Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'બજેટમાં કોઇ રાજ્ય સાથે અન્યાય નહીં': વિપક્ષના આરોપો પર નાણામંત્રીનો જવાબ, કહ્યું-...

    ‘બજેટમાં કોઇ રાજ્ય સાથે અન્યાય નહીં’: વિપક્ષના આરોપો પર નાણામંત્રીનો જવાબ, કહ્યું- કોંગ્રેસ ઈરાદાપૂર્વક લોકોને દોરી રહી છે ગેરમાર્ગે

    નાણામંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના એ ભાષણ તરફ ધ્યાન દોર્યું હતું જે ભાષણમાં ખડગેએ બજેટને 'ભેદભાવપૂર્ણ' ગણાવ્યું હતું.

    - Advertisement -

    મંગળવારના (23 જુલાઈ) રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024-25ની ઘોષણા કરવામાં આવી. આ બાદ જ વિપક્ષના બજેટ પર દાવાઓ શરૂ ગયા હતા. વિપક્ષનું કહેવું હતું કે બજેટમાં બધા રાજયોના વિકાસને ધ્યાનમાં નથી રાખવામાં આવ્યો અને અમુક રાજયોની અવગણના થઈ છે. ત્યારે બુધવારના (24 જુલાઈ) રોજ રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી વિપક્ષ કોઈને કોઈ મુદ્દો ઉપાડીને સંસદની કાર્યવાહી ચાલવા દેતો નથી ત્યારે આજે પણ વિપક્ષના સાંસદો બજેટનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધની વચ્ચે નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2024 અંગે જણાવ્યુ કે બજેટ ભેદભાવપૂર્ણ નથી. રાજ્યસભામાં તેમણે કહ્યું કે “બજેટમાં કોઈપણ રાજ્યની અવગણના કરવામાં આવી નથી અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ જાણી જોઈને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.”

    સીતારમણે વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે કહ્યું કે “દરેક બજેટમાં, તમને દેશના દરેક રાજ્યનું નામ લેવાની તક મળતી નથી,” આ બાબતને સ્પષ્ટ કરવા તેઓએ મંગળવારે જે યોજનાઓનો ઉલ્લેખ ન કરી શક્યા તેવી બાબતો જણાવી હતી અને કહ્યું કે ”કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વંધવન પર બંદર બનાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ મંગળવારે તેમના બજેટ ભાષણમાં રાજ્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.” નિર્મલા સીતારમણે કહ્યું કે જો મંગળવારે મહારાષ્ટ્ર રાજ્યનું નામ લેવાની તક ન મળી તો એનો અર્થ એવો નથી કે મહારાષ્ટ્રની અવગણના થઈ રહી છે.

    - Advertisement -

    વધુમાં તેમણે કહ્યું કે, “જો ભાષણમાં કોઈ ચોક્કસ રાજ્યનું નામ નથી લેવામાં આવતું, તો શું તેનો અર્થ એ છે કે ભારત સરકારના કાર્યક્રમો આ રાજ્યોમાં જતા નથી? લોકોમાં ‘અમારા રાજ્યોને કંઈ આપવામાં નથી આવ્યું’ આવી છાપ ઊભી કરવાનો કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળ વિપક્ષનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે.” નાણામંત્રીએ આને એક અપમાનજનક આરોપ ગણાવ્યો.

    નોંધનીય છે કે નાણામંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના એ ભાષણ તરફ ધ્યાન દોર્યું હતું જે ભાષણમાં ખડગેએ બજેટને ‘ભેદભાવપૂર્ણ’ ગણાવ્યું હતું. નાણામંત્રીના ભાષણ બાદ વિપક્ષના નેતાઓ રાજ્યસભાનું સત્ર છોડીને ચાલ્યા ગયા હતા. નાણામંત્રીએ ખૂબ સ્પષ્ટતા સાથે રાજ્યસભામાં જણાવ્યુ છે કે બજેટમાં કોઈપણ રાજ્યની અવગણના કરવામાં આવી નથી.

    બુધવારે રાજ્યસભામાં નાણામંત્રીએ વિપક્ષના આરોપ પર સ્પષ્ટતા આપતા જણાવ્યુ કે ઘણી વાર એવું બનતું હોય છે કે બજેટ ભાષણ દરમિયાન તમને દરેક રાજયો માટેની યોજનાઓ ઉલ્લેખ કરવાનો અવસર મળતો નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે કેન્દ્ર સરકાર કોઈપણ રાજ્ય પ્રત્યે ભેદભાવ રાખી રહી છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં