ભોજપુરી એક્ટર અને બિહારની કારાકાટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર પવન સિંઘને ભાજપે પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા છે. ભાજપ તરફથી પત્ર જારી કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ભાજપની આ કાર્યવાહીનું કારણ તે છે કે, પવન સિંઘ NDAના ઉમેદવાર સામે જ ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે પાર્ટી હાઈકમાન્ડના આદેશની પણ અવગણના કરી હતી. જેના કારણે બિહાર ભાજપ દ્વારા પાર્ટીના અનુશાસન ભંગને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે.
ભોજપુરી અભિનેતા પવન સિંઘને ભાજપે પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા છે. પાર્ટીએ તેમની સામે શિસ્તભંગના પગલાં લીધા છે. બિહાર ભાજપ તરફથી જારી કરવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, “તમે (પવન સિંઘ) લોકસભા ચૂંટણીમાં NDAના અધિકૃત ઉમેદવારની સામે ચૂંટણી લડી રહ્યા છો. તમારું આ કામ પક્ષ વિરોધી છે. જેનાથી પાર્ટીની છબી ધૂમિલ થઈ છે. પાર્ટી શિસ્તની વિરુદ્ધ જઈને તમે આ કાર્ય કર્યું છે. તમને પક્ષ વિરોધી આ કાર્ય માટે માનનીય પ્રદેશ અધ્યક્ષના આદેશાનુસાર પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવે છે.”
Bihar BJP expels Bhojpuri singer Pawan Singh for contesting Lok Sabha elections against NDA's official candidate, as an independent candidate.
— ANI (@ANI) May 22, 2024
Pawan Singh had earlier announced his decision to contest from Karakat Lok Sabha constituency as an Independent candidate. pic.twitter.com/kLYbCWXMXm
નોંધવા જેવુ છે કે, કારાકાટા લોકસભા બેઠક પર NDA ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા છે. તેથી મતદાતાઓ વચ્ચે અસમંજસની સ્થતિ ઊભી થઈ હતી. લોકોમાં સતત તે મેસેજ જઈ રહ્યા હતા કે, પવન સિંઘ ભાજપના સપોર્ટથી જ ચૂંટણી લડી રહ્યા છે. તેથી પાર્ટી દ્વારા કાર્યવાહી હાથ ધરરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કારાકાટમાં 1 જૂનના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે.
પવન સિંઘને નિષ્કાસિત કર્યા બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, ભાજપનો કોઈપણ સભ્ય પાર્ટીની વિરુદ્ધ જઈને ચૂંટણી લડશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “પવન સિંઘ પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા, તેથી પાર્ટીએ આ નિર્ણય લીધો છે. પવન સિંઘે ભલે અપક્ષ ઉમેદવાર તરીકે કારાકાટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ તેમણે હમણાં સુધી ભાજપની પ્રાથમિક સદસ્યતા પણ છોડી નહોતી.”