Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘બે કેન્દ્રો ઉપર ગેરરીતિ થઈ હતી, સમગ્ર પરીક્ષા રદ કરવાનું ઔચિત્ય નથી’:...

    ‘બે કેન્દ્રો ઉપર ગેરરીતિ થઈ હતી, સમગ્ર પરીક્ષા રદ કરવાનું ઔચિત્ય નથી’: NEET UG મામલે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું, કહ્યું- તેમ કરવાથી લાખો વિદ્યાર્થીઓને નુકસાન જશે

    સરકારે સાથે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ વર્તમાન કેસને પ્રતિકૂળ રીતે લઇ રહ્યા નથી અને NEET UG 2024ની પરીક્ષા આપનાર ઉમેદવારોની ચિંતાને સમજે છે અને તે વ્યાજબી છે. પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લેતાં પરીક્ષ રદ કરવી જોઈએ નહીં.

    - Advertisement -

    NEET UG પેપર લીકને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે પરીક્ષામાં ગેરરીતી થઈ છે, પરંતુ તે અમુક ઠેકાણાં પૂરતી છે અને તેના કારણે પરીક્ષા રદ કરવી યોગ્ય નથી. ત્યારબાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો. સરકારે જણાવ્યું કે, મોટાપાયે ગેરરીતી થઈ હોવાના પુરાવા વગર પરીક્ષા રદ કરીને આખા દેશમાં ફરીથી યોજવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે. 

    શુક્રવારે (5 જુલાઈ) કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, “દેશભરમાં પરીક્ષા દરમિયાન મોટાપાયે ગેરરીતી થઈ હોય તેના પુરાવા વગર, આખી પરુક્ષ જ રદ કરવી એ તર્કસંગત નહીં હોય અને પરિણામો પણ જાહેર કરવામાં આવી ચૂક્યાં છે. આગળ જણાવવામાં આવ્યું કે, “મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોઇ પણ પ્રકારની ગેરરીતી વગર પરીક્ષા આપી છે, તેમનાં હિતો સાથે કોઇ સમાધાન ન થાય તે પણ જોવાનું રહે છે.”

    જોકે સરકારે સાથે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ વર્તમાન કેસને પ્રતિકૂળ રીતે લઇ રહ્યા નથી અને NEET UG 2024ની પરીક્ષા આપનાર ઉમેદવારોની ચિંતાને સમજે છે અને તે વ્યાજબી છે. પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લેતાં પરીક્ષ રદ કરવી જોઈએ નહીં. સાથે સરકારે એ પણ ધ્યાન દોર્યું હતું કે મામલાની તપાસ CBIને આપવામાં આવી છે તેમજ સરકારે પણ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે, જે NTA દ્વારા લેવાતી પરીક્ષાઓમાં વધુ અસરકારકતા અને પારદર્શિત લાવવા માટે ભલામણો કરશે. આ સાથે કેન્દ્ર સરકારે પેપર લીક વિરોધી કાયદો પણ અમલમાં મૂક્યો હોવાનું એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    આ જ મામલે NTA દ્વારા પણ એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં પણ જણાવવામાં આવ્યું કે, પરીક્ષાઓ રદ કરવી એ જાહેરહિતમાં નહીં હોય અને ગેરરીતી માત્ર પટના અને ગોધરા જેવાં કેન્દ્રોમાં જ જોવા મળી છે. આગળ કહેવામાં આવ્યું કે, NTAનો ડેટા જણાવે છે કે ક્યાંક છૂટીછવાયા ગેરિટીના કિસ્સા બન્યા હોય તો તેનું જોડાણ જે કેસ ચાલી રહ્યો છે તે નેટવર્ક સાથે હોવાનું જાણવા મળ્યું નથી કે તેનાથી પરીક્ષાને અસર થઈ નથી. 

    ઉલ્લેખનીય છે કે 4 જૂનના રોજ NEET UGનાં પરિણામો જાહેર થયા બાદ વિવાદ ચાલી રહ્યો છે, જે આખરે કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકાર અને NTAને એફિડેવિટ દાખલ કરીને જવાબ માગ્યો હતો, જે રજૂ કરવામાં આવ્યો. હવે 8 જુલાઇના રોજ કોર્ટ આગલી સુનાવણી હાથ ધરશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં