Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમહિસ્ટ્રીશીટર ભીમા દુલાની ધરપકડ, પોરબંદર પોલીસે ફાર્મહાઉસ પર પાડ્યા હતા દરોડા: મોટા...

    હિસ્ટ્રીશીટર ભીમા દુલાની ધરપકડ, પોરબંદર પોલીસે ફાર્મહાઉસ પર પાડ્યા હતા દરોડા: મોટા પ્રમાણમાં મળી આવ્યાં હથિયારો, લાખોની રોકડ રકમ પણ જપ્ત

    જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોરબંદર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ ગુનાની તપાસ કરી રહી હતી, જેમાં બે આરોપીઓ ઝડપાયા હતા.

    - Advertisement -

    પોરબંદર (Porbandar) જિલ્લાના આદિત્યાણા નજીક આવેલા કુખ્યાત ભીમા દુલાના (Bhima Dula) ફાર્મહાઉસ પર જિલ્લા પોલીસે દરોડો પાડી ભીમા દુલા ઓડેદરા સહિત 2ને ઝડપી લીધા હતા. ભીમા દુલા 1975થી રીઢો ગુનેગાર છે. આ વખતે તેના પર એક રબારી સમાજના વ્યક્તિ સાથે બાઈક ઓવરટેકિંગના મામલે થયેલી મારામારી અને ધમકીઓ આપવા મામલે કેસ ચાલી રહ્યો હતો. જે કેસની તપાસ અંતર્ગત પોરબંદર પોલીસે તેના ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા અને ધરપકડ કરી લીધી હતી.

    કેસની વિગતો જોઈએ તો 24 સપ્ટેમ્બરના રોજ દાનાભાઈ પુનાભાઈ ચાવડા નામક રબારી વ્યક્તિ ઢોર ચરાવવા બોરિચા ગામથી બખરલા ગામ તરફ જતા ડામર રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે ભીમા દુલાના સાથીઓએ તેમના પર હુમલો કર્યો, જેના કારણે તેમના હાડકામાં ફ્રેક્ચર થયું હતું. આ ઘટનાને લઈને રબારી સમાજના ફરિયાદી અને ભીમા દુલા વચ્ચે છેલ્લા બે મહિનાથી તકરાર ચાલી રહી હતી.

    રબારી સમાજના વ્યક્તિ પર થયેલા હુમલાના કેસના સંદર્ભમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોરબંદર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ ગુનાની તપાસ કરી રહી હતી, જેમાં બે આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓને ગઈકાલે સાંજે પકડવામાં આવ્યા હતા, અને તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓએ ભીમા દુલાની સૂચનાથી આ ગુનો કર્યો હતો.

    - Advertisement -

    91 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત

    પોરબંદર પોલીસે જણાવ્યું કે દરોડા દરમિયાન ભીમા દુલાના ફાર્મહાઉસમાંથી 91 લાખ રોકડા, દારૂની બોટલો, પિસ્તોલ, રાઈફલ અને રિવોલ્વર માટેના સેંકડો કારતૂસ, ચાર હથિયારો, લાકડીઓ અને ધારદાર હથિયારો મળી આવ્યા હતા. ભીમા દુલાના પુત્ર, પુત્રવધૂ અને દુલાની પત્નીની પણ દારૂની બોટલો અને હથિયારોની રિકવરી અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે તપાસ ચાલુ છે અને જરૂર પડશે તો તેમની સામે પણ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ભીમા દુલા અને બે ડઝન વ્યક્તિઓએ તાજેતરમાં બોરીચા ગામની મુલાકાત લીધી હતી અને આ કેસમાં ફરિયાદીને ધમકી આપી હતી. પોલીસે આ ગુનાની તપાસ કરી, સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ખાનગી બાતમીદારોને પકડ્યા અને કેસ ઉકેલ્યો હતો. ભીમાના ફાર્મહાઉસ પર ગુરુવારે સવારે (17 ઑક્ટોબર) દરોડો પાડવામાં આવ્યો હતો, જેના પરિણામે ભીમા દુલા અને તેના સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, 1975થી અત્યાર સુધીમાં ભીમા દુલા સામે હત્યાના ગુના સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં 48 જેટલા ગુના નોંધાયેલા છે. તેની સામે છેલ્લો ગુનો 2011માં નોંધવામાં આવ્યો હતો. ભીમા દુલા દ્વારા ખંડણીની પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં ઘણા ઔદ્યોગિક એકમો પોરબંદર વિસ્તાર છોડીને અન્યત્ર સ્થળાંતર કરી ચૂક્યા છે. ગઈકાલે વહેલી સવારે પોલીસે જ્યારે ભીમાની ધરપકડ કરી ત્યારે તે જામીન પર બહાર ફરી રહ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં