Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘ભૂપેન્દ્ર હુડ્ડા CM હતા ત્યારે બબીતા-ગીતા સાથે કર્યો હતો ભેદભાવ, આજે રાજ્યસભાની...

    ‘ભૂપેન્દ્ર હુડ્ડા CM હતા ત્યારે બબીતા-ગીતા સાથે કર્યો હતો ભેદભાવ, આજે રાજ્યસભાની કરી રહ્યા છે વાત’: વિનેશ ફોગાટ મામલે કોંગ્રેસના રાજકારણ પર મહાવીર ફોગાટ

    જ્યારે ભૂપેન્દ્ર હુડ્ડાની સરકાર હતી ત્યારે ગીતાએ અનેક રેકોર્ડ બનાવ્યા પરંતુ તેમને રાજ્યસભામાં મોકલવામાં ન આવ્યાં. હવે રાજકારણ કરી રહ્યા છે: મહાવીર

    - Advertisement -

    ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેચમાં પહોંચ્યા બાદ વધુ વજનના કારણે ડિસ્કવોલિફાય થતાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ, વિપક્ષે આમાં પણ રાજકારણ શોધી કાઢ્યું છે. આ જ ક્રમમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, જો તેમની સરકાર હોત અને વિધાનસભામાં પૂરતા સભ્યો હોત તો તેમણે વિનેશને રાજ્યસભામાં મોકલી હોત. તેમની આ વાત પર હવે વિનેશ ફોગાટના કાકા અને ગીતા અને બબીતા ફોગાટના પિતા મહાવીર ફોગાટે કોંગ્રેસ નેતાને આડેહાથ લીધા છે. 

    મહાવીર ફોગાટે કહ્યું કે, “2005 અને 2010માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગીતાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને બબીતાએ સિલ્વર જીત્યો હતો. તે પહેલી મહિલા પહેલવાન હતી, જેણે ભારત તરફથી મેડલ જીત્યો હોય. 2012માં ગીતાએ પહેલી મહિલા ઓલમ્પિક્સમાં ક્વોલિફાય કર્યું હતું. તે સમયે ભૂપેન્દ્ર હુડ્ડાની સરકાર હતી અને બંનેને DSPનું પદ મળવાનું હતું, પણ તેમણે ભેદભાવ કરીને ગીતાને ઇન્સ્પેક્ટર અને બબીતાને સબ ઇન્સ્પેક્ટરનું પદ આપ્યું.”

    તેમણે આગળ કહ્યું કે, “કોર્ટમાં કેસ કર્યા બાદ કોર્ટે આ મામલે સંજ્ઞાન લીધું હતું. જ્યારે ભૂપેન્દ્ર હુડ્ડાની સરકાર હતી ત્યારે ગીતાએ અનેક રેકોર્ડ બનાવ્યા પરંતુ તેમને રાજ્યસભામાં મોકલવામાં ન આવ્યાં.” મહાવીર ફોગાટે એમ પણ કહ્યું કે, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા માત્ર રાજકારણ કરવા માટે આ બધું કહી રહ્યા છે. 

    - Advertisement -

    વિનેશ ફોગાટની વાત કરવામાં આવે તો પેરિસ ઓલમ્પિક્સમાં 50 કિલો મહિલા કુશ્તી કેટેગરીમાં તેઓ સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચ્યાં હતાં અને આમ કરનાર પહેલાં ભારતીય મહિલા પહેલવાન બન્યાં હતાં. પરંતુ બીજા દિવસે ફાઈનલ રમે તે પહેલાં જ વધુ વજનના કારણે તેમને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યાં. તેમનું વજન 100 ગ્રામ વધુ હોવાનું સામે આવ્યું હતું, જે ઓલમ્પિક્સ કમિટીનું કહેવું છે કે તેમના નિયમોથી વિરુદ્ધ છે. ઓલમ્પિક્સમાં અયોગ્ય ઘોષિત થનાર ખેલાડીને અંતિમ સ્થાન પર ખસેડી દેવામાં આવે છે. આ કિસ્સામાં કોઇ મેડલ મળતો નથી. જોકે, વિનેશે મામલો સ્પોર્ટ્સ આર્બિટ્રેશન કોર્ટમાં પડકાર્યો છે, જ્યાં નિર્ણય લંબિત છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં