાં એવું કયાંય દેખાતું નાથી કે પાર્ટીને આગામી વિધાનસભા જીતવામાં રસ હોય. પાર્ટીમાં સંગઠન જેવુ કંઈ જ નાથી, ગંભીરતા પણ નથી અને શિસ્ત પણ પાર્ટીમાં નાથી. કોઈ આગેવાન વાત કરતા હોય તો ગમે એ લોકો વચ્ચે પોતાની વાત નો શુર પુરાવી શકે અને હાલના સંજોગોમાં થઈ રહ્યુ હોય એવું ચોક્કસથી લાગી રહ્યુ છે.”

    કોણે કોણે આપ્યા રાજીનામા

    એક સમાચાર પત્રના અહેવાલ મુજબ કચ્છ કોંગ્રેસમાંથી રાજીનામાં આપનાર કેટલાક સભ્યોના નામ આ મુજબ છે- કાસમ મામદ સમા વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા, ફકીરમામદ કુંભાર પૂર્વ વિપક્ષી નેતા, મુસ્તાક હિંગોરજા મંત્રી કચ્છ જીલ્લા કોંગ્રેસ, હાસમ સમા મંત્રી કચ્છ જીલ્લા કોંગ્રેસ, આઈસુબેન સમા સદસ્યા ભુજ નગરપાલિકા, ફાલ્ગુનીબેન ગોર સદસ્યા, મરિયમબેન સમા સદસ્યા, મંજુલાબેન ગોર સદસ્યા, રાણબાઈ મહેશ્વરી સદસ્યા, હમીદભાઈ સમા સદસ્ય, રસિકબા જાડેજા ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ, અમીતભાઈ ગોર મહામંત્રી ભુજ શહેર કોંગ્રેસ સમિતિ, અમીષ ગોર મહામંત્રી ભુજ શહેર કોંગ્રેસ, અમીષ મહેતા મહામંત્રી કચ્છ કોંગ્રેસ, હિમતસિંહ જાડેજા પૂર્વ સરપંચ કેશવનગર ગ્રામ પંચાયત, કાજલબેન ઠક્કર પૂર્વ સદસ્ય, પુનીતાબેન મુકેશ ચૌહાણ પૂર્વ સદસ્ય

    દિગ્વિજયસિંહના આગમન સમયે નિષ્ક્રિયતાની નોંધ લેવાઈ હતી

    પ્રાપ્ત વિગતો મુજબ પરિવર્તન સંકલ્પ યાત્રા માટે ભુજમાં દિગ્વિજયસિંહ આવ્યા હતા. પરંતુ, મોરબી પુલ દર્ઘટનાથી દિગ્વિજયસિંહ મોરબી ધસી ગયા હતા. જે સમય ટાઉનહોલમાં બેઠક મળી હતી, જેમાં માત્ર 196 કાર્યકરો હાજર હતા, જેથી રામકૃષ્ણ ઓઝાએ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોની નિષ્ક્રિયતાની ગંભીર નોંધ લીધી હતી. એટલું જ નહીં જવાબદારોને અવળે હાથ લીધા પણ હતા. જોકે, યજુવેન્દ્રસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ સતત સામા પ્રવાહે ચાલી રહ્યા હોય તેવી પ્રતીતિ સતત થઇ રહી છે, જેની પાછળ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓનો અહંકાર કારણભૂત માનવામાં આવી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં