2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારો બની ત્યારથી વિપક્ષે એક મુદ્દો પકડી રહ્યો છે- ઉદ્યોગપતિઓનો. કાયમ તેઓ વડાપ્રધાન અને તેમની સરકાર-પાર્ટી ઉપર દેશના ટોચના ઉદ્યોગપતિઓને ‘લાભો’ પહોંચાડવાના આરોપો લગાવ્યા કરે છે અને રાજકારણના રોટલા શેકતા રહે છે. આ આરોપોમાંથી એક પણ આજ સુધી સાબિત થઈ શક્યો નથી અને એક પણ ચૂંટણી મોદી હાર્યા પણ નથી. છતાં વિપક્ષે પોતાનો એજન્ડા આગળ ચલાવવાનું મૂક્યું નથી. આ જ ઉદ્યોગપતિઓ પૈકીના એક છે મુકેશ અંબાણી. જેમના પુત્રનાં હાલ લગ્ન લેવાય રહ્યાં છે. પરંતુ આ લગ્નપ્રસંગે એ નેતાઓ પણ પહોંચી ગયા છે, જેમણે આજદિન સુધી અંબાણી-અદાણીની બૂમો પાડીને રાજકારણ કર્યું હતું.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન શુક્રવારે (12 જુલાઈ) થયાં. શનિવારે રિસેપ્શન યોજાશે. આ શુભ પ્રસંગે દેશ-વિદેશની અનેક નામી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું. જેમાં અભિનેતાઓથી માંડીને, રમત જગતના પ્રસિદ્ધ ખેલાડીઓ, હૉલીવુડ અભિનેતાઓ, વિદેશોના પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષો અને ભારતના રાજકારણીઓનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર લગ્નપ્રસંગમાં આવેલા આ મહેમાનોની તસવીરો ફરતી થઈ છે. જેમાં સમાવેશ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ યાદવનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે. લાલુ યાદવ, તેમનાં પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ તેમજ તેમનો પરિવાર અંબાણી પરિવારના લગ્નમાં પહોંચ્યો હતો.
Lalu Yadav, Former Chied Minister of Bihar: pic.twitter.com/6cd7H1oFOL
— Facts (@BefittingFacts) July 12, 2024
આ સિવાય, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ લગ્નપ્રસંગમાં હાજરી આપી. તેઓ પણ સહપરિવાર પહોંચ્યા હતા. તેમણે મુકેશ અંબાણી અને અનંત અંબાણી સાથેની એક તસવીર પણ X પર શૅર કરી. હવે લોકો કટાક્ષ કરી રહ્યા છે કે અખિલેશ યાદવ એ ભારત પરત માંગવા માટે ગયા છે, જે મોદીએ અંબાણીને વેચી માર્યું હતું.
मोदी ने जिस अंबानी को देश बेचा अखिलेश भैया वो वापस लेने गये थे मगर गोदी मीडिया ये नहीं दिखाएगा 😡
— Lala (@Lala_The_Don) July 13, 2024
નેતાઓમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ છે. તેઓ પણ હાજરી આપવા પહોંચ્યાં હતાં. આ સિવાય ઉદ્ધવ ઠાકરે, શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલે વગેરે પણ જોવા મળ્યાં. ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર અંબાણી પરિવારના અન્ય પ્રસંગોમાં પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ પણ પ્રસંગમાં હતા. અન્ય પણ ઘણા નેતાઓએ હાજરી આપી. જોકે, ગાંધી પરિવારને આમંત્રણ હોવા છતાં આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઇ પ્રસંગમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું નથી.
Meri jeet teri jeet, teri haar meri haar
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 3, 2018
Sun ae mere yaar
Tera gham mera gham, meri jaan teri jaan
Aisa apna pyaar
Jaan pe bhi khelenge, tere liye le lenge
Sab se dushmani
Yeh dosti hum nahin todenge#ModiAmbaniFriendshipGoals
https://t.co/ofZJI0Nhgr
પહેલાં કોંગ્રેસમાં અને ત્યારબાદ શિવસેનામાં રહીને અંબાણી-અદાણી વિશે ભરપૂર બોલી-લખી ચૂકેલાં પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રસંગોમાં જઈને યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી છે. એટલું જ નહીં તેની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી. પૂર્વ બ્રિટીશ PM ટોની બ્લેર સાથે તેમણે એક તસવીર અપલોડ કરી હતી. હવે તેઓ ટ્રોલ થઈ રહ્યાં છે અને જૂનાં ટ્વીટ્સ લોકો વાયરલ કરીને પૂછી રહ્યા છે કે શું આ જ અંબાણી પરિવારનાં લગ્નમાં તેઓ પહોંચ્યાં હતાં, જેમની વિરૂદ્ધ ભૂતકાળમાં તેઓ ઘણું લખી ચૂક્યાં છે?