જબલપુરમાં દુર્ગા પૂજાના મંડપમાં દર્શન કરવા આવેલી મા-દીકરી પર કટ્ટરપંથી ઇસ્લામીઓએ જ્વલનશીલ સ્પ્રે માર્યો હોવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવકોના એક ટોળાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, હાલ પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને 10 જેટલા લોકોની ધરપકડ કરી છે. દુર્ગા પૂજામાં આવેલી યુવતી પર એસિડ અટેક થયો હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે.
मध्य प्रदेश के जबलपुर में दुर्गा देवी पंडाल में एक महिला पर एसिड स्प्रे फेंका, 10 लोग गिरफ्तार
— Nigar Parveen (@NigarNawab) October 6, 2022
राक्षस कहीं भी पहुंच सकते हैं
મળતી માહિતી અનુસાર, હાજર હિંદુ યુવાનો અને દુર્ગા સમિતિના સભ્યોએ હુમલાખોરોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ બુલિયન એસોસિએશન સહિતનાં હિંદુવાદી સંગઠનના કાર્યકરો કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વહેલી સવાર સુધી પોલીસ મથકમાં અફરાતફરીનો માહોલ રહ્યો હતો.
मध्य प्रदेश के जबलपुर में दुर्गा देवी पंडाल में एक महिला पर एसिड स्प्रे करने का मामला सामने आया है…#Crime #AcidSpray
— AajTak (@aajtak) October 6, 2022
https://t.co/VL9G4M2SbX
ટીઆઈ કોટવાલી અનિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર, મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 12.30 વાગ્ય એક યુવતી તેની માતા સાથે સફરાના સુનરહાઈમાં સ્થિત દુર્ગા પૂજામાં દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન અંદાજે 10 જેટલા કટ્ટરવાદીઓના એક ટોળાએ તેના પર જ્વલનશીલ સ્પ્રે છાંટ્યો હતો, જેના કારણે યુવતીની ત્વચા બળવા લાગી હતી. ઘટનાબાદ યુવતીએ બૂમો પાડતાં હાજર લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ યુવતીને તાત્કાલિક સારવાર માટે મોકલી આપવામાં આવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે કલમ 354 અને 324 હેઠળ કેસ નોંધ્યો છે. જો મેડિકલ રિપોર્ટમાં એસિડ અટેક અંગે પુષ્ટિ થશે તો કલમો ઉમેરવામાં આવશે.
#jabalpur: #जबलपुर के दुर्गा पूजा पंडाल में आई मां बेटी पर बदमाशों ने ज्वलनशील पदार्थ का स्प्रे कर दिया। पूरे मामले में कुछ संदेही युवकों को गिरफ्तार किया गया है। यह युवक चेन स्नेचिंग की घटना को अंजाम देने वाले बताए जा रहे हैं। pic.twitter.com/wRJduWTY3L
— NBTMadhyapradesh (@NBTMP) October 5, 2022
સીએસપી કોતવાલી પ્રભાત શુક્લાએ ઘટના વિશે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ લોકો સમુદાય વિશેષના છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના બાદ દુર્ગા પૂજા સમિતિના લોકોએ ત્રણ યુવકોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. ઘટનાની માહિતી મળતા સરાફા એસોસિએશનના સભ્યો અને હિંદુવાદી સંગઠનના લોકો મોટી સંખ્યામાં કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હિંદુ સંગઠનો અને હાજર તમામ લોકો પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કરીને આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા હતા. તમામ આરોપીઓની ધરપકડની માંગ સાથે પ્રદર્શન સવાર સુધી ચાલુ રહ્યું હતું.