Friday, November 22, 2024
More
    હોમપેજદેશચેતવણી આપતી રહી હતી મોદી સરકાર, તેમ છતાં કેરળની વામપંથી સરકાર જોતી...

    ચેતવણી આપતી રહી હતી મોદી સરકાર, તેમ છતાં કેરળની વામપંથી સરકાર જોતી રહી વિનાશની રાહ: વાયનાડમાં મૃતદેહો માટે જવાબદાર કોણ? દાવો- મજહબી સંગઠનોના દબાણ હેઠળ દૂર ન થયું અતિક્રમણ

    સાંસદ તેજસ્વી સૂર્યાએ વાયનાડ દુર્ઘટનાને માનવસર્જિત આપત્તિ ગણાવી હતી. તેમણે કહ્યું, “વાયનાડમાં જે બન્યું છે તે કુદરતી આપત્તિ નથી. આ માનવસર્જિત આપત્તિ છે."

    - Advertisement -

    કેરળ રાજ્યના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન (kerala Landslide) સર્જાવાના કારણે મૃત્યુઆંક 275ને વટાવી ગયો છે. સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આર્મી, એરફોર્સ અને એનડીઆરએફ દ્વારા 1000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેરળમાં આ ઘટના પર બે દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ચેતવણી આપ્યા છતાં આ ઘટના સર્જાવાના કારણે હવે કેરળની પિનરાઈ વિજયન સરકાર પર બેદરકારીનો આરોપ લગાવવાની શરૂઆત થઈ ગઈ છે.

    એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વાયનાડ જિલ્લા વહીવટીતંત્રને બે દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી કે આ વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાની સંભાવના છે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે (31 જુલાઈ, 2024) રાજ્યસભામાં કહ્યું હતું કે કેરળને ચેતવણીઓ આપવામાં આવી હતી. બીજી તરફ, બીજેપી (BJP) સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું છે કે વાયનાડના (Wayanad) આ વિસ્તારમાંથી લોકોને એટલા માટે બહાર કાઢવામાં આવ્યા નહોતા કારણ કે વામપંથી સરકાર પર મજહબી સંગઠનોનું દબાણ હતું.

    કેરળને સતત મળી હતી ચેતવણીઓ

    ઑનમનોરમામાં પ્રકાશિત અહેવાલ મુજબ, વાયનાડ જિલ્લામાં ઘટનાના એક દિવસ પહેલા સોમવારે વરસાદનું સ્તર 200 મીમીને પાર કરી જતાં જિલ્લા વહીવટીતંત્રને ચેતવણી મોકલવામાં આવી હતી. આ ચેતવણીમાં ભૂસ્ખલન થવાનો ઉલ્લેખ હતો. રિપોર્ટ અનુસાર, જિલ્લા પ્રશાસને આ ચેતવણી ખૂબ જ હળવાશથી લીધી અને માત્ર એલર્ટ જાહેર કર્યું. આ ચેતવણીમાં પણ લોકોને ભય વિસ્તાર છોડવાની કોઈ સલાહ આપવામાં આવી નહોતી. આ બાદ થોડા કલાકો પછી કરુણ અકસ્માત સર્જાયો. કેરળ સરકારને પણ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ચેતવણીઓ મળી હતી.

    - Advertisement -

    હ્યુમ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ વાઇલ્ડલાઇફ બાયોલોજી, જે વાયનાડમાં 200થી વધુ હવામાન નિરીક્ષણ એકમો ચલાવે છે, તેણે ભૂસ્ખલનના બે દિવસ પહેલા ચેતવણી જારી કરી હતી. તે એવા વિસ્તારોમાં ખાસ ભય દર્શાવે છે જ્યાં બાદમાં આપત્તિ આવી હતી. આ કેન્દ્રના વડા સીકે ​​વિષ્ણુદાસે કહ્યું છે કે સોમવારે જ જિલ્લા વહીવટીતંત્રને ભૂસ્ખલન અંગે ચેતવણી આપવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું છે કે આ ગામડાઓમાંથી લોકોને બહાર કાઢવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, દુર્ઘટના ન થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

    ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 7 દિવસ પહેલા ચેતવણી આપી હતી

    ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બુધવારે (30 જુલાઈ, 2024) ના રોજ સંસદમાં દેશને સંબોધતા કહ્યું, “વાયનાડની સ્થિતિ પર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેતવણી પહેલા આપી દેવી જોઈતી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે કેન્દ્રએ ચેતવણી આપી હતી. 23 જુલાઈએ એટલે કે 7 દિવસ પહેલા જ કેરળ સરકારને ચેતવણી આપવામાં આવી હતી. આ પછી 24 અને 25 જુલાઈએ પણ ચેતવણીઓ મોકલવામાં આવી હતી. ચેતવણીમાં દર વખતે એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની આગાહી કરવામાં આવી હતી જેના કારણે જાનહાનિ થઈ શકે છે.”

    તેજસ્વી સૂર્યાનો દાવો – મજહબી સંગઠનના દબાણમાં ના હટાવવામાં આવ્યા લોકોને

    બેંગલુરુ દક્ષિણના BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ આ મુદ્દે રાહુલ ગાંધી અને કેરળ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું, “2020માં, કેરળ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (Disaster Management Authority) વાયનાડમાં ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોમાંથી 4,000 પરિવારોને સ્થળાંતર કરવાની સલાહ આપી હતી. આજ સુધી આના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ આજ સુધી આ મુદ્દો ઉઠાવ્યો નથી. કેરળના વનમંત્રીએ વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે તેઓ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરી શક્યા નથી કારણ કે તેઓ પર વિવિધ મજહબી સંગઠનોનું દબાણ હતું.”

    સાંસદ તેજસ્વી સૂર્યાએ વાયનાડ દુર્ઘટનાને માનવસર્જિત આપત્તિ ગણાવી હતી. તેમણે કહ્યું, “વાયનાડમાં જે બન્યું છે તે કુદરતી આપત્તિ નથી. આ માનવસર્જિત આપત્તિ છે. હું આ નથી કહી રહ્યો, કેરળના નિષ્ણાતો આ કહી રહ્યા છે. છેલ્લા 5-6 વર્ષોમાં દેશમાં જેટલા પણ ભૂસ્ખલન થયા છે તેમાંથી 60% કેરળમાં થયા છે.”

    આ ઘટના બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુરુવારે (1 ઓગસ્ટ, 2024) વાયનાડ પહોંચ્યા હતા. તેમણે અકસ્માતમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. તે બંને અગાઉ જ અહીં જવાના હતા પરંતુ તેમનું પ્લેન ત્યાં પહોંચી શક્યું નહોતું તેથી તેઓએ જવાની ના પાડી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં