કેરળ સરકારે પોલીસ ડીપાર્ટમેન્ટ ભાડે ચડાવ્યો છે, દેશમાં આ સમયે જ્યારે મોટાભાગના રાજ્યોમાં વહીવટીતંત્ર પર્યાપ્ત પોલીસ દળની અછતનો સામનો કરી રહ્યું છે, ત્યારે દેશના દક્ષિણી રાજ્ય કેરળમાં ધોંસ જમાવવાનો આ નવો કીમિયો ખૂબ વેગ પકડી રહ્યો છે, કેરળ સરકારે પોલીસ ડીપાર્ટમેન્ટ ભાડે ચડાવ્યો છે એટલું જ નહીં, રૂપિયા ખર્ચ કરતા આખે આખું પોલીસ સ્ટેશન પણ ભાડે મળી શકે છે.
TV9 ના અહેવાલ મુજબ લગ્ન, જન્મદિવસ કે અન્ય કોઈ પ્રસંગો માટે પોલીસ ભાડા પર ઉપલબ્ધ છે. કેરળમાં યુનિફોર્મધારી કોન્સ્ટેબલ માટે 700 રૂપિયા ચૂકવવા પડશે અને તે દિવસભર ઉપલબ્ધ રહેશે. એક કોન્સ્ટેબલ માટે રાત્રી દરમિયાન ખાનગી ડ્યુટી માટે રૂ. 1,040 ખર્ચવા પડશે. આટલું જ નહીં, જો તમે સબ-ઇન્સ્પેક્ટર અથવા સીઓ રાખવા માંગો છો, તો તમે તેમને પણ ભાડે લઈ શકો છો.
નાઇટ ડ્યુટી માટે વધુ પૈસા ચૂકવવા પડશે
દૈનિક ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ, એક સબ-ઇન્સ્પેક્ટરને દિવસની ડ્યુટી માટે 1,870 રૂપિયા અને નાઇટ ડ્યૂટી માટે 2,210 રૂપિયા ચૂકવવા પડશે. ઈન્સ્પેક્ટરને તેમની સેવામાં બોલાવવા માટે, દિવસ દરમિયાન 2,560 રૂપિયા અને નાઈટ શિફ્ટ માટે 4,360 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે દિવસ દરમિયાન COને ભાડે રાખવા માટે 3,795 રૂપિયા, અને રાત્રે ફરજ પર ભાડે રાખવા માટે 4,750 રૂપિયા ચૂકવવા પડશે.
अब पुलिस भी किराए पर….#Police #पुलिस @ipskabra @ipsvijrk pic.twitter.com/AdKiNxZiup
— Shekhar Jha (@Iamshekharjha1) August 11, 2022
અહેવાલ મુજબ પોલીસકર્મીઓ ઉપરાંત પોલીસ વિભાગને લગતી અન્ય ઘણી વસ્તુઓ ભાડે આપવાની પણ સુવિધા છે. જો તમે સ્નિફર ડોગનો ભાડે ઉપયોગ કરવા માંગો છો અને તેને હાયર કરવા માંગો છો, તો તમારે તેના માટે 6,950 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય વાયરલેસ સેટ ભાડે મેળવવા માટે 2,315 રૂપિયા ચૂકવવા પડશે. ફિંગર પ્રિન્ટ નિષ્ણાતને તેમના અંગત કામ માટે બોલાવવા માટે 6,070 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. એટલું જ નહીં ફોરેન્સિક લેબના ભાડા માટે 12,130 રૂપિયા ચૂકવવા પડશે. લેબ માટે આ કિંમત માત્ર એક કેસ માટે છે. દરેક કેસ માટે અલગ-અલગ કિંમત ચૂકવવી પડશે.
પોલીસ સ્ટેશન અને લેબ પણ ભાડે મળશે
પોલીસ કર્મચારીઓ ઉપરાંત અધિકારીઓ, સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક લેબ તેમજ પોલીસ સ્ટેશન પણ ભાડા પર ઉપલબ્ધ છે. પોલીસ સ્ટેશન ભાડે આપવા માટે 33,100 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, પોલીસ પ્રશાસનમાં આ પ્રથાની સતત નિંદા થઈ રહી છે અને ઘણા અધિકારીઓ તેને રોકવાની વાત કરી રહ્યા છે. કેરળ પોલીસ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ સની જોસેફ કહે છે કે અમે પોલીસ મહાનિર્દેશક અને ગૃહ વિભાગને તેને બંધ કરવા અરજી કરી છે.
આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે કુન્નૂર જિલ્લાના કેકે અંસારે તેની પુત્રીના લગ્ન માટે 2800 રૂપિયા આપીને 4 કોન્સ્ટેબલને દિવસના ભાડા પર બોલાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેમની દીકરીના લગ્નમાં કોઈ VIP ગેસ્ટ આવ્યા ન હતા. જોકે લોકો શૂટિંગ માટે પોલીસને ભાડે રોકે છે.