ઉત્તર પ્રદેશના બહરાઈચ (Uttar Pradesh Bahraich) બાદ હવે રાજસ્થાનના ભીલવાડામાં (Bhilwara Rajasthan) સાંપ્રદાયિક હિંસાની (Communal Violence) ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિને છરાના ઘા ઝીંકી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા, આ દરમિયાન ‘સમુદાય વિશેષ’ના અમુક લોકોએ હુમલો કરી દીધો. મહત્વનું છે કે પીડિતોમાં ભાજપના એક નેતા અને તેમના ભત્રીજા પણ સામેલ છે. તેમના પર હિંસક ટોળાએ હુમલો કરીને છરી હુલાવી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ભીલવાડા શહેરના ભીમગંજ પોલીસ સ્ટેશનની હદની છે. અહીં કોર્પોરેટર મંજૂદેવીના પતિ દેવેન્દ્ર હાડા પોલીસ સ્ટેશન પાસે જ ચાની કીટલી ચલાવે છે. ગુરુવારે (25 ઑક્ટોબર, 2024) તેઓ પોતાની જ દુકાન સામે કેટલાક યુવકો સાથે મળીને ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન વિશેષ સમુદાયના 30થી 40 લોકોનું ટોળું ત્યાં ધસી ગયું હતું અને ફટાકડા ફોડવા મામલે માથાકૂટ કરવા લાગ્યું હતું.
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે એક અઝરુદ્દીન નામના ઈસમ સાથે ફટાકડા ફોડવાને લઈને બબાલ થયા બાદ ત્રીસથી ચાળીસનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું.
દેવેન્દ્ર હાડાએ કહ્યું હતું કે દિવાળી આવી રહી છે, માટે તેઓ ફટાકડા ફોડી રહ્યા છે. આ સાંભળી ટોળામાં રહેલા એક વ્યક્તિએ છરો કાઢીને તેમના પર હુમલો કરી દીધો. તેણે જરા પણ વિચાર કર્યા વગર હાડાના પેટમાં છરો હુલાવી દીધો. ઘટનાસ્થળ પર હાજર અન્ય હિંદુ લોકોએ જ્યારે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના પર પણ હુમલો કરી દેવામાં આવ્યો. ઘટનામાં દેવેન્દ્ર હાડાના ભત્રીજાને પણ ટાર્ગેટ કરીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલા બાદ ટોળું એટલું છટકું બન્યું કે તેમણે આખી દુકાનમાં તોડફોડ કરી દીધી. આટલેથી સંતોષ ન થતાં નજીકમાં ઉભેલી ત્રણ જેટલી ગાડીઓમાં આગ પણ લગાવી દેવામાં આવી. રહી જતું હતું તો તાત્કાલિક પીડિતો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો. ઘટનાના સમાચાર સ્થાનિક હિંદુઓમાં વાયુવેગે પ્રસરી જતાં તેઓ પણ દોડી આવ્યા અને વિરોધ કરવા લાગ્યા. બંને પક્ષો સામસામે આવી જતાં ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ. આ દરમિયાન પણ સમુદાય વિશેષ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને નજીકની ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી. આ ઘટના બાદ તરત જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
After Bahraich, MusIims attacked a Hindu man with sharp weapons for bursting crackers in Bhilwara. Many vehicles were burnt down and incidents of stone pelting were reported. Devendra Singh was bursting cracker outside his house. Suddenly dozens of Shantidoots came and started… pic.twitter.com/qw8QQWbULP
— Shubham Sharma (@Shubham_fd) October 25, 2024
દેવેન્દ્રને 3-4 વાર છરો હુલાવ્યો
અહીં ગંભીર બાબત તે છે કે દેવેન્દ્ર હાડાને એક વાર નહીં, પરંતુ ત્રણથી ચાર વાર પેટમાં છરો હુલાવવામાં આવ્યો હતો. તેમને બચાવવા વચ્ચે પડેલા લોકોને પણ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકમાં જ આવેલી મહાત્મા ગાંધી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વિશે માહિતી આપતા SP ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “રાત્રે લગભગ સાડા દસ વાગતા પોલીસને ઘટનાની જાણકારી મળી હતી કે MG હોસ્પિટલ પાસે ફટાકડા ફોડવા મામલે બે જૂથ વચ્ચે હિંસા અને ચાકુબાજી થઈ છે. છરી હુલાવવાની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.”
તો આ મામલે ASP પારસ જૈને પણ જણાવ્યું હતું કે, “કોર્પોરેટરના પતિની ચાની દુકાન છે. ત્યાં કેટલાક લોકો સાથે તેમનો ઝઘડો થયો હતો. આરોપીઓએ તેમના પર ચાકુથી હુમલો કરી દીધો હતો. કેટલાક લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પથ્થરમારો કરનારાઓની ઓળખ કરીને તેમને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.
નોંધનીય છે કે રાજસ્થાનના ભીલવાડામાં સાંપ્રદાયિક હિંસાની આખી ઘટના બાદ પોલીસે FIR દાખલ કરી દીધી છે અને આ ઘટના બાદ સ્થિતિ વધુ ન વણસે તે માટે ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અઝરુદ્દીન પણ સામેલ હોવાનું કહેવાય છે. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અન્યોની ઓળખ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, પોલીસે 31 જણાને ડિટેઇન કરીને તેમની પૂછપરછ પણ કરી રહી છે. બીજી તરફ પોલીસે લોકોને કાયદા પર વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી ધરકડ કરયેલા ચારેય યુવકોનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું.