Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનહાલ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના સમર્થનમાં ઉતરેલા લોકો શક્ય છે કે રિલીઝ...

    હાલ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના સમર્થનમાં ઉતરેલા લોકો શક્ય છે કે રિલીઝ બાદ દિવાલ પર માથું અફાળે: જાણો સિક્રેટ સ્ક્રીનીંગ જોનાર લોકોના પ્રતિભાવ

    'લાલ સિંહ ચઢ્ઢા' સંભવતઃ મુખ્યપ્રવાહની પ્રથમ હિન્દી ફિલ્મ બનવા જઈ રહી છે જે ઇસ્લામિક આતંકવાદ માટે તૈયાર કરવામાં આવતા યુવાનોને દર્શાવવામાં આવતા '72 હૂરોં'ના સપના વિષે તીખી ટિપ્પણી કરતી હોય.

    - Advertisement -

    મુંબઈમાં ચોરી છુપે થઇ રહેલા લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના સ્પેશિયલ શો જોઈને આવેલ લોકોએ પોતાના મંતવ્યો આપ્યા છે. તેમના અનુસાર રિલીઝ પહેલાની અને પછીની આ ફિલ્મની સ્થિતિ તદ્દન જુદી હોઈ શકે છે.

    જાણીતા ફિલ્મ અભિનેતા અને નિર્માતા આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ પર આધારિત છે. પરંતુ, આ ફિલ્મનો હિન્દીમાં અનુવાદ અભિનેતા અને લેખક અતુલ કુલકર્ણી દ્વારા ભારતની ઘટનાઓ અનુસાર કરવામાં આવ્યો છે અને તેમાં બતાવવામાં આવેલી ઘટનાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

    સંભાવના છે કે આ ફિલ્મ જોયા પછી, શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પણ થિયેટરોમાં તાળીઓ વગાડતા જોવા મળી શકે છે. ફિલ્મની વાર્તાથી ખરી સમસ્યા કોંગ્રેસ માટે થવાની છે. આ ફિલ્મમાં 1984ના શીખ રમખાણો પર ઘણું ફોકસ કરવામાં આવ્યું છે અને આ સિવાય પણ ફિલ્મમાં એવી ઘણી ઘટનાઓ જોવા મળશે જેના કારણે કોંગ્રેસ અસ્વસ્થ થઈ શકે છે.

    - Advertisement -

    પ્રધાનમંત્રી મોદીનું આડકતરું મહિમામંડણ

    મુંબઈમાં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ખાસ અને અત્યંત ગુપ્ત સ્પેશિયલ શો શરૂ થઈ ગયા છે. આ શો સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે એક ખાસ વર્ગ દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘બૉયકોટ લાલ સિંહ ચઢ્ઢા’નું અભિયાન ફિલ્મ જોયા પછી નકામું સાબિત થઇ શકે છે.

    તેમના અનુસાર આ ફિલ્મમાં જ્યારે લાલ સિંહ ચઢ્ઢા દેશભરમાં દોડવા નીકળે છે, ત્યારે ફિલ્મમાં જે સૌથી પ્રભાવશાળી દ્રશ્ય બહાર આવે છે તે છે વારાણસીના ઘાટો પર ભાજપના બહુ મોટા અક્ષરોમાં લખેલા ‘અબકી બાર મોદી સરકાર’ ના સૂત્રો. એટલું જ નહીં આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને પણ સારી રીતે બતાવવામાં આવ્યું છે.

    ઇસ્લામિક આતંકવાદ અને 72 હૂરો વિષે તીખો કટાક્ષ

    સ્પેશ્યલ શોમાં ફિલ્મ જોનારાઓના મતે, ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની વાર્તાની પૃષ્ઠભૂમિ 1984ના શીખ રમખાણો પરથી છે. આ સિવાય અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના બદલામાં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટોને વાર્તાનો મહત્વનો ભાગ બનાવવામાં આવ્યો છે. ફિલ્મમાં કોંગ્રેસના શાસન દરમિયાનની ઈમરજન્સી પર પણ જોરદાર ટિપ્પણી કરવામાં આવી છે.

    તેઓ જણાવે છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ સંભવતઃ મુખ્યપ્રવાહની પ્રથમ હિન્દી ફિલ્મ બનવા જઈ રહી છે જે ઇસ્લામિક આતંકવાદ માટે તૈયાર કરવામાં આવતા યુવાનોને દર્શાવવામાં આવતા ’72 હૂરોં’ના સપના વિષે તીખી ટિપ્પણી કરતી હોય. ફિલ્મમાં પણ એક ભૂતપૂર્વ પાકિસ્તાની સૈનિકને એવું કહેતો બતાવવામાં આવ્યો છે કે તે પોતાના વતન પરત જવા માંગે છે અને ત્યાં જઈને લોકોને જણાવવા માંગે છે કે અસલી ભારત શું છે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં