અતિભારે વરસાદના કારણે રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન ઠપ થઈ ગયું હતું. સૌથી વધુ અસર વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં થઈ હતી. પૂરના સંકટ બાદ વડોદરાને ફરી ઊભું કરવાના પ્રયાસરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે, 30 ઑગસ્ટની રાત્રે ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યા હતા. મોડી રાતથી વહેલી સવાર સુધી તેઓ વડોદરાના એનક વિસ્તારોમાં ફર્યા હતા. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડાબ્રિજ પર તેમણે મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
બીજી વખત વડોદરા મુલાકાતે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઝોનલ મિટિંગ પણ બોલાવવામાં આવી હતી. દરમિયાન વડોદરા નગરપાલિકાના પદાધિકારીઓ અને શહેરના સિવિલ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમામ કામ પૂર્ણ થયા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આખી રાત તેમણે સફાઇ કામગીરી અને અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. આ સાથે જ તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, વડોદરાની દરેક ગલીની તેમણે મુલાકાત લીધી હતી. દરમિયાન તેમની સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ હતા.
#WATCH गुजरात के गृह मंत्री हर्ष संघवी ने कल रात वडोदरा शहर के विभिन्न इलाकों का दौरा किया और क्षेत्र में बाढ़ के बीच नगरपालिका की विभिन्न टीमों द्वारा की गई सफाई और अन्य कार्यों का निरीक्षण किया।
— ANI_HindiNews (@AHindinews) August 31, 2024
अपने दौरे के दौरान, उन्होंने सफाई कर्मचारियों से बातचीत की और वडोदरा नगर निगम के… pic.twitter.com/f3cTHVT1Cs
આખા શહેરને સાફ કરવાનો લીધો સંકલ્પ
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વીજળી, પાણી અને સફાઇ જેવી કામગીરી પર સતત ધ્યાન રાખવામાં આવ્યું છે. આખી રાત વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક કામ કર્યું છે અને આગળ પણ આ જ રીતે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવશે. તેમણે કહ્યું, “મેં ઝોનવાઇઝ મિટિંગ લીધી છે, તમામ અધિકારીઓ-પદાધિકારીઓને મળ્યો છું. બધી જ વ્યવસ્થા સુચારૂરૂપે થઈ રહી છે. વડોદરાને સૌથી સ્વચ્છ, જેવું ક્યારેય જોયું ન હોય, તે રીતનું બનાવવા માટે ડિટેઇલ પ્લાનિંગ અને ડિટેઇલ બેઠક પણ કરવામાં આવી છે.”
#WATCH | Vadodara: Gujarat Home Minister Harsh Sanghavi says, "Today we inspected the area and also met with the people affected (from the flood)…I am thankful to the corporators and the cleaning staff for the work done by them. I think the corporators have decided how to make… https://t.co/MrnAoDITbr pic.twitter.com/kxgMcrcETb
— ANI (@ANI) August 31, 2024
તેમણે વધુમાં કહ્યું, “શહેરના તમામ રસ્તાઓનું મે નિરીક્ષણ કર્યું છે. રસ્તા પર પડેલો કચરો અને ઝાડને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ બધી જ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. તમામ લોકોને ઉત્સાહ છે અને સફાઇ કર્મચારીઓને વંદન પણ કર્યા છે. હજુ બે દિવસ સુધી આખી ટીમ આ રીતે જ કામ કરશે. અમે વડોદરાને સાફ કરવાનો સંકલ્પ લીધો છે અને તે અમે કરીને બતાવીશું.” આ સાથે તેમણે આવા કપરા સમયમાં રાજકારણ ન રમવાની અપીલ પણ કરી હતી.
તેમણે કામની વિગતો આપતા જણાવ્યું હતું કે, “સવારથી 29 નંગ ડીસી રેટિંગ, 25 જેટિંગ મશીન, 19 સેકશન મશીન, 5 સેટ સુપર સેક્શન મશીન, 3 રિસાઈકલ મશીન, 130 જેસીબી મશીન, 167 હાઈવા ટ્રક ડમ્પર, 214 જેટલા ટ્રેક્ટરના ઉપયોગથી રાત્રે 12 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 19 વોર્ડમાંથી 1800 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. મોટાભાગનો વિસ્તારના રાત સુધીમાં સાફ કરવાનું સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.”