રાજસ્થાન પોલીસની ગુપ્તચર શાખાએ પાકિસ્તાન માટે કથિત રીતે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી હતી, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.
આરોપીઓની ઓળખ ભીલવાડાના રહેવાસી 27 વર્ષીય નારાયણ લાલ ગાદરી અને જયપુરના 24 વર્ષીય કુલદીપ સિંહ શેખાવત તરીકે થઈ હતી. ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
राजस्थानः स्वतंत्रता दिवस से पहले दो पाकिस्तानी जासूस गिरफ्तार, ऐसे भेज रहे थे सेना के सीक्रेट #Rajasthan #SPY | @kamaljitsandhu
— AajTak (@aajtak) August 14, 2022
https://t.co/KFn2zycQTm
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગદરીએ ભારતીય ટેલિકોમ કંપનીઓના સિમ કાર્ડ આપ્યા હતા જેનો ઉપયોગ તેના પાકિસ્તાની હેન્ડલર્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચલાવવા માટે કરે છે. પાલીમાં દારૂની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો શેખાવત એક પાકિસ્તાની મહિલા હેન્ડલરના સંપર્કમાં હતો.
તે ભારતીય સૈન્યની મહિલા કર્મચારીઓના રૂપમાં અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચલાવતો હતો. ઈન્ટેલિજન્સ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે, શેખાવત સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ આર્મી જવાનો પાસેથી ગુપ્ત માહિતી મેળવવામાં સામેલ હતો. તેમણે કહ્યું કે આ બંને લોકો જાસૂસી કરવા અને તેમના પાકિસ્તાની હેન્ડલર્સની મદદ કરવાના બદલામાં પૈસા મેળવતા હતા.
અશ્લીલ વિડીયો પીરસતા વોટ્સએપ ગૃપથી થઇ ભરતી
પોલીસની પુછપરછ દરમિયાન નારાયણ લાલે જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં ફેસબુક પાર તેને એ લિંક મળી હતી. જે લિંક દ્વારા તે એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો જેમાં રોજ નવી નવી અશ્લીલ સામગ્રીઓ આવતી હતી. તે ગ્રુપમાં પાકિસ્તાન સહીત અનેક દેશોમના 250થી વધુ સભ્યો હતા.
નારાયણ લાલે આગળ જણાવ્યું કે થોડા દિવસ બાદ પોતે એ ગ્રૂપમાંથી નીકળી ગયો હતો. જે બાદ એક પાકિસ્તાની નાગરિકે +92 વાળા પાકિસ્તાનના નંબરથી તેનો સંપર્ક કર્યો હતો. પોતાનું નામ અનિલ જણાવીને તેનણે નારાયણ લાલ સાથે થોડા દિવસ વાતો કરી હતી. થોડા દિવસો બાદ તેણે તેને અણુએ એક પાકિસ્તાન ઇન્ટેલિજેન્સ ઓપરેટીવ સાહિલ સાથે ઓળખાણ કરાવી હતી જે કથિત રીતે દિલ્હીમાં રહેતો હતો અને ભારતનો નંબર જ વાપરતો હતો.
જે બાદ તે લોકોએ નારાયણ લાલને પૈસા આપીને ભારતીય સીમકાર્ડ ખરીદવાથી લઈને સેનાની જાસૂસી કરવા સુધીના અનેક કામ કરાવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ આ બંને જાસુસોની ધરપકડ કરીને હવે આગળની તપાસ શરૂ કરી છે.
Ahead of #IndependenceDay, terror bid by Pakistan foiled. 9 people arrested from Jodhpur, Jaisalmer and Pali in Rajasthan who are allegedly linked to ISI, Pakistani spy agency. pic.twitter.com/cAILils1r3
— Mirror Now (@MirrorNow) August 13, 2022
અહીંયા નોંધવા જેવું છે કે આ પહેલા પણ તાજેતરમાં રાજસ્થાનથી અન્ય ઘણા લોકોની ISI સાથે સંબંધ હોવાના કારણે અને જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ થઇ ચુકી છે. સ્વતંત્રતા દિવસ પહેલા હમણાં સુધી રાજસ્થાનના જોધપુર, જેસલમેર અને પાલીમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ કથિત રીતે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI સાથે જોડાયેલા છે.