વડાપ્રધાન મોદીએ 7 મે, 2024ના રોજ અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું. જે બાદ PM મોદી ચૂંટણી પ્રચારમાં અલગ-અલગ રાજ્યોની મુલાકાતે ગયા છે. તે જ અનુક્રમે તેમણે મધ્ય પ્રદેશના ધારમાં પણ એક જાહેર સભાને સંબોધિત કરી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરને અપમાનિત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો એટલા માટે જોઈએ છે કે, જેથી કોંગ્રેસ રામ મંદિર પર બાબરી તાળું ન લગાવી દે અને કાશ્મીરમાં આર્ટિકલ 370 પરત ન લઇ આવે.
મધ્ય પ્રદેશમાં ધારમાં PM મોદી જાહેર સભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સભાને સંબોધતાં કહ્યું કે, દેશના લોકોએ એ જાણવું ખૂબ મહત્વનું છે કે, ભાજપના નેતૃત્વવાળા NDA પાસે પહેલાંથી જ સંસદમાં 400થી વધુ બેઠકો છે. તેમણે કહ્યું કે, “મોદીને 400 બેઠકો જોઈએ છે, જેથી કોંગ્રેસ અને INDI ગઠબંધનનાં તમામ ષડયંત્રોને રોકી શકાય, જેથી કોંગ્રેસ કાશ્મીરમાં ફરીથી કલમ 370 લાગુ ન કરી શકે. મોદીને 400 સીટો જોઈએ, જેથી કોંગ્રેસ અયોધ્યાના રામ મંદિર પર બાબરી તાળું ન લગાવી દે, જેથી કોંગ્રેસ દેશની ખાલી જમીન, ખાલી દ્વીપ બીજા દેશોને ન સોંપી દે, જેથી SC/ST/OBCને મળેલા અનામતમાંથી કોંગ્રેસ વોટ બેન્ક માટે ચોરી ન કરે. જેથી કોંગ્રેસ પોતાના વોટબેન્કની તમામ જાતિઓને રાતોરાત OBC જાહેર ન કરી દે.”
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "अब मोदी 400 सीटें इसलिए मांग रहा है… ताकि मैं कांग्रेस और इंडी गठबंधन की हर साजिश को रोक सकूं, ताकि कांग्रेस कश्मीर में धारा 370 फिर से लागू न कर दें, ताकि अयोध्या के राम मंदिर पर बाबरी, ताला न लगा दे, ताकि कांग्रेस देश की खाली जमीन,… pic.twitter.com/tNOrGegI44
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
તેમણે કહ્યું કે, “NDA પાસે પહેલાંથી જ 400 બેઠકો છે. અમે તે સંખ્યાનો ઉપયોગ કલમ 370 નાબૂદ કરવા માટે કર્યો હતો. SC/ST અનામતને 10 વર્ષ આગળ વધારવા માટે કર્યો હતો. એક આદિવાસી દીકરીને પહેલીવાર દેશના રાષ્ટ્રપતિ બનાવવા માટે કર્યો હતો અને મહિલાઓને અનામત આપવા માટે કર્યો હતો.” સાથે તેમણે કહ્યું કે, “કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકર અને બંધારણની પીઠ પર ઘા કર્યો છે. તે તુષ્ટિકરણના રાજકારણમાં એટલી હદે ફસાઈ ગઈ છે કે, હવે તેને બીજું કઈ નજરે જ નથી પડી રહ્યું.”
प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, " जब तक मोदी जिन्दा है, नकली सेक्युलरिज्म के नाम पर भारत की पहचान मिटाने की कोई भी कोशिश मोदी सफल नहीं होने देगा और ये हजारों वर्ष पुराने भारत को, उसकी इस संतान की गारंटी है।" pic.twitter.com/xzqJAMvjqv
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસનું ચાલે તો કોંગ્રેસ એવું પણ કહી દેશે કે, ભારતમાં જીવવાનો પહેલો અધિકાર તેમની વોટબેન્કનો છે. પરંતુ જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી નકલી સેક્યુલરિઝમના નામ પર ભારતની ઓળખ ભૂંસવાના કોઈપણ પ્રયાસને સફળ નહીં થવા દે અને આ હજારો વર્ષ પ્રાચીન ભારતને તેના સંતાનની ગેરંટી છે. હવે આખા દેશે નક્કી કરી લીધું છે કે, ફરી એકવાર મોદી સરકાર.” આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા.