Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણમોદી સરકાર 3.0નું મંત્રી મંડળ તૈયાર: જાણો કોણ સંભાળશે કયું મંત્રાલય, કોણ...

    મોદી સરકાર 3.0નું મંત્રી મંડળ તૈયાર: જાણો કોણ સંભાળશે કયું મંત્રાલય, કોણ થયું રિપીટ અને નવા ચહેરાઓને ક્યાં મળ્યું સ્થાન?

    નવા મંત્રી મંડળમાં કેટલા જૂના મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે, તો વળી કેટલાક નવા ચહેરાઓ પણ વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લઇ લીધા છે. તેમની સાથે તેમના મંત્રી મંડળે પણ શપથવિધિ પૂર્ણ કરી લીધી છે. નવા મંત્રીમંડળમાં કૂલ 72 મંત્રીઓએ શપથ લીધા છે. શપથ વિધિ બાદ, સોમવારે (10 જૂન 2024) તમામ મંત્રીઓને તેમના મંત્રાલય તેમજ વિભાગ ફાળવી દેવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે નવા મંત્રી મંડળમાં કેટલા જૂના મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે, તો વળી કેટલાક નવા ચહેરાઓ પણ વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચી અનુસાર રાજનાથ સિંઘ, એસ જયશંકર, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણને તેમના પૂર્વ મંત્રાલયમાં જ રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે સીઆર પાટીલ, શિવરાજ સિંઘ ચૌહાણ, ચિરાગ પાસવાનને મંત્રાલય સોંપી દેવામાં આવ્યા છે. મનસુખ માંડવીયાને આ વખતે અલગ ખાતું સોંપવામાં આવ્યું છે. જાણીએ વડાપ્રધાન મોદીના ત્રીજા ટર્મમાં કોને કયું મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.

    કોને મળ્યું કયું મંત્રાલય?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા ટર્મમાં કેટલાક મહત્વના મંત્રીઓની વાત કરીએ તો તેની સૂચી નીચે મુજબ છે.

    - Advertisement -

    નવી ટર્મમાં પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કાર્મિક, લોક ફરિયાદ તેમજ પેન્શન વિભાગ, પરમાણું ઊર્જા વિભાગ, અંતરીક્ષ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ તેમજ અન્ય તમામ વિભાગ જે અન્ય કોઈ મંત્રીને નથી ફાળવવામાં આવ્યા તે સંભાળશે.

    1. રાજનાથ સિંઘ: રક્ષા મંત્રાલય
    2. અમિત શાહ: ગૃહ તેમજ સહકારિતા મંત્રાલય
    3. નીતિન ગડકરી: રોડ તેમજ પરિવહન મંત્રાલય
    4. નિર્મલા સીતારમણ: નાણામંત્રાલય તેમજ કોર્પોરેટ મંત્રી
    5. એસ જયશંકર: વિદેશ મંત્રાલય
    6. અશ્વિની વૈષ્ણવ: રેલવે, સૂચના, પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ આસને સૂચના પ્રૌદ્યોગિક મંત્રી
    7. જ્યોતિરાદિત્ય સિંધિયા: સંચાર તેમજ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી
    8. કિરેન રીજ્જૂ: સંસદીય કાર્ય તેમજ અલ્પસંખ્યક મંત્રાલય
    9. જેપી નડ્ડા: સ્વાસ્થ્ય તેમજ રસાયણ મંત્રાલય
    10. મનસુખ માંડવીયા: શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
    11. સીઆર પાટીલ: જલશક્તિ મંત્રાલય
    12. શિવરાજ સિંઘ ચૌહાણ: ગ્રામીણ વિકાસ તેમજ કૃષિ મંત્રી
    13. પીયુષ ગોએલ: કોમર્સ તેમજ ઇન્ડસ્ટ્રી મંત્રાલય
    14. જીતનરામ માંઝી: MSME મંત્રાલય
    15. ચિરાગ પાસવાન: ખાદ્ય તેમજ પ્રોસેસિંગ મંત્રાલય
    16. નીમુબેન બાંભણીયા: પરિવહન રાજ્ય મંત્રી

    ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ 56 અન્ય મંત્રીઓને મહત્વના મંત્રાલય સોંપવામાં આવ્યા છે. જેમાં ભાજપ ઉપરાંત NDA ગઠબંધનના પણ મંત્રીઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં