Friday, November 22, 2024
More
    હોમપેજદેશબાબા વિશ્વનાથના દર્શન, ગંગા આરતી અને પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો: ત્રીજી વખત...

    બાબા વિશ્વનાથના દર્શન, ગંગા આરતી અને પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો: ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર જશે વારાણસી પ્રવાસ પર

    ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસી જઈ રહ્યા છે. તેમના વારાણસી પ્રવાસની રૂપરેખાની વાત કરવામાં આવે તો તેઓ મંગળવારે (18 જૂન) લગભગ 3:30 કલાકે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ અને સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે (18 જૂન) પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. વારાણસીને પોતાની કાશી ગણાવતા વડાપ્રધાન મોદી વારાણસીમાં જ રાત્રિરોકાણ કરશે. વારાણસીમાં તેઓ મહેંદીગંજમાં પીએમ-કિસાન સન્માન સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે અને સાથે જ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ સામેલ થશે. આ દરમિયાન તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કૃષિ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણ પણ હાજર રહેશે.

    ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસી જઈ રહ્યા છે. તેમના વારાણસી પ્રવાસની રૂપરેખાની વાત કરવામાં આવે તો તેઓ મંગળવારે (18 જૂન) લગભગ 3:30 કલાકે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા મહેંદીગંજ જનસભા સ્થળ સુધી જશે. મહેંદીગંજમાં તેઓ પીએમ-કિસાન સન્માન સંમેલનને સંબોધિત કરશે અને પીએમ-કિસાન સન્માન યોજનાનો 17મો હપ્તો વિતરીત કરશે. નોંધનીય છે કે, શપથગ્રહણ સમારોહના એક દિવસ બાદ 10 જૂનના રોજ વડાપ્રધાન મોદીને કિસાન સન્માન યોજનાના 17માં હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કરીને તેને મંજૂરી આપી હતી. હવે તેઓ 17મો હપ્તો વિતરીત કરશે. દરમિયાન જ DTB દ્વારા 20 હજાર કરોડની કિસાન સન્માન નિધિ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ સ્વયં સહાયતા સમૂહની 30 હજાર મહિલાઓને ‘કૃષિ સખી’ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    આ દરમિયાન જ વડાપ્રધાન મોદી ખેડૂતો સાથે સંવાદ કરશે અને તેમના ઉત્પાદનોના નિરીક્ષણ માટે સ્ટોલ પર જશે. તેઓ 21 પ્રગતિશીલ ખેડૂતો સાથે મુલાકાત પણ કરશે. ત્યારબાદ તેઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. તે સાથે જ તેઓ દશાશ્વમેઘ ઘાટ પર મા ગંગાના દર્શન કરશે અને ગંગા આરતીમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન મોદી રાત્રિરોકાણ પણ વારાણસીમાં જ કરશે, ત્યારબાદ બુધવારે (19 જૂન) તેઓ બિહારના નાલંદા જવા માટે રવાના થશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, PM મોદીના સ્વાગત માટે કાશીના લોકો પણ ભાજપના કાર્યકરો સાથે તૈયારીમાં જોતરાઈ ગયા છે. ભાજપના કાર્યકરો લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ મેહદીગંજ ગ્રામસભા સ્થળ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરશે. પોલીસ લાઇનથી દશાશ્વમેધ ઘાટ અને વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4 સુધીના સમગ્ર યાત્રા રૂટ પર કાશીની જનતાની સાથે સાથે ભાજપના કાર્યકરો શંખનાદ, ઢોલ, નગારા, ડમરુ અને ગુલાબના ફૂલોની વર્ષા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં