Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'આજનો દિવસ કાળા ધબ્બા સમાન, પરંપરા તોડી, હું દુઃખી છું': રાજ્યસભામાં વિપક્ષે...

    ‘આજનો દિવસ કાળા ધબ્બા સમાન, પરંપરા તોડી, હું દુઃખી છું’: રાજ્યસભામાં વિપક્ષે ઉત્પાત મચાવતાં સભાપતિ જગદીપ ધનખડે ઉધડો લીધો, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ધસી ગયા હતા લોબીમાં

    હોબાળા દરમિયાન આસન સામે આવી ચુકેલા વિપક્ષ નેતાઓ પૈકી એક તરફ ઈશારો કરીને સભાપતિએ તેમ પણ કહ્યું હતું કે, "આપ તો એક પ્રકારે નાચી રહ્યા છો. શું આવું થવું જોઈએ?" તેમણે આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસના સભ્ય સાગરિકા ઘોષને પણ તેમના વર્તનને લઈને ટકોર કરી હતી. તેમણે સાગરિકા ઘોષને કહ્યું હતું કે તમે સદનમાં હોબાળો કરવા જ આવ્યા છો.

    - Advertisement -

    નવા સત્રની શરૂઆત થયા બાદથી જ વિપક્ષ સતત હોબાળો કરી રહ્યો છે. મુદ્દાઓ કોઈ પણ હોય, ગૃહમાં વાર-પલટવાર સતત ચાલી રહ્યા છે. મુદ્દો કોઈ પણ હોય, સરકારને ઘેરવા માટે થઈને વિપક્ષ આખું એકજૂથ થઈને ગૃહની કામગીરી અવરોધી રહ્યા છે. તેવામાં શુક્રવારે (28 જૂન, 2024) સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આવી હરકતો લઈને વિપક્ષનો ઉધડો લીધો છે.

    વાસ્તવમાં વિપક્ષ સતત રાજ્યસભાનું કાર્ય અવરોધીને નીટ-યુજી મામલે સરકારનો વિરોધ કરી રહ્યો હતો. જ્યારે ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને લઈને ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને કામગીરી પર રોક લગાવવાની ફરજ પડી હતી. આ હોબાળા વચ્ચે નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે હોબાળો કરતા સભાપતિના આસન સામે આવી ગયા હતા. આને લઈને સભાપતિ ધનખડે કહ્યું હતું કે આવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. પરીક્ષાઓમાં ગેરરીતીને લઈને હોબાળો કરી રહેલા વિપક્ષને લઈને સભાપતિએ કહ્યું હતું કે, “આજના દિવસ પર ડાઘ લાગી ગયો છે, પરંપરાઓ તોડવામાં આવી છે.”

    ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી

    નોંધનીય છે કે આ હોબાળાના કારણે ગૃહની બહુમુલ્ય કાર્યવાહી શરૂ થતાંની સાથે જ સ્થગિત કરી દેવામાં આવી. બેઠક રાબેતા મુજબ થયા બાદ ભાજપના સુધાંશુ ત્રિવેદીએ રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા પર પોતાની વાત આગળ વધારી. આ દરમિયાન સદનના નેતા જેપી નડ્ડાએ પણ વિપક્ષનો ઉધડો લીધો. જેવી નડ્ડાની વાત પૂર્ણ થઈ કે સભાપતિએ કહ્યું કે, “આજનો દિવસ ભારતીય સંસદના ઈતિહાસમાં એટલો દાગી (ડાઘવાળો) થઈ ગયો છે કે પ્રતિપક્ષના નેતા પોતે આસન સામે આવી ગયા છે.

    - Advertisement -

    હોબાળા દરમિયાન આસન સામે આવી ચૂકેલા વિપક્ષના નેતાઓ પૈકી એક તરફ ઈશારો કરીને સભાપતિએ તેમ પણ કહ્યું હતું કે, “આપ તો એક પ્રકારે નાચી રહ્યા છો. શું આવું થવું જોઈએ?” તેમણે આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસના સભ્ય સાગરિકા ઘોષને પણ તેમના વર્તનને લઈને ટકોર કરી હતી. તેમણે સાગરિકા ઘોષને કહ્યું હતું કે તમે સદનમાં હોબાળો કરવા જ આવ્યા છો.

    સભાપતિએ કહ્યું કે, “આ રીતનું વર્તન દરેક ભારતીયને દુઃખી કરે છે. પાંચ દશકાઓથી પણ વધારે સમયનો અનુભવ ધરાવતા ખડગેને વેલમાં આવતા, અમર્યાદિત આચરણ કરતા અને ખોટી સૂચનાઓ ફેલાવતા જોવા મારા માટે ખૂબ જ દુઃખદ હતું. ડેપ્યુટી લીડર પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક જેવા સિનિયર નેતા વેલમાં આવ્યા. તેમનું રાજ્યસભા બહાર આપવમાં આવેલું નિવેદન મારા માટે સહુથી વધુ પીડાદાયક છે.”

    હું પીડિત છું: સભાપતિ જગદીપ ધનખડ

    રાજ્યસભાના સભાપતિ ધનખડે આગળ કહ્યું કે, “આવું ક્યારેય નથી થયું. હું પીડિત છું, આશ્ચર્યચકિત છું. ભારતીય સંસદની પરંપરા આટલી નિમ્ન કક્ષાએ પહોંચી જશે કે પ્રતિપક્ષના નેતા આસનની સામે આવી જશે, વિપક્ષના નેતા આસન સમક્ષ આવી જશે.” આટલું કહીને તેમણે ગૃહની બેઠકને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. આ પહેલાં ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે, “બુધવારે સદનની કાર્ય મંત્રણા સમિતિ બેઠકમાં નક્કી થયું હતું કે રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ જ્ઞાપન પર ચર્ચા માટે 21 કલાક ફાળવવામાં આવે. તેમણે કહ્યું હતું કે આ બેઠકમાં કોંગ્રેસના ઉપ નેતા અને TMCના નેતા સામેલ હતા.

    જેપી નડ્ડાએ આગળ જણાવ્યું કે, આ પહેલા ક્યારેય ચર્ચા માટે 21 કલાક નથી ફાળવવામાં આવ્યા. બેઠકમાં સહમતી બન્યા બાદ પણ આજે સવારે કાર્યસ્થગન પ્રસ્તાવ લાવવામાં આવ્યો. એવું નથી કે નીટનો કોઈ મુદ્દો નથી, નીટનો મુદ્દો કાર્ય મંત્રણામાં ઉઠાવી શકાતો હોત, પરંતુ તેમની (વિપક્ષના નેતાઓની) મનશા જ નથી. તેમની મનશા માત્ર ગૃહની કાર્યવાહીને બાધિત કરવાની હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં