જમ્મુ-કાશ્મીરના ડોડામાં (J&K Doda) આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં એક અધિકારી સહિત 4 જવાન વીરગતી પામ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સોમવારે (15 જુલાઈ 2024) મોડી રાત્રે ભારતીય સેના અને સ્ટેટ પોલીસ દળ દ્વારા ડોડામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. તેવામાં લગભગ 8:45 આસપાસ આ અથડામણ થઈ. આતંકવાદીઓએ સંતાયેલા આતંકવાદીઓએ સેના પર એમ્બુશ (અચાનક હુમલો કરી ભારે ગોળીબારી કરવી) કરી દીધું હતું.
આ મામલે સામે આવેલી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાની રાષ્ટ્રીય રાઈફલ (RR) એક જોઈન્ટ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. ઈનપુટના આધારે તેમણે ઉરગાબીમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું. દરમિયાન સામેથી ધાણીફૂટ ગોળીબાર કરવામાં આવ્યો. આ ગોળીબાર લગભગ 20 મિનીટ સુધી ચાલ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આ હુમલામાં સેનાના એક અધિકારી સહિત ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાત્કાલિક તેમને વોરફિલ્ડમાંથી કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તમામે દેશની સેવામાં સર્વોચ્ચ બલીદાન આપી દીધું હતું. અત્યાર સુધી માહિતી મળી તે અનુસાર ઘાયલ ચારેય જવાન વીરગતી પામ્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસના એક કર્મચારી પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી હોવાનું સામે આવ્યું છે.
Four Indian Army soldiers including an officer have been killed in action during an encounter with terrorists in the Doda area of Jammu and Kashmir. The operations are still going on. More details awaited: Defence officials https://t.co/N7qxseN5jh pic.twitter.com/5fePA8Mihd
— ANI (@ANI) July 16, 2024
ભારતીય સેનાએ આપી હતી ઓપરેશનની માહિતી
ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાની 16Th કોર વ્હાઈટ નાઈટ યુનીટે આ ઓપરેશનની માહિતી આપતા X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “ઇન્ટેલિજન્સ ઈનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ઉત્તરી ક્ષેત્રમાં એક સંયુક્ત ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. રાત્રે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ અને અમારા કેટલાક બહાદુર જવાન ઘાયલ થયા. વધારાનું સૈન્યબળ વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે અને હજુ પણ અથડામણ ચાલુ છે.”
ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ આ પોસ્ટ 15 જુલાઈની રાત્રે 11:46 વાગ્યે કરી હતી.
Op KOTHI – 2
— White Knight Corps (@Whiteknight_IA) July 15, 2024
Based on specific intelligence inputs, a joint operation by #IndianArmy and JKP was in progress in General area North of #Doda.
Contact with terrorists was established tonight at about 2100h in which heavy firefight ensued. Initial reports suggest injuries to our…
આ પહેલા કઠુઆમાં આર્મી ટ્રક પર થયેલા હુમલામાં 4 જવાને જીવ ગુમાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે ગત 8 જુલાઈના રોજ જમ્મુ કાશ્મીરના જ કઠુઆમાં આતંકવાદીઓએ આર્મી ટ્રક પર હુમલો કરતાં 4 સૈનિકો વીરગતી પામ્યા હતા અને 6 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલો બિલાવર તહસીલના લોઈ મલ્હાર વિસ્તારમાં આવેલા બદનોટા ગામમાં બપોરે 3.30 વાગ્યાની આસપાસ થયો હતો. આ ગામ કઠુઆ જિલ્લા મુખ્યાલયથી લગભગ 120 કિમી દૂર છે અને તે ડોડા જિલ્લાની સરહદ પર આવેલું છે.