મહારાષ્ટ્રની અંબોલી પોલીસે બોલિવૂડ નિર્માતા કમલ કિશોર મિશ્રાની પત્ની યાસ્મીનને કાર વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરી છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ અને જાણીતો બોલીવુડ પ્રોડ્યુસર ચાર લગ્ન કરવા માટે મુસ્લિમ બન્યો હતો. આ સાથે તેણે તેની બીજી પત્નીની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધનીય કે આ મામલે જ યાસ્મિને લગભગ 9 દિવસ પહેલા 19 ઓક્ટોબર 2022ના રોજ પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ જ્યારે તેને કારથી કચડી નાખવાના પ્રયાસનો વીડિયો વાયરલ થયો ત્યારે અંબોલી પોલીસે કાર્યવાહી કરી અને ગુરુવારે (27 ઓક્ટોબર 2022) રાત્રે પ્રોડ્યુસર મિશ્રા ધરપકડ કરવામાં આવી હતી.
યાસ્મિને દૈનિક ભાસ્કરને જણાવ્યું, “તે મારો પતિ અને જાણીતો બોલીવુડ પ્રોડ્યુસર 4 લગ્ન કરવા માટે મુસ્લિમ બન્યો હતો, તે (કમલ કિશોર મિશ્રા) બાળકોની સામે જ મને ચપ્પલ અને લાતો અને મુક્કાથી માર મારે છે. બેલ્ટથી પણ ફટકારે છે. મારું સિમ કાર્ડ તોડી નાખ્યું અને ઘર ખર્ચ પણ ચૂકવતો નથી. મે 2022 થી હું મારા ત્રણ બાળકો સાથે તેના ઘરથી દોઢ કિલોમીટર દૂર રહું છું.” યાસ્મીનનો આરોપ છે કે તે બાળકોને પણ તેની વિરુદ્ધ ઉશ્કેરે છે.
યાસ્મીન કહે છે કે જ્યારે મિશ્રાએ તેને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ચોથી પત્ની આયેશા પણ તેની સાથે હાજર હતી. પોલીસે મિશ્રા અને આયશા વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
#मुंबई: अंबोली पुलिस ने फिल्म निर्माता कमल किशोर मिश्रा की अभिनेत्री पत्नी की शिकायत के बाद उन्हें गिरफ्तार कर लिया है, जिसमें उन्होंने अपनी कार से पत्नी को कुचलने का प्रयास किया था। अधिकारियों ने यह जानकारी दी। pic.twitter.com/1iWlJJVx1B
— IANS Hindi (@IANSKhabar) October 28, 2022
યાસ્મીનના જણાવ્યા અનુસાર જે દિવસે ઘટના બની તે દિવસે કમલ મિશ્રા પોતાની કારમાં મોડલ આયેશા સુપ્રિયા સાથે રોમાન્સ કરી રહ્યો હતો. જ્યારે યાસ્મિને કારની બારી ખખડાવી અને બહાર આવીને વાત કરવાનું કહ્યું તો તેણે ઝડપથી કાર ફેરવીને ચઢાવી દીધી. યાસ્મિને કહ્યું કે આ કારણે તે જમીન પર પડી ગઈ અને તેના પગ અને માથામાં ગંભીર ઈજા થઈ. તેને ત્રણ ટાંકા પણ આવ્યા હતા.
યાસ્મીનના કહેવા પ્રમાણે, “કમલ કિશોર મિશ્રા મારી પાછળ હતો. આ પછી અમે 20 ફેબ્રુઆરી 2014ના રોજ અંધેરીની કોર્ટમાં લગ્ન કરી લીધા. તે હિંદુ હતો અને હું મુસ્લિમ. મારા પણ ત્રણ બાળકો હતા. લગ્નના ચાર મહિના પછી તેણે ઈસ્લામ અંગીકાર કર્યો. પછી અમે ચાર મૌલાનાઓની સામે લગ્ન કર્યા. તે લગ્ન ખાતર સુન્નત કરવા પણ સંમત થયો હતો.”
યાસ્મીન કહે છે કે જ્યારે તે લખનૌથી મુંબઈ આવી ત્યારે આયેશા નામની એક મોડલે તેને ફોન કર્યો અને કહ્યું કે તે કમલ મિશ્રાની પત્ની છે. આ દરમિયાન યાસ્મીનને એ પણ ખબર પડી કે તેની વધુ બે પત્નીઓ છે જેનું નામ છે વિજય લક્ષ્મી અને નેહા મિશ્રા. યાસ્મીન કહે છે કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે કમલ મિશ્રાએ પોતાને બેચલર ગણાવ્યો હતો.
યાસ્મિને એવો પણ આરોપ લગાવ્યો કે જો કમલ કિશોર મિશ્રાને કોઈ છોકરી પસંદ હોય તો તે તેને આકર્ષવા માટે અબજોપતિ હોવાનો ડોળ કરે છે. ઘણીવાર કહે છે કે યુપીમાં તેનો મોટો ટેલિકોમ બિઝનેસ છે અને પૈસાની લાલચ આપીને તે છોકરીઓને ફસાવે છે. યાસ્મિને કહ્યું કે 6 માર્ચે જ્યારે તેણે આયેશા સાથે લગ્ન કર્યા ત્યારે તેણે તેને ટ્રિપલ તલાક આપીને અને મારપીટ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
યાસ્મિને કહ્યું કે કમલ મિશ્રાની બીજી પત્ની કાનપુરની રહેવાસી છે. મિશ્રાએ પણ તેને 5 વર્ષ સુધી ફસાવી અને પછી તેને છોડી દીધી. યાસ્મીન કહે છે કે મિશ્રાને બે નાની બહેનો છે અને તે બંનેને આ અંગેની તમામ માહિતી છે.
યુપીના ગોંડામાં જન્મેલા કમલ કિશોર મિશ્રા બોલિવૂડનો પ્રોડ્યુસર છે. કમલ મિશ્રા ભૂતિયાપા, ફ્લેટ નંબર 42, શર્માજી કી લગ ગયી જેવી ફિલ્મો માટે જાણીતા છે. આ વર્ષે જ તેની ફિલ્મ દેહાતી ડિસ્કો રિલીઝ થઈ હતી.