અમદાવાદના બાપુનગરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના લીધે અમદાવાદ પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. વિડીયોમાં અમુક માથાભારે ઇસમો હથિયારો લઈને રસ્તા પર ફરતા જોવા મળે છે અને તેઓ પોલીસકર્મીઓને પણ ધક્કો મારીને વાહનમાં બેસાડી દે છે.
વિડીયો ચોક્કસ કયા સમયનો છે એ જાણી શકાયું નથી. તેમાં જોવા મળે છે કે, અમુક પોલીસકર્મીઓ તેમના વાહન પાસે ઊભા છે. પાછળથી એક લાલ ટી-શર્ટ પહેરીને એક વ્યક્તિ આવે છે, જેના હાથમાં હથિયાર છે. તે બળજબરીથી પોલીસને ધક્કો મારીને વાહનમાં બેસાડી દે છે. પોલીસકર્મીઓ બેસી ગયા બાદ જાતે જ વાહનોનો દરવાજો પણ બંધ કરે છે.
Chaos erupted in Ahmedabad's Rakhial & Bapunagar areas as viral videos captured armed goons terrorizing the streets. Footage also revealed the Goons shoving policemen at the scene and forcing them into police vehicles, sparking widespread outrage.@NewIndianXpress @santwana99 pic.twitter.com/Gm9C017FUJ
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) December 19, 2024
અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં લુખ્ખાતત્વો બેફામ તલવારો લહેરાવતા રસ્તા પર રખડતા જોઈ શકાય છે. જોકે, આ બીજા વિડીયોમાં પોલીસ જોવા મળતી નથી.
સોશિયલ મીડિયા પર આ વિડીયો ફરતો થયા બાદ નેટીઝન્સ આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
બીજી તરફ, રિપોર્ટ્સ અનુસાર, પોલીસે રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે એક-એક FIR દાખલ કરી છે. જ્યારે રખિયાલ પોલીસે સમીર મહેબૂબ મિયાં શેખની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અપડેટ: અમદાવાદ પોલીસે એક X પોસ્ટમાં જણાવ્યું કે, વાયરલ વિડીયો મામલે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
તા.૧૮/૧૨/૨૪ ના રાત્રીના સમયે બાપુનગર રખિયાલ વિસ્તારના વાયરલ થયેલા વીડિયો બાબતે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપીની ઓળખ કરીને પકડી પાડવામાં આવ્યા છે તેમજ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 19, 2024