નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારતમાં સ્વ્છતા બાબતે લોકો જાગૃત થયા છે પરંતુ ઘણા લોકો સ્વછતા જાળવવા માટે શોર્ટકટ વાપરતા હોય છે, આવો જ એક કિસ્સો અમદાવાદની એક શાળામાં બન્યો છે. શાળાની બહારની દીવાલો પાસે કોઈ કચરો ન નાખી જાય તેના માટે દીવાલની બહાર ફરતે ગણપતિની તખતીઑ લગાવી દીધી હતી. અહિયાં ભગવાનની ભક્તિનો હેતુ ના હતો પરંતુ તે તકતીની આડમાં થનારા દુરપયોગનો હતો. તેના વિરુદ્ધમાં બજરંગ દળનું અભિયાન શરૂ થયું છે.
આ વાતની જાણ બજરંગદળના કાર્યકર્તાઓને થતાં તેઓ શાળા સુધી પહોચી સંચાલકોને તખતી હટાવી દેવા માટે વિનંતી કરી હતી, પરંતુ વાત માનવાના બદલે તેઓ એ પોલીસ સ્ટેશનમાં બજરંગદળના કાર્યકર્તાઓ વિરુદ્ધ અરજી કરી હતી. મેમનગરના બજરંગદળના પ્રમુખ સાથે ઑપઈન્ડિયાએ વાત કરતાં હિરેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે “અમે પહેલા શાળા સંચાલકોને મળીને સમજાવ્યા હતા કે શાળાની ફરતે ગણપતિના ફોટાની આજુ બાજુ ગંદગી થાય છે ઉપરાંત લોકો પેશાબ પણ કરી જાય છે જે ગણપતિજીનું અપમાન છે, પરંતુ અમારી લાગણીને માન આપવાના બદલે તેઓએ અમારી વિરુદ્ધ પોલીસ અરજી કરી હતી.”
ઑપઈન્ડિયા ના એક સવાલના જવાબમાં હિરેનભાઇએ વધુમાં જણાવ્યુ હતું કે “અમે લોકોએ આવી રીતે દેવી દેવતાઑના ફોટાઓનો દૂરપયોગ થાય છે તે સ્થળે જઇને અમે લોકો ફોટા હટાવવા માટે વિનંતી કરીએ છીએ, અમે હમણાં સુધી 08 અલગ અલગ જગ્યા પર જઈને 100થી વધુ ફોટાઓ હટાવ્યા છે. કશે પણ કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થયું નથી, પરંતુ શાળા સંચાલકોનું વલણ ‘ચોરી ઉપર સે સીના જોરી’ જેવુ હતું માટે અમે જાતે જ સ્થળ પર જઇને ગણપતિજીની તકતી હટાવીને ટ્રસ્ટીનો જ ફોટો લગાવ્યો હતો.”
બજરંગદળના કાર્યકર્તાઓ શાળા પહોચી જઈને દીવાલ પર જેટલી પણ તખતીઓ હતી તે બધી જ તખતીઓ ઉખાડી મૂકી હતી. તેઓનું કહેવું હતું કે અહિયાં લોકો કચરો નાખે છે ગંદગી કરે છે, પેશાબ પણ કરે છે. આ બધા કારણથી ભગવાનનું અપમાન થઈ રહ્યું હતું. ટ્રસ્ટીને પાઠ ભણાવવા માટે તેઓએ ટ્રસ્ટીના ફોટા જ તે દીવાલ પર ચોટડી દીધા હતા.
એક ન્યૂઝ પેપરને જવાબ આપતા ટ્રસ્ટી એ કહ્યું હતું કે “આ તખતીઓ પાંચ વર્ષથી લાગેલી છે, અમે તેની સાફ સફાઈ પણ રાખીએ છીએ.” જો કે બજરંગદળ પ્રમુખ હિરેનભાઈનું કહેવું છે કે “ભગવાનની પુજા કરવી હોય તો શાળા અંદર કરાવે, આમ ગંદગીમાં શું કામ? આ ફોટાઓનો દૂરપયોગ જ હતો, જે અમારાથી સહનના થતાં અમે ફોટા હટાવ્યા છે. શાળા સંચાલકો સફાઈ રાખવા માટે અથવા લોકો ગંદગી ના કરે તેના માટે બીજી વ્યવસ્થા કરી શકે આમ ભગવાનના ફોટાઓનો ઉપયોગ ના જ કરે.”
બજરંગદળે ફોટા હટાવો અભિયાન હેઠળ હમણાં સુધી 08 જ્ગ્યા પર જઈને 100થી વધુ ભગવાનના ફોટાઓ હટાવ્યા છે. બજરંગ દળનું અભિયાન હજુ પણ ચાલુ જ રહેશે આ વાત ઑપઈન્ડિયા સાથે વાત કરતી વખતે હિરેનભાઈ રબારીએ કહી હતી.