આંધ્રપ્રદેશમાં આવેલા કરોડો હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ મંદિરમાં (Tirupati Temple) આપવામાં આવતા પ્રસાદમાં જાનવરોની ચરબી અને ફિશ ઓઈલ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદથી જ આખા દેશના હિંદુઓમાં રોશની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે (Dy. Cm Pawan Kalyan) પણ આ પ્રસાદ લીધો હોવાથી તેમણે 11 દિવસીય ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરવાનો નિર્ણય લીધો હતો. આટલું જ નહીં, પવન કલ્યાણે કનક દુર્ગા મંદિર ખાતે શુદ્ધિકરણ પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પૂર્વ સરકાર અને સનાતન વિરુદ્ધ કાયમ ઝેર ઓકતા રહેતા અભિનેતા પ્રકાશ રાજને અવળા હાથે લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પવન કલ્યાણે મંગળવારે (24 સપ્ટેમ્બર 2024) કનક દુર્ગા મંદિર (Kanak Durga Temple) ખાતે શુદ્ધિકરણ અનુષ્ઠાન કર્યું હતું. તેમણે જે પ્રાયશ્ચિતનો સંકલ્પ લીધો છે, તેનો આજે ત્રીજો દિવસ છે. આજની પૂજા પૂર્ણ થયા બાદ તેમણે રાજ્યની YSRCP સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તિરુપતિ મંદિરના પ્રસાદમાં અપવિત્ર ભેળસેળ કરવાનો આરોપ લગાવીને કનક દુર્ગા મંદિરના ત્રણ સિંહોની ચોરી કરવાનો આરોપ પણ લગાયો હતો.
Vijayawada: Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, "I am addressing the sanctity of Hinduism and issues like food adulteration. Why should I not speak about these matters? I respect you Prakash Raj, and when it comes to secularism, it must be mutual. I do not understand why… pic.twitter.com/AQC0uOfCRC
— ANI (@ANI) September 24, 2024
ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું, “પ્રાયશ્ચિત દીક્ષાનો આજે ત્રીજો દિવસ છે. બાળપણથી જ હું સનાતન ધર્મમાં માનતો આવ્યો છું. હું ભગવાન રામનો ભક્ત છું અને હિંદુ હોવાનો મને ગર્વ છે. YSRCPના શાસન દરમિયાન કનક દુર્ગા મંદિરમાંથી ત્રણ સિંહોની ચોરી કરવામાં આવી હતી. જ્યારે અમે સવાલો ઉઠાવ્યા, ત્યારે તેઓ મૌન રહ્યા. મને એ નથી ખબર કે YV સુબ્બા રેડ્ડી અને કરુણાકર રેડ્ડીએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે કે નહીં. તમારા કાર્યકાળ દરમિયાન એક બોર્ડ (ટીટીડી)ની સ્થાપના કરવામાં આવી હતી. અમે રિપોર્ટ આવ્યા બાદ જ પ્રશ્નો પૂછીશું. “
આટલું જ નહીં, પવન કલ્યાણે તિરૂપતિ મંદિરમાં લાડુ અને પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ભેળવવાની ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ આનાથી ખૂબ જ દુ:ખી છે અને હવે માને છે કે દેશભરના મંદિરો સાથે સંબંધિત મુદ્દાઓ પર નજર રાખવા માટે રાષ્ટ્રીય સ્તરનું ધાર્મિક સુરક્ષા બોર્ડ હોવું જોઈએ.
અભિનેતા પ્રકાશ રાજે ઉઠાવ્યા હતા સવાલ, આપ્યો સણસણતો જવાબ
તેમની આ પ્રતિક્રિયા પર વામપંથના પ્રખર સમર્થક અભિનેતા પ્રકાશ રાજે (Prakash Raje) પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું, “પ્રિય પવન કલ્યાણ, આ ઘટના તે રાજ્યમાં બની છે, જ્યાં તમે ડેપ્યુટી સીએમ છો, મહેરબાની કરીને તપાસ કરો. ગુનેગારોને ઓળખીને કડક કાર્યવાહી કરો. તમે શા માટે આ મુદ્દાને સનસનાટીભર્યા બનાવી રહ્યા છો અને તેને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? (કેન્દ્રમાં બેઠેલા તમારા મિત્રોની કૃપાથી) દેશમાં પહેલાંથી જ સાંપ્રદાયિક તણાવ ઘણો છે.”
પવન કલ્યાણે પ્રકાશ રાજના આ નિવેદનનો જવાબ આપતા પૂછ્યું હતું કે, શું તેમણે હિંદુ ધર્મ પરના આ હુમલાઓ પર ન બોલવું જોઈએ? કનક દુર્ગા મંદિરમાં શુદ્ધિકરણ વિધિ બાદ પવન કલ્યાણે મીડિયાને સંબોધતા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હું કેમ ન બોલું? મારા ઘર પર હુમલો થાય છે, મારે બોલવું ન જોઈએ? પ્રકાશ રાજ ગારુ, તમારે સબક શીખવો પડશે, હું તમારો આદર કરું છું. પરંતુ આ માત્ર પ્રકાશ રાજની જ વાત નથી, પરંતુ તે બધાની વાત છે, જે સેક્યુલરિઝમના નામે વિચારો વ્યક્ત કરે છે. તમને જણાવી દઉં કે, અમને ખૂબ જ દુ:ખ થયું છે. અમારી લાગણીઓની મજાક ન ઉડાવો. તે તમારા માટે મનોરંજક હોઈ શકે છે, પરંતુ અમારા માટે નથી. આ ખૂબ જ ઊંડી પીડા છે. સનાતન ધર્મની વાત કરતાં પહેલાં સો વાર વિચાર કરજો.”