Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાંઠાના વિસ્તારમાં જેણે બચાવી 67 જિંદગી, કોસ્ટગાર્ડનું એ જ હેલિકોપ્ટર પોરબંદરના દરિયામાં...

    કાંઠાના વિસ્તારમાં જેણે બચાવી 67 જિંદગી, કોસ્ટગાર્ડનું એ જ હેલિકોપ્ટર પોરબંદરના દરિયામાં ક્રેશ: 1 ક્રૂ મેમ્બરનો બચાવ, અન્ય 3 લાપતા

    પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરી રહેલું ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદર પાસે અરબી સમુદ્રમાં ક્રેશ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભારે વરસાદી આફતનો સામનો કરી રહ્યું છે. ત્યારે દરિયા કાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદ અને દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ફાયર બ્રિગેડ, NDRF તેમજ ભારતીય કોસ્ટ ગાર્ડ ખડેપગે રહીને જ્યાં તારાજી સર્જાઈ છે, તેવા વિસ્તારોમાં લોકોના જીવ બચાવવાની કામગીરી કરી રહ્યા છે. આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદર પાસે અરબી સમુદ્રમાં ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર ‘ધ્રુવ’ દરિયામાં એક રેસ્ક્યુ ઓપરેશન માટે ગયું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરી રહેલું ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદર પાસે અરબી સમુદ્રમાં ક્રેશ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતથી કોસ્ટગાર્ડના પાયલોટ સહિત 3 લોકો દરિયામાં ગુમ થઈ ગયા છે, જયારે એક જવાનને બચાવી લેવામાં આવ્યા છે. લાપતા લોકોમાં એક વ્યક્તિ તે પણ છે, જેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પુરની આફતો વચ્ચે કોસ્ટગાર્ડ કામગીરી કરી રહ્યું હતું. ક્રેશ થયેલા કોસ્ટગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે અત્યાર સુધી 67 લોકોના જીવ બચાવ્યા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. આ મામલે કોસ્ટગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, લગભગ 11 વાગ્યે દરિયામાં હેલિકોપ્ટર ધ્રુવનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે.

    - Advertisement -

    સુરક્ષા એજન્સીએ જણાવ્યા અનુસાર, દરિયામાં હરિલીલા નામની બોટમાં ફસાયેલા ખલાસીને બચાવવા માટે આ હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન પોરબંદરથી 45 કિલોમીટર દૂર દરિયામાં ચલાવવામાં આવી રહ્યું હતું. દરમિયાન કોઈ કારણોસર હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થયું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાનું કારણ નથી જાણી શકાયું. એરક્રાફ્ટનો કાટમાળ દરિયામાંથી મળી આવ્યો છે, પરંતુ ત્રણ લોકો દરિયામાં ગાયબ છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ ભારતીય કોસ્ટગાર્ડે ચાર શીપ અને 2 એરક્રાફ્ટ રેસ્ક્યુ ઓપરેશનમાં લગાવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં