Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં હિંદુ સગીરાની છેડતી કરનાર અલ્તાફહુસૈન પઠાણને કોર્ટે 2 વર્ષની સખત કેદની...

    વડોદરામાં હિંદુ સગીરાની છેડતી કરનાર અલ્તાફહુસૈન પઠાણને કોર્ટે 2 વર્ષની સખત કેદની સજા ફટકારી: પીડિતાને બળજબરીથી મોબાઈલ-ચિઠ્ઠી આપવાનો કર્યો હતો પ્રયાસ

    કોર્ટે અલ્તાફહુસૈન પઠાણને 15 એપ્રિલે ગુનેગાર જાહેર કર્યો હતો અને તેને પોક્સો એક્ટની કલમ 12 હેઠળ બે વર્ષની સખત કેદની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે કોર્ટે આદેશ આપ્યો કે, જો આરોપી દંડની રકમ ના ભરી શકે તો તેને ત્રણ માસની સાદી કેદની સજા આપવામાં આવશે.

    - Advertisement -

    વડોદરામાં વર્ષ 2020માં અલ્તાફહુસૈન પઠાણે એક હિંદુ સગીરાની છેડતી કરી હતી, જે મામલે વાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. અદાલતી કાર્યવાહી બાદ હવે કોર્ટે અલ્તાફહુસૈન પઠાણને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી દીધી છે. આ સાથે જ 5000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત કોર્ટે કહ્યું છે કે, જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો, કેદની સજામાં ત્રણ મહિનાનો વધારો થશે. આરોપીએ 2020માં એક હિંદુ સગીરાની છેડતી કરી તેને મોબાઈલ અને ચિઠ્ઠી આપવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો.

    સોમવારે (15 એપ્રિલ, 2024) વડોદરાની સ્પેશ્યલ પોક્સો કોર્ટે ગુનેગાર અલ્તાફહુસૈન પઠાણને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઑપઇન્ડિયા પાસે કોર્ટ ઓર્ડરની નકલ ઉપલબ્ધ છે. કોર્ટ ઓર્ડર અનુસાર, આ મામલો 2020માં વડોદરામાં બનવા પામ્યો હતો. અલ્તાફહુસૈન પઠાણે એક હિંદુ સગીરાની છેડતી કરી હતી. બનાવની વધુ વિગતો મુજબ, 5 મે, 2020ના રોજ પીડિતાના પરિવારે વાડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી, ફરિયાદમાં કહેવાયું હતું કે, સગીરા ધોરણ 11માં અભ્યાસ કરી રહી હતી, પરંતુ પરિણામ સારું ન આવતા પરિવારે 12માં ધોરણની સીધી પરીક્ષા આપવા માટેનો નિર્ણય કર્યો હતો, જે બાદ સગીરા અભ્યાસ છોડીને ઘરકામમાં લાગી ગઈ હતી.

    તે સમયગાળા દરમિયાન પીડિતાના ઘરની આજુબાજુ રહેતા લોકો પીડિતા અને અલ્તાફને લઈને વાતો કરી રહ્યા હતા. આ વાતોને લઈને સગીરાની માતાએ પીડતા સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેણે જણાવ્યું હતું કે, અલ્તાફે તેને ચિઠ્ઠી અને મોબાઈલ આપવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરાએ ઇનકાર કરી દીધો હતો. પીડિતાએ વધુમાં કહ્યું કે, અલ્તાફે તેનો હાથ પકડીને બાઇકમાં બેસવા પણ કહ્યું હતું, પરંતુ સગીરા ના પાડીને ત્યાંથી નીકળી ગઈ હતી. આટલું જ નહીં પરંતુ અલ્તાફ આ હરકત છેલ્લા ત્રણ મહિનાથી કરતો હોવાનું પણ સગીરાએ જણાવ્યું હતું. તે વારંવાર સગીરાને ફ્રેન્ડશિપ કરવા માટે કહેતો હતો.

    - Advertisement -

    ત્યારબાદ સગીરાના પરિવારે આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPCની કલમ 354(D)(1)(1) તથા પોક્સો (POCSO) એક્ટ 2012ની કલમ- 11(4), 12 મુજબ ગુનો નોંધ્યો હતો. તે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આરોપીને જામીન પર છોડી મૂક્યો હતો.

    પીડિતાનું નિવેદન

    ભોગ બનનાર પીડિતાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, “અમારા ઘરની બાજુના બ્લોકમાં અલ્તાફ નામનો છોકરો રહે છે. તેણે અવારનવાર મારી સાથે મિત્રતા કરવા માટેના પ્રયાસો કર્યા હતા. તે નાના છોકરાઓ સાથે ચિઠ્ઠીઓ મોકલાવી અને ફોન કરી મારી સાથે ફ્રેન્ડશિપ કરવા તેમજ વાતચીત કરવાના પ્રયાસો કરતો હતો. હું ઘરની બહાર નીકળ્યું તો મારો પીછો પણ કરતો હતો. એક દિવસ તેણે તેની બાઇક પાછળ બેસવાનું પણ કહ્યું હતું. મારા પપ્પાને આ વાતની ખબર પડતાં વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી.”

    જે બાદ કોર્ટમાં બંને પક્ષની દલીલો પણ ચાલી હતી. આખરે કોર્ટે અલ્તાફહુસૈન પઠાણને 15 એપ્રિલે ગુનેગાર જાહેર કર્યો હતો અને તેને પોક્સો એક્ટની કલમ 12 હેઠળ બે વર્ષની સખત કેદની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે કોર્ટે આદેશ આપ્યો કે, જો આરોપી દંડની રકમ ના ભરી શકે તો તેને ત્રણ માસની સાદી કેદની સજા આપવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં