દેશભરમાં મોહરમમાં માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાએ રસ્તા પર ઉતરી આવેલા ટોળાઓએ હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેમાં પત્થર મારાથી લઈને હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટનાઓ સામે આવી હતી. દેશભરમાં મોહરમમાં માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં અસામાજિક તત્વોએ કોઈ કસર બાકી છોડી નથી.
કાનપુરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત
અમર ઉજાલાના અહેવાલ મુજબ હિંસાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે કાનપુરથી. કાનપુરમાં મોહરમ પર વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરાજકતાવાદીઓએ મોડી રાત્રે નૌબસ્તા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત યશોદા નગર બાયપાસ પાસે રસ્તાની બાજુએ એક ઝાડ નીચે બનેલા મંદિરમાં તોડફોડ કરી છે. હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી નાખવામાં આવી છે. મૂર્તિ પાસે ઈંટના ટુકડા પણ મળી આવ્યા છે.
कानपुर में मोहर्रम पर माहौल बिगाड़ने की कोशिश, हनुमान जी की मूर्ति खंडित की, ईंट के टुकड़े भी फेंके#Muharram#Kanpur#RuckusOnMuharram https://t.co/20tHhAnTm9
— Vocal TV (@vocal_tv) August 10, 2022
અહેવાલ અનુસાર નૌબસ્તા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત યશોદા નગરમાં હનુમાનજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. આસપાસ ઈંટના ટુકડા મળી આવ્યા છે. ઇંટો ફેંકવામાં આવી હોય તેવું લાગે છે. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તરત જ મૂર્તિને ઠીક કરાવી હતી. નૌબસ્તા પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે પથ્થરની ઈજાના કારણે મૂર્તિ પર લાગેલું બંદન હટી ગયું હતું, તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આસપાસના લોકોની પૂછપરછ કર્યા બાદ અસામાજિક તત્વોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મુઝફ્ફરપુરમાં પથ્થરમારો
બીજી ઘટના છે મુઝફ્ફરપુર જિલ્લાના સાકરા પોલીસ સ્ટેશનના ડોનવાની, દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ તાજિયા જુલૂસ દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. ગભરાટ અને નાસભાગનું વાતાવરણ બની ગયું હતું. માહિતી મળતાં જ સાકરા એસએચઓ કમ ટ્રેઇની ડીએસપી અબુ સૈફી મુર્તુજા, ઈન્સ્પેક્ટર રાકેશ કુમાર, સબ ઈન્સ્પેક્ટર સરોજ કુમાર મોટી સંખ્યામાં ફોર્સ સાથે પહોંચ્યા હતા અને મામલો થાળે પડવાની કોશિશ કરી હતી. અહેવાલ મુજબ આ પથ્થરમારો ત્યાના તાજીયાના રીવાજ મુજબ કરવામાં આવ્યો હતો.
WATCH | बिहार के मुजफ्फरपुर में दो गुटों के बीच जमकर पथराव हुआ @anchorjiya | @aparna_journo | @AdarshJha001https://t.co/smwhXUROiK#Bihar #Muzaffarpur #Muharram pic.twitter.com/9QLh0XzqJD
— ABP News (@ABPNews) August 10, 2022
અહેવાલો મુજબ ડીએસપીએ ઘટના અંગે સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી. પછી ખબર પડી કે આ એક પરંપરા છે, જે સદીઓથી ચાલી આવે છે. કડને નદીના બંને કાંઠે તાજિયાના સરઘસમાં લોકો અડચણો ફેંકે છે. આ ઘટનામાં કોઈ ચોક્કસ જાનહાનિ થઈ ન હતી. ડીએસપીએ જણાવ્યું કે પરંપરા મુજબ તેઓ અડચણો ફેંકી રહ્યા હતા. જે અટકાવી દેવામાં આવ્યો છે. સ્થિતિ શાંતિપૂર્ણ છે. હાલ કોઈ વિવાદ નથી.
ઉજ્જૈનમાં હિંસક ઝડપ લાકડીઓ ઉડી
હિંસાની ત્રીજી ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી. લોક્નીતીના અહેવાલ મુજબ ગઈકાલે રાત્રે મોહરમના જુલૂસમાં બડે સાહેબના સેહરાને લૂંટતી વખતે એક જ સમુદાયના બે જૂથોએ હિંસક મારા મારી કરી હતી. સરઘસમાં સામેલ એક ડઝનથી વધુ યુવાનો ઘાયલ થયા હતા. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને વીડિયો તરત જ વાયરલ થઈ ગયો. વીડિયો વાયરલ થયા બાદ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો.
#BreakingNews
— The Maktab Times (@themaktab) August 9, 2022
Ujjain: Many injured as two groups clash during Muharram procession – https://t.co/SmMTtml2ZD pic.twitter.com/JIIfMbcI8d
પ્રાપ્ત માહિતી અનુસાર, મોહરમનું જુલુસ ગઈકાલે રાત્રે તોપખાના વિસ્તારમાંથી નીકળી રહ્યું હતું, જ્યાં બડે સાહેબના સહેરાને લૂંટવાની સ્પર્ધા હતી, જેમાં સામસામે લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો ચાલ્યા હતા.