Thursday, September 19, 2024
More
    હોમપેજદેશકોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપી સંજય, પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત 6 વ્યક્તિઓના...

    કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપી સંજય, પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત 6 વ્યક્તિઓના પોલિગ્રાફ ટેસ્ટ શરૂ, તપાસને ગૂંચવતા પ્રશ્નોના જવાબ મેળવશે CBI

    CBIનું કહેવું છે કે મુખ્ય આરોપી સિવાય બાકીના 5 વ્યક્તિઓ ગુનામાં સામેલ હોવાની શક્યતાઓ નથી પરંતુ તપાસનો વિષય એ છે કે તેમણે પુરાવા સાથે કોઇ છેડછાડ કરી છે કે કેમ, કે પછી તેઓ બીજા કોઇ ષડયંત્રમાં સામેલ છે કે કેમ.

    - Advertisement -

    કોલકાતા ટ્રેની ડૉક્ટર રેપ-હત્યા કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી તેમજ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્યોના પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શનિવારે (24 ઑગસ્ટ) CFSL નિષ્ણાતોની એક ટીમ કોલકાતા પહોંચી હતી, જેમણે CBIને સાથે રાખીને કુલ 6 વ્યક્તિઓના ટેસ્ટ શરૂ કર્યા છે. જેમાં મુખ્ય આરોપી સંજય રોય, કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 2 પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડૉક્ટરો, એક હાઉસ સર્જન અને એક ઈન્ટર્નનો સમાવેશ થાય છે. 

    કેસની તપાસ કરતી CBI આ તમામની પૂછપરછ કરી ચૂકી છે. પરંતુ તમામના જવાબમાં વિસંગતતા જોવા મળતાં એજન્સીએ કોર્ટ સમક્ષ તેમના પોલિગ્રાફ ટેસ્ટની માંગ કરી હતી. કોર્ટે ગત ગુરુવારે તે માટે પરવાનગી આપી દીધી હતી. તે પહેલાં મુખ્ય આરોપી સંજીવ રૉયના ટેસ્ટની પણ મંજૂરી આપી દેવામાં આવી હતી. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBIનું કહેવું છે કે મુખ્ય આરોપી સિવાય બાકીના 5 વ્યક્તિઓ ગુનામાં સામેલ હોવાની શક્યતાઓ નથી પરંતુ તપાસનો વિષય એ છે કે તેમણે પુરાવા સાથે કોઇ છેડછાડ કરી છે કે કેમ, કે પછી તેઓ બીજા કોઇ ષડયંત્રમાં સામેલ છે કે કેમ. તેમના પોલિગ્રાફ ટેસ્ટ કર્યા બાદ તેના જવાબોને આ પહેલાં થયેલી પૂછપરછ દરમિયાન મળેલા જવાબો સાથે મૅચ કરવામાં આવશે અને સત્યાપિત કરીને નિષ્કર્ષ સુધી પહોંચવામાં આવશે.

    - Advertisement -

    અહીં નોંધવું જોઈએ કે બે પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડૉક્ટરો ઘટના બની તેના થોડા કલાક પહેલાં સુધી મૃતકા સાથે જ હતા. તેઓ તેના જુનિયર હતા. તમામે સાથે ભોજન કર્યું હતું અને ત્યારબાદ સેમિનાર હોલમાં મોડી રાત સુધી બેસીને ઓલમ્પિક્સ મેચ જોઈ હતી. પછીથી બંને ડૉક્ટરો સેમિનાર હોલની સામે આવેલા એક રૂમમાં આરામ કરવા માટે ગયા હતા અને મૃતક ડૉક્ટર સેમિનાર હોલમાં જ રહી હતી. આ જ હોલમાં તેની સાથે પહેલાં રેપ થયો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. CCTVમાં આરોપી હોલમાં જતો જોવા મળ્યો છે. 

    જ્યારે ઇન્ટર્ન ઘટનાના થોડા સમય પહેલાં જ ત્રીજા માળે (જ્યાં સેમિનાર હોલ છે) પોતાના રૂમમાં જતો જોવા મળ્યો હતો. એક હાઉસ સર્જન પણ આ સમય દરમિયાન CCTVમાં કેદ થયો છે. જોકે, મુખ્ય આરોપી સંજય સિવાય સેમિનાર હોલમાં પ્રવેશતું કોઇ જોવા મળ્યું નથી. જેથી અન્યોને સંડોવણીની શક્યતા ઓછી છે, પણ તેઓ બીજી કોઇ રીતે સામેલ છે કે કેમ તે તપાસવામાં આવી રહ્યું છે. 

    જાણવા મળ્યા અનુસાર, બેમાંથી એક ટ્રેની ડૉક્ટરે જ બીજા દિવસે સેમિનાર હોલમાં પીડિતાની લાશ પડેલી જોઈ હતી, ત્યારબાદ તેમણે ઉપરીઓને જાણ કરી હતી. પછીથી પોલીસને જાણ કરવામાં આવી. જોકે, સુપ્રીમ કોર્ટમાં કોલકાતા પોલીસ પર પણ સવાલ ઉઠ્યા હતા કે સવારની ઘટના બની હોવા છતાં રાત્રે શા માટે અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો અને FIR છેક રાત્રે 11 વાગ્યે શા માટે થઈ. નોંધનીય છે કે કોલકાતા પોલીસ પણ આ તમામની પૂછપરછ કરી ચૂકી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં