ખેડાની શાળામાં ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે. ગઈકાલે 21 ઓગષ્ટે ખેડા જિલ્લામાં આવેલી નવાગામ પાસેની અડાસણ પ્રાથમિક શાળામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે બાળકોને આપવામાં આવેલ કલર પુરવાના ચિત્રોમાં ખ્રિસ્તી ધર્મની પ્રતિકૃતિ દેખાય છે. આ વાતની જાણ હિન્દુ સંગઠનોને થતા તેઓ દ્વારા વિરોધ કરાયો હતો, અને ખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખેડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પાંચ જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, જેમાંથી એક કોરીયન નાગરિક છે.
ખેડા: ધર્માંતરણનું મોટું રેકેટ ઝડપાયું
— Vibes of India | ગુજરાતી (@VoI_Gujarati) August 22, 2022
ખેડા તાલુકાના અડાસર ગામે ઝડપાયું રેકેટ
લોભ-લાલચ આપીને વિદ્યાર્થીઓનું ધર્માંતરણ
ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે#Conversion #Kheda #Gujarat #VibesofIndia
મળતી માહિતીના આધારે ખેડા જિલ્લા SOG દ્વારા શાળામાં રેડ કરવામાં આવી હતી, અને 6 લોકોને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. અડાસણની શાળામાં કોરિયન લોકો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ધર્મ પરિવર્તન રેકેટમાં પકડાયેલ પાંચ આરોપીઓમાંથી એક દક્ષિણ કોરિયાનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.
દક્ષિણ કોરિયાના વ્યક્તિએ શાળામાં શેડ બનાવી આપ્યો
મળતી માહિતી મુજબ શાળાના મહિલા આચાર્ય જયંતિકાબેન પટેલને પૂછતા તેમને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાથી અન્ય એક વ્યક્તિ દ્વારા સાત વર્ષ પહેલા સ્કૂલના બાળકો માટે એક શેડ બનાવી આપવામાં આવ્યો છે અને શેડ બનાવી આપનાર વ્યક્તિ સ્કૂલની અનેક વખત મુલાકાત લેતો હતો પરંતુ કોરોના કાળ દરમિયાન શેડ બનાવી આપનાર એ નાગરિક પરત તેમના દેશ ચાલ્યો હતો.
ખેડા: ધર્માંતરણનું મોટું રેકેટ ઝડપાયું
— News18Gujarati (@News18Guj) August 22, 2022
ખેડા તાલુકાના અડાસર ગામે ઝડપાયું રેકેટ
લોભ-લાલચ આપીને વિદ્યાર્થીઓનું ધર્માંતરણ
ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે#kheda #crime
મહિનામાં બે દિવસ શેડમાં પ્રવૃત્તિઓ
મળતી માહિતી મુજબ ગઈકાલે પોલીસ ની પૂછપરછ દરમિયાન સાઉથ કોરિયન નાગરિક આ સ્કૂલની મુલાકાત લેતો હતો પરંતુ રવિવારના દિવસે જ તે બાળકોને બોલાવી એ શેડ નીચે બેસાડી અલગ અલગ ધાર્મિક પોસ્ટરો સાથેની પ્રવૃત્તિઓ કરાવતો હતો. શાળામાં આવેલા કેમ્પસના આ શેડની ચાવી ગામના અન્ય એક વ્યક્તિની પાસે આપેલી જ હોય છે.
ખેડાઃ ધર્માંતરણનું મોટું રેકેટ ઝડપાયું
— Umang Patel (@iumangpatel) August 21, 2022
ખેડા તાલુકાના અડાસર ગામે ઝડપાયું રેકેટ
કોરિયન લોકો દ્વારા કરાઈ રહ્યું હતું ધર્માંતરણ
લોભ-લાલચ આપીને વિદ્યાર્થીઓનું ધર્માંતરણ#Kheda #Gujarat pic.twitter.com/97dn2puS9J
ચાવી આપવાનું મુખ્ય કારણ બંધ શાળા દરમિયાન શાળામાં આવતી અન્ય કોઈ ચીજ વસ્તુ મૂકવામાં સહેલાઈ રહે, સાથે સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે મહિનામાં બે દિવસ આ વ્યક્તિઓ શાળાની મુલાકાત લઈ બાળકોને પ્રવૃત્તિઓ કરાવતા હતા તેની જાણ એમને બીજે દિવસે શાળામાં આવીએ ત્યારે થતી હતી.
શાળામાં ત્રાહિત વ્યક્તિના પ્રવેશ સામે અનેક સવાલો
આ સમગ્ર મામલામાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી એ છે કે કોઈ ત્રાહિત વ્યક્તિ શાળામાં પ્રવેશ કરે છે અને આવી પ્રવૃત્તિ કરતો હોય તો તેમને ઉપલા અધિકારીને કેમ જાણ ન કરી અને જો જાણ કરી હોય તો ઉપલા અધિકારીએ કેમ પગલાં ન લીધા. શાળાના આચાર્યએ જે રીત નો જવાબ આપ્યો તે જ રીતનો જવાબ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મીડિયાને આપવામાં આવ્યો હતો.