તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઇ કોયમ્બતૂર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ અહીં પરાજય થયો. પરિણામ બાદ રાજ્યની સત્તાધારી પાર્ટી DMKના કાર્યકર્તાઓએ અન્નામલાઇની હારની ‘ઉજવણી’ કરવા માટે રસ્તા પર જાહેરમાં એક બકરો કાપ્યો હતો. એટલું જ નહીં, કાપતાં પહેલાં તેની ઉપર પહેલાં અન્નામલાઇનો ફોટો લગાવ્યો હતો. આ ઘટનાનો ભયાનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટના 4 જૂન, પરિણામના દિવસે બની હોવાનું કહેવાય છે. કોયમ્બતૂરનાં પરિણામ જાહેર થયા બાદ DMKના કાર્યકર્તાઓએ શહેરમાં એક રેલી કાઢી હતી. તેઓ પોતાની સાથે બકરો લાવ્યા હતા. જેની ઉપર અન્નામલાઇનો ફોટો ચોંટાડ્યો હતો. તેમણે જાહેર કર્યું હતું કે જો અન્નામલાઈ જારશે તો ‘મટન બિરિયાની’ બનાવીને ઉજાણી કરવામાં આવશે. ત્યારબાદ DMK કાર્યકરોએ મટન બિરિયાની બનાવી અને પાર્ટી કાર્યકર્તાઓને વહેંચી હતી.
This is how Annamalai’s political rivals ‘celebrated’ DMK win in Tamil Nadu – by slaughtering a goat in full public view, with a picture of Annamalai on it.
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) June 6, 2024
Barbaric.
This is how the anti- Santan I.N.D.I Alliance will butcher the Hindus, if they ever come to power.
Initial… pic.twitter.com/Sdm7mfPD8c
DMKના નેતા-કાર્યકરો અન્નામલાઇનું અપમાન કરવા માટે ‘બકરી’ શબ્દનો ઉપયોગ કરતા રહ્યા છે, કારણ કે તેઓ એવા પરિવારમાંથી આવે છે જેઓ બકરીઓ પાળે છે. અગાઉ અન્નમલાઈએ કહ્યું પણ હતું કે તેમની પાસે અમુક બકરીઓ સિવાય સંપત્તિમાં કશું જ નથી. DMK આ શબ્દનો ઉપયોગ અન્નામલાઈની ‘સિંઘમ’ની છાપ ભૂંસવા પણ કરતી રહી છે. નોંધવું જોઈએ કે અગાઉ IPS અધિકારી રહી ચૂકેલા અન્નામલાઈને ‘સિંઘમ’ નામથી પણ ઓળખવામાં આવે છે.
ગત 4 જૂનના રોજ અન્નામલાઈનો જન્મદિવસ પણ હતો. જોકે, કોયમ્બતૂર બેઠક પરથી તેમણે હારનો સામનો કરવો પડ્યો. તેમની સામે DMKના ગણપતિ રાજકુમાર જે વિજયી બન્યા હતા.
નોંધવું જોઈએ કે આ પ્રકારનાં હિંસક કૃત્યો કદાચ ગુનામાં ન આવતાં હોય પણ એક પાર્ટીના કાર્યકરો દ્વારા ચોક્કસ નેતાને નિશાન બનાવીને આવું કરવામાં આવે ત્યારે તેને ગંભીરતાથી લેવું જરૂરી થઈ પડે છે. કારણ કે જાણ્યે-અજાણ્યે તેઓ એક મોટા વર્ગમાં આ રીતે હિંસાત્મક રસ્તો પસંદ કરવાનો વિચાર નાખી દે છે. આ પ્રકારે પાર્ટીઓ સંકેતો આપીને સંદેશ આપે છે કે એક દિવસ જરૂર પડ્યે ટોળું આવાં કૃત્યોનો પણ સહારો લઇ શકે છે.
I am staying here, and my place is in Tamil Nadu; I will not go anywhere.
— Amar Prasad Reddy (@amarprasadreddy) June 6, 2024
Touch me if DMK has the guts, not the poor voiceless animals. pic.twitter.com/qhveOjH5aD
આ ઘટના પર પછીથી કે અન્નામલાઇએ પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, “જો DMK કાર્યકરોને મારી સામે ગુસ્સો હોય તો હું અહીં કોયમ્બતૂરમાં જ છું. નિર્દોષ બકરાને છોડી દેવો જોઈએ. DMKમાં તાકાત હોય તો મારી સાથે વાત કરે, મૂક અને નિર્દોષ પ્રાણીઓને હેરાન ન કરે.”