Friday, November 22, 2024
More
    હોમપેજદેશફેક ન્યૂઝ ફેલાવવા માટે કુખ્યાત ઝુબૈરને X પર ફૉલો કરતા જોવા મળ્યા...

    ફેક ન્યૂઝ ફેલાવવા માટે કુખ્યાત ઝુબૈરને X પર ફૉલો કરતા જોવા મળ્યા ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર, સોશિયલ મીડિયા વિવાદ થતાં લિસ્ટ કોરું કર્યું: રાહુલ ગાંધીને પણ કર્યા અનફૉલો

    તેમના ફોલોવિંગ લિસ્ટમાં અન્ય ત્રણ નામ પણ હતાં. જેમાં એક ચૂંટણી પંચનું આધિકારિક એકાઉન્ટ, બીજું ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ અને ત્રીજું નામ હતું કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીનું. રાહુલ ગાંધી તો વિપક્ષ નેતા પણ છે, પરંતુ લોકોને આક્રોશ તે વાતનો હતો કે, ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર મોહમ્મદ ઝુબૈરને ફૉલો કરી રહ્યા હતા.

    - Advertisement -

    ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ રવિવારે (28 જુલાઈ) સવારે અચાનક ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર એક અલગ કારણથી ચર્ચામાં આવી ગયા. કારણ એ હતું કે તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર માત્ર બે-ચાર લોકોને ફોલો કર્યા હતા. તેમાં એક નામ ફેક ન્યૂઝ ફેલાવવમાં કુખ્યાત મોહમ્મદ ઝુબૈરનું પણ હતું. આ એ જ ઝુબૈર છે જેણે પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવીને તેમનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર ઝુબૈરને ફોલો કરી રહ્યા હોવાનું જાણીને નેટિઝન્સ ચોંકી ઉઠ્યા હતા.

    તેમના ફોલોવિંગ લિસ્ટમાં અન્ય ત્રણ નામ પણ હતાં. જેમાં એક ચૂંટણી પંચનું આધિકારિક એકાઉન્ટ, બીજું ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ અને ત્રીજું નામ હતું કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીનું. રાહુલ ગાંધી તો વિપક્ષ નેતા પણ છે, પરંતુ લોકોને આક્રોશ તે વાતનો હતો કે, ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર મોહમ્મદ ઝુબૈરને ફૉલો કરી રહ્યા હતા. વિવાદ વકર્યા બાદ તેમણે ચૂંટણી પંચ સિવાય ઝુબૈર તેમજ અન્ય લોકોનાં એકાઉન્ટ અનફૉલો કરી દીધાં હતાં.

    મામલાને લઈને અનેક લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી. લોકો પૂછી રહ્યા હતા કે ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર મોહમ્મદ ઝુબૈરને શા માટે ફૉલો કરી રહ્યા છે. લોકો તેમ પણ પૂછી રહ્યા છે કે જે વ્યક્તિ ચૂંટણી પંચ વિશે અવારનવાર જુઠ્ઠાણું ચલાવતો પકડાયો છે અને તેની ઉપર ખોટા સવાલો ઉભા કરવાના પ્રયાસો કરતો રહે છે, તેને ફૉલો કરવાની આખરે ચીફ ઇલેક્શન કમિશનરે જરૂર શું પડી?

    - Advertisement -

    એક યુઝરે તો બોલીવુડ ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ની પ્રખ્યાત લાઈન ‘સરકાર ભલે હી ઉનકી હો, સિસ્ટમ હમારા હૈ’ લખીને કટાક્ષ પણ કર્યો હતો.

    અન્ય એક યુઝરે લખ્યું કે, “રાજીવ સાહેબ એક એવા વ્યક્તિને ફૉલો કરી રહ્યા છે જે ચૂંટણી સમયે કમિશન અને EVMમાં છેડછાડના દાવા સાથેના તમામ સમાચારોને હવા આપી રહ્યો હતો.”

    આ મામલે જયપુર ડાયલોગ્સે પ્રતિક્રિયા આપતાં લખ્યું, “ભારતના ચૂંટણી કમિશનર માત્ર 4 લોકોને ફૉલો કરે છે: ચૂંટણી પંચ, રાહુલ ગાંધી, AIR ન્યૂઝ અને મોહમ્મદ ઝુબૈર, પરંતુ એક અંદાજો લગાવો કે ભારતમાં ચૂંટણીઓને કોણ પ્રભાવિત કરી રહ્યું છે?”

    સોશિયલ મીડિયા પર વિવાદનો વંટોળ જોઇને CEC રાજીવ કુમારે ચૂંટણી પંચ સિવાયના તમામ લોકોને અનફૉલો કરી દીધા. હવે તેમના ફોલોવિંગ લિસ્ટમાં AIR ન્યૂઝ, હંમેશા ચૂંટણી પંચ અને EVM પર સવાલો ઉભા કરતા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી, કે પછી કુખ્યાત ફેક ન્યૂઝ પેડલર મોહમ્મદ ઝુબૈરનું નામ નજરે નથી પડી રહ્યું.

    બીજી તરફ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સાચો અને ખરો ઉપયોગ કરવા બદલ તેના વખાણ થયાં છે. અનેક લોકોએ લખ્યું કે ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા સારા કામમાં પણ કામ આવી જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં