Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાટડીની હિંદુ યુવતીને ફસાવનાર વિરમગામનો હુસેન યુનુસ 24 દિવસે ઝડપાયો, યાતના અને...

    પાટડીની હિંદુ યુવતીને ફસાવનાર વિરમગામનો હુસેન યુનુસ 24 દિવસે ઝડપાયો, યાતના અને દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર ​​​​​​​વિરમગામનો મુસ્લિમ જેહાદી યુવતીને કડીથી ભગાડી હિંમતનગરથી ઉદયપુર થઈ રાજસ્થાન લઈ ગયો હતો.

    - Advertisement -

    વિરમગામના પાટડીમાં થોડા દિવસ અગાઉ લવ જેહાદની ઘટના સામે આવી હતી, જે બાદ આખા પંથકમાં આ ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા, હિંદુ સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને આ ઘટનાનો વિરોધ કર્યો હતો, આ ઘટનામાં આજે નવો વળાંક આવ્યો છે, ખેડૂત પરીવારની દીકરી સાથે લવ જેહાદ આચરનાર પાટડીનો જેહાદી દિલ્હીથી ઝડપાયો છે. પોલીસે ધરપકડ કાર્ય બાદ યુવતીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

    એક મીડિયા રીપોર્ટ અનુસાર પાટડીના ખેડૂત પરિવારની દીકરીને વિરમગામનો મુસ્લિમ યુવક હુસેન યુનુસ બળજબરીથી ભગાડી જઈ રાજસ્થાન, મુંબઈ, અને બાદમાં ગોવા લઇ ગયો હતો, બાદમાં જેહાદી દિલ્હી પહોંચતા મહેસાણા પોલીસે બાતમી આધારે હોટેલમાંથી હુસેન યુનુસને યુવતી સાથે ઝડપી પડ્યો હતો. યુવકે હોટેલમાં દુષ્કર્મ કરવાની સાથે યુવતીની મરજી વિરુદ્ધ તેના દાગીના પણ વેચ્યા હોવાનો ખુલાસો થયો છે, આ ઉપરાંત યુવતીને તેના પરિવાર સાથે વાત પણ ન કરવા દીધી. અંતે યુવક 24 દિવસે યુવતી સાથે દિલ્હીથી ઝડપાતા કડી પોલીસ મથકે હુસેન યુનુસ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.

    બળજબરીથી શારીરિક શોષણ, ઘરેણાં પણ વેચ્યા

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર ​​​​​​​વિરમગામનો મુસ્લિમ જેહાદી યુવતીને કડીથી ભગાડી હિંમતનગરથી ઉદયપુર થઈ રાજસ્થાન લઈ ગયો હતો. અને ત્યાંથી મુંબઈ અને પછી ગોવા લઇ ગયો હતો. જે દરમિયાન મુંબઇની એક હોટેલમાં મુસ્લિમ યુવકે યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. તે દરમિયાન યુવક પાસે પૈસા પુરા થઇ જતા તેણે યુવતીના પહેરેલા સોનાના દાગીના પણ મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક કઢાવી વેચીને તેના રૂ.120000 પણ લઈ લીધા હતા. યુવક પાસે પૈસા પુરા થઇ જતા યુવતીએ એના પરિવારજનો સાથે વાત કરવા જતાં યુવકે તેણે વાત પણ કરવા દીધી ન હતી.

    મોબાઈલ લોકેશનના આધારે ઝડપાયો

    મહેસાણા પોલીસને જેહાદી યુનુસ દિલ્હીના પહાડગંજ વિસ્તારની પૌવા ઈન્ટરનેશનલ હોટેલમાં રોકાયો હોવાની મોબાઇલ લોકેશનના આધારે મહેસાણા પોલીસને બાતમી મળી હતી. ગત 17 સપ્ટેમ્બરે મહેસાણા પોલીસે દિલ્હીની હોટેલમાંથી મુસ્લિમ યુવકને યુવતી સાથે ઝડપી લીધો હતો. બંનેને કડી પોલીસને સોંપાતા પોલીસે સોમવારે પાટડીની ગુમ યુવતીના નિવેદનના આધારે તેને લલચાવી-ફોસલાવીને ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધો બાંધનારા વિરમગામના પટેલ હુસેન યુનુસભાઈ વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઈ એસ.કે. ભગોરાએ વધુ તપાસ હાથ ધરી છે.

    શું છે આખી ઘટના

    વિરમગામ તાલુકાના પાટડી ખાતે મધ્યમ વર્ગીય યુવતી પોતાના ભાઈ સાથે નજીકમાં આવેલા ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સીસના “મોટા અલી શોરૂમ”માં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, દરમિયાન આજ શોરૂમમાં નોકરી કરતો હુસૈન યુનીસ વોરાનામનો મુસ્લિમ યુવક યુવતીને યેનકેન પ્રકારે ઉઠાવી ગયો હતો. જે પછી યુવતીના પરિવારજનો સહિત હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા પાટડી અને માંડલ ખાતે આવેલ શોરૂમ ખાતે ઉગ્ર રજૂઆત કર્યા બાદ બંને શોરૂમ મંગળવારના રોજ બંધ કરવામાં આવ્યા હતા અને યુનુસ વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં