ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ગોપાલ ઇટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષા વાપરતો વિડીયો વાયરલ થયા બાદ હવે મહિલા આયોગે પણ મામલામાં ઝંપલાવ્યું છે અને ગોપાલ ઇટાલિયાને હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે.
@NCWIndia has taken cognizance of the matter.The abusive & indecent language used by Sh. Gopal Italia is gender biased, misogynist & condemnable. The Commission has scheduled a hearing in the matter wherein he is required to appear in-person on 13.10.2022 at 12:30PM. @sharmarekha https://t.co/FlbPuul8Ke pic.twitter.com/ExdXEbhUwo
— NCW (@NCWIndia) October 9, 2022
રાષ્ટ્રીય મહિલા આયોગે ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા વાપરવામાં આવેલ ભાષાને વખોડતાં તેમને આગામી 13 ઓક્ટોબરના રોજ 12:30 વાગ્યે હાજર થવા માટે જણાવ્યું છે. તેમજ કહેવામાં આવ્યું છે કે જો ઇટાલિયા આ સમન્સને ધ્યાને ન લઈને હાજરી નહીં આપે તો આયોગ વધુ કડક પગલાં લઇ શકે છે.
ગઈકાલે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જેમાં તેઓ પીએમ મોદી વિશે અશોભનીય ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે અને અનેક વખત વિડીયોમાં પીએમ માટે ‘નીચ માણસ’ અને ‘તે જનતાને ‘C’ બનાવી રહ્યો છે’ જેવી ભાષા વાપરતા જોવા મળે છે.
આ વિડીયો ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલ હેડ અમિત માલવિયએ ટ્વિટ કરીને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેમણે નરેન્દ્ર મોદી સાથે તેમને મત આપનારા ગુજરાતીઓનું પણ અપમાન કર્યું છે.
અમિત માલવિયના આ ટ્વિટ બાદ રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્માએ તેમના ટ્વિટને ક્વોટ કરીને કહ્યું હતું કે, તેઓ આ બાબતનું સંજ્ઞાન લઇ રહ્યાં છે. ત્યારબાદ આજે ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવીને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
Taking cognizance. https://t.co/UqGMTTgko9
— Rekha Sharma (@sharmarekha) October 9, 2022
ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું?
વાયરલ થયેલા વિડીયોમાં ગોપાલ ઇટાલિયા કહેતા સંભળાય છે કે, “નીચ પ્રકારનો માણસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હું આ વાતની પુષ્ટિ નથી કરી રહ્યો, પરંતુ આજે અહીં ચૂંટણી ચાલી રહી છે. મારે તમારી પાસેથી જાણવું છે કે શું ભૂતકાળમાં કોઈ પણ વડાપ્રધાને આવાં નાટક કર્યાં છે મત આપવા જવા માટે?”
તેઓ આગળ કહે છે કે, “આ નીચ પ્રકારનો માણસ અહીં રોડ શૉ કરી રહ્યો છે અને દેખાડી રહ્યો છે કે કેવી રીતે હું લોકોને &$ બનાવી રહ્યો છું. તે સંદેશ આપવા માંગે છે કે હું વાત કરું છું ડિજિટલ ઇન્ડિયાની અને દિલ્હીથી દોડીને મત આપવા આવું છું. જુઓ હું તમને કેવી રીતે &^ બનાવી રહ્યો છું.”