અમદાવાદમાં ફરી એક વાર તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. AMCએ બાપુનગરના ગરીબ નગર ચાર રસ્તા પર આવેલી મદીના મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે. એસ્ટેટ વિભાગને ફરિયાદ મળી હતી કે મદીના મસ્જિદ સિવાય પણ વહીવટદરોએ પરવાનગી વગર વધારાનું બાંધકામ કર્યું હતું. ફરિયાદના અનુસંધાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી
— News18Gujarati (@News18Guj) June 11, 2024
બાપુનગર ચાર રસ્તા પર ધાર્મિક દબાણ દૂર કરાયા#News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate pic.twitter.com/zXvP4ToiPV
મળતી માહિતી અનુસાર AMCના એસ્ટેટ વિભાગને BU અને NOC ન હોય તેવા ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન એક ફરિયાદ દ્વારા AMCને માહિતી મળી હતી કે બાપુનગર ચાર રસ્તા પાસે ગરીબ નગર ખાતેના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મદીના મસ્જિદમાં વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાંધકામની માહિતી મળતાની સાથે જ એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું હતું અને પોલીસ પ્રશાસનને સાથે રાખીને કાર્યવાહી કરવા માટે પહોંચ્યું હતું.
આ દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બેડો હાજર હતો. બીજી તરફ આ મામલે સ્થાનિક મુસ્લિમ વ્યક્તિએ જણાવ્યું હતું કે અહીં ખાડાની ચાલીમાં મસ્જિદ બનાવવામાં આવી હતી. મસ્જીદ બન્યા બાદ અચાનક વસ્તી વધારો થયો અને મસ્જિદની જગ્યા ઓછી પડવા લાગી. આથી મુસ્લિમો રસ્તા પર આવીને નમાઝ પઢતા હતા. આ કારણે ટ્રાફિક જેવી સમસ્યાઓ સર્જાતી હતી અને માટે મસ્જિદના ધાબા પર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ બાદ કેટલાક લોકોએ ફરિયાદો કરી અને તેના કારણે ઉચ્ચ અધિકારીઓએ પોતે હાજર રહીને અમારી મસ્જિદનું બાંધકામ તોડી પાડ્યું છે.
બીજી તરફ મસ્જિદના ઈમામે આ મામલે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, “ગેરકાયદેસર હોય તો શું થયું? લોકોની લાગણી ધ્યાનમાં રાખીને આમ નહોતું કરવાનું. આ મસ્જિદ બની ત્યારે આટલી વસ્તી નહતી. મુસ્લિમો વધ્યા એટલે અમે લોકોએ બાંધકામ કર્યું. અમે એક વર્ષ પહેલા જ આ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ તંત્ર ધાર્મિક સ્થળો તોડે છે કારણકે તેમને મલાઈ નથી ખાવા મળતી.” બીજી તરફ મસ્જિદના વહીવટદારોનું કહેવું છે કે તેઓ તોડેલું બાંધકામ ફરી ઉભું AMC પાસે પરવાનગી માંગશે અને ફરી એક વાર તેઓ આ જગ્યા વાપરશે.