Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'તમે એકલા નથી, સરકાર તમારી સાથે': PM મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પીડિતોની લીધી...

    ‘તમે એકલા નથી, સરકાર તમારી સાથે’: PM મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પીડિતોની લીધી મુલાકાત, તબાહ થઈ ગયેલા વિસ્તારોનું પણ કર્યું નિરીક્ષણ

    નિરીક્ષણ બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, "જ્યારથી મને આ ઘટના વિશેની જાણ થઈ છે, ત્યારથી હું ભૂસ્ખલન વિશેની માહિતી મેળવતો રહ્યો છું. કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ આ આપદામાં તરત જ કામે લાગી ગઈ હતી. આ આફત સામાન્ય નથી, હજારો પરિવારોના સપનાઓ તૂટી પડ્યા છે."

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડ જિલ્લાની મુલાકાત લીધી છે. વાયનાડના ભૂસ્ખલનથી તબાહ થઈ ગયેલા અનેક વિસ્તારોનું તેમણે નિરીક્ષણ પણ કર્યું છે. આ ઉપરાંત તેમણે હોસ્પિટલમાં જઈને પીડિત વ્યક્તિઓની પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ચૂરલમાલા પહોંચીને તેમણે રાહત શિબિરની મુલાકાત પણ લીધી હતી, ત્યાં ભૂસ્ખલનથી પ્રભાવિત થયેલા અનેક લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. અહીં વડાપ્રધાન મોદીએ રેસ્ક્યુ કરવામાં આવેલા પીડિતો સાથે વાતચીત કરી હતી અને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટેની બાહેંધરી પણ આપી હતી.

    શનિવારે (10 ઑગસ્ટ, 2024) PM મોદીએ વાયનાડના ભૂસ્ખલન પીડિત લોકોની મુલાકાત લીધી હતી. તેઓ કન્નુર એરપોર્ટ પરથી હેલિકોપ્ટર દ્વારા પહાડી જિલ્લામાં પહોંચ્યા હતા. તેમણે નુકસાનની સમીક્ષા કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ 2.30 કલાકે તેમણે મેપ્પાડીમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. અહીં લગભગ 30 મિનિટ સુધી તેમણે પીડિત લોકો સાથે વાતચીત કરી હતી. ઘટનાની ભયાનકતા વર્ણવતી વખતે ઘણા પીડિતો રડી પડ્યા હતા. આ પહેલાં વડાપ્રધાન મોદીએ કલપેટ્ટામાં હેલિકોપ્ટરથી ભૂસ્ખલનથી તબાહ થયેલા વિસ્તારોની સમીક્ષા કરી હતી.

    ત્યારબાદ તેઓ કલપેટ્ટામાં SKMJ હાયર સેકન્ડરી સ્કૂલ પહોંચ્યા હતા અને ત્યાંથી પગપાળા ચૂરલમાલા પહોંચ્યા હતા. જ્યાં આપદા બાદ સેના દ્વારા 190 ફૂટ લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેમણે પુલ પર જઈને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સહિતના અનેક નેતાઓ પણ હાજર હતા.

    - Advertisement -

    ‘મુશ્કેલીના સમયમાં તમે એકલા નથી’- PM મોદી

    નિરીક્ષણ બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, “જ્યારથી મને આ ઘટના વિશેની જાણ થઈ છે, ત્યારથી હું ભૂસ્ખલન વિશેની માહિતી મેળવતો રહ્યો છું. કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ આ આપદામાં તરત જ કામે લાગી ગઈ હતી. આ આફત સામાન્ય નથી, હજારો પરિવારોના સપનાઓ તૂટી પડ્યા છે. મેં ઘટનાસ્થળ પર જઈને સ્થિતિ જોઈ છે. મેં રાહત શિબિરોમાં પીડિતો સાથે મુલાકાત કરી છે અને હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓની પણ મુલાકાત કરી છે.”

    વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, “અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત થયેલા લોકો સાથે છે. રાહત પ્રયાસોમાં સહાયતા માટે તમામ સંભવ મદદ માટેનું આશ્વાસન આપ્યું છે. હું ભૂસ્ખલનથી બચેલા લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે, તેઓ આ મુશ્કેલ સમયમાં એકલા નથી. સરકાર તેમની સાથે છે. અમારી કેન્દ્રીય ટીમોએ પણ સ્થિતિનું આંકલન કર્યું છે. ભારત સરકાર તમામ સમસ્યાઓના સમાધાન માટે રાજ્ય સરકારની સાથે ઊભી છે. “

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં