સ્વઘોષિત બોલીવુડ ક્રીટીક કેઆરકેને ટ્વીટર પર બફાટ ભારે પડયો છે, આમતો અવારનવાર પોતાના નિવેદનોને લઈને કેઆરકે ટ્રોલ થતો રહે છે, સોસિયલ મીડિયામાં અનેક વાર તેને તેના બફાટના કરણે વિવાદોનો પણ સામનો કરવો પડ્યો છે, પરંતુ આ વખતે સ્વઘોષિત બોલીવુડ ક્રીટીક કેઆરકેને ટ્વીટર પર બફાટ ભારે પડી ગયો, કમાલ રાશીદ ખાનની વિવાદાસ્પદ ટ્વીટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, મલાડ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લીધો હતો.
Maharashtra | Kamal Rashid Khan arrested by Malad Police over his controversial tweet in 2020. He was arrested after he landed at Mumbai Airport. He will be presented before Borivali Court today: Mumbai Police
— ANI (@ANI) August 30, 2022
(Pic – Khan’s Twitter account) pic.twitter.com/7gjG3sZ43G
અગાઉ 2020માં મલાડ પોલીસે કમાલ આર ખાન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ પછી પોલીસ તેને બે વર્ષથી શોધી રહી હતી. ગઈકાલે તેના એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મલાડ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
કેઆરકે વિરુદ્ધ આ કાર્યવાહી શિવસેના યુવા સેનાના સભ્ય રાહુલ કનાલની ફરિયાદ બાદ કરવામાં આવી છે. તેની ફરિયાદમાં તેણે તે ટ્વીટ્સ સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં તે ઋષિ કપૂર અને ઈરફાન ખાન વિશે વાત કરી રહ્યો હતો અને KRKના ટ્વિટરને હટાવવાની માંગ કરી રહ્યો હતો.
આ ધરપકડ બાદ ફરિયાદી રાહુલ ખુશ છે . તેણે કહ્યું કે તે મુંબઈ પોલીસની કાર્યવાહીનું સ્વાગત કરે છે. KRK સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરતો હતો. તેણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. સમાજને આ સ્વીકાર્ય નથી. પોલીસે તેની ધરપકડ કરીને કડક સંદેશો આપ્યો છે.
Mumbai: This is based on an FIR filed by Rahul N. Kanal, Core-Committee Member of the Yuva Sena in 2020 a against a tweet by KRK on late Actors Rishi Kapoor and Irrfan Khan.
— truth. (@thetruthin) August 30, 2022
FIR was registered under the Indian Penal Code of Section 505; 504; 501; 188; 117; 121 and 153A.
(2/4) pic.twitter.com/waQQzben89
મળતી માહિતી મુજબ કેઆરકેને હવે બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
KRKએ શું ટ્વિટ કર્યું હતું?
વર્ષ 2020 માં જ્યારે 30 એપ્રિલે ઋષિ કપૂર અને 29 એપ્રિલના રોજ ઇરફાન ખાનના મૃત્યુએ બોલિવૂડ જગતને હચમચાવી દીધું હતું, તે સમયે કેઆરકેએ ટ્વીટ કર્યું હતું કે, “મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે કોરોના કેટલાક પ્રખ્યાત લોકોનો લીધા વગર નહિ જાય, મેં તેમના નામ એટલા માટે નથી લખ્યા કારણ કે પછી લોકો મને ગાળો આપવા લાગે છે. પરંતુ, મને ખબર હતી કે ઈરફાન અને ઋષિ કપૂર જશે. મને એ પણ ખબર છે કે આગળ કોનો નંબર છે.”