પાકિસ્તાને ભારત સાથે ‘આમ ડિપ્લોમસી’ (કેરી/Mango) શરૂ કરી છે. જાણવા જેવી વાત એ છે કે આ ‘આમ ડિપ્લોમસી’ ભારત સાથે નથી, પરંતુ ભારતના વિરોધ પક્ષોના નેતાઓ સાથે છે. કોંગ્રેસ સહિત I.N.D.I. ગઠબંધનના 7 ‘ખાસ’ સાંસદોને પાકિસ્તાન દ્વારા મીઠી અને પાકી કેરીઓ મોકલવામાં આવી છે. આ કેરીઓ પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેરીનો ઉપયોગ કૂટનીતિ માટે કરવામાં આવતો હતો, બાંગ્લાદેશના પીએમ રહી ચૂકેલા શેખ હસીના દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરી મોકલતા હતા.
પાકિસ્તાન દ્વારા જે 7 સાંસદોને કેરી મોકલવામાં આવી છે તે છે- કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂર, માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારી, દેશના સૌથી મોંઘા વકીલોમાંના એક કપિલ સિબ્બલ, દિલ્હીની સંસદમાં શેરી મસ્જિદના ઇમામ મોહીબુલ્લા નદવી, બીએચયુમાં ‘ઇસ્લામિક સ્ટડીઝ’ કોર્સ શરૂ કરવાની માંગ કરવાવાળા ઝિયાઉર રહેમાન બર્ક અને પૂર્વ સાંસદ ચૌધરી મુનવ્વર હસન અને બેગમ તબસ્સુમ હસનની પુત્રી ઇકરા. પાકિસ્તાને આ તમામને કેરીઓ મોકલી છે.
#WATCH | Pak High Commission sends mangoes to 7 MPs including Rahul Gandhi and Kapil Sibal
— Republic (@republic) August 7, 2024
.
.
.#INDI #Pakistan #Congress #breakingnews #rahulgandhi #republictvlive #kapilsibal pic.twitter.com/yAHEAv1Pk8
રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે. બ્રિટિશ ભારત પર અનેક પુસ્તકો લખનાર શશિ થરૂર તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ છે. મોહીબુલ્લા નદવી રામપુરથી સાંસદ છે, ઝિયાઉર રહેમાન બરકે સંભલ અને ઇકરા હસન કૈરાનાથી સાંસદ છે. દેશના પૂર્વ એચઆરડી મંત્રી કપિલ સિબ્બલ પહેલા કોંગ્રેસમાં હતા, પરંતુ હવે તેઓ સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ પણ છે. મૌના ધારાસભ્ય મુખ્તાર અંસારીના જેલમાં અવસાન બાદ અફઝલ અંસારી સહાનુભૂતિના મોજામાં ફરી ગાઝીપુરથી સાંસદ બન્યા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે UPની કેરી પસંદ નથી
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગિરિરાજ સિંઘે મિડિયા સામે યાદ કરાવ્યું કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓને ઉત્તરપ્રદેશની કેરી નથી ભાવતી. સાથે જ સિંઘે પૂછ્યું હતું કે રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે કેરી સિવાય તેમને પાકિસ્તાનનું બીજું શું શું ગમે છે. અંતમાં તેઓએ પાકિસ્તાન સાથેના આ સંબંધને નાપાક ગણાવ્યા હતા.
#WATCH | Union Minister Giriraj Singh says, "Some time ago Rahul Gandhi said that he doesn't like mangoes from Uttar Pradesh. Pakistan Embassy has sent mangoes to Rahul Gandhi now. He should tell what other things he likes. Rahul Gandhi batayen kya Modi ko hatane ka koi naya… pic.twitter.com/HB9HUHiNGz
— ANI (@ANI) August 7, 2024
આ ‘આમ ડિપ્લોમસી’ને લક્ષમાં રાખીને, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિમાચલ પ્રદેશના હમીરપુરથી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, “જેમનો પ્રેમ જ્યાં હશે, ત્યાંથી કેરી આવશે. કેટલાક લોકોને ઉત્તર પ્રદેશની કેરીનો સ્વાદ પસંદ ન આવ્યો, તેઓને તેમાં ખામી દેખાતી હતી. જ્યારે કોઈ નેતા દક્ષિણ ભારતમાંથી ચૂંટણી જીત્યા ત્યારે પણ તેને ઉત્તર ભારતના લોકોમાં ખામીઓ દેખાય છે અને આજે પણ તેને ઉત્તર પ્રદેશની કેરીઓમાં મીઠાશ નથી મળતી, પરંતુ તેને પાકિસ્તાનની કેરી વધુ ગમે છે.”