Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણપાલતુ પોપટની ભવિષ્યવાણીથી ફસાઈ ગયો જ્યોતિષ માલિક: PMK ઉમેદવારની જીત ભાખી તો...

    પાલતુ પોપટની ભવિષ્યવાણીથી ફસાઈ ગયો જ્યોતિષ માલિક: PMK ઉમેદવારની જીત ભાખી તો તમિલનાડુ પોલીસે કરી ધરપકડ, પાર્ટીએ કહ્યું- DMKને હારનો ડર

    પોપટે તમિલનાડુની કુડ્ડાલોર લોકસભા બેઠકના PMK ઉમેદવાર થંકર બચ્ચનની જીતની ભવિષ્યવાણી કરી હતી. જે બાદ પોપટના માલિકની પક્ષીને કેદમાં રાખવાના આરોપસર ધરપડક કરવામાં આવી છે.

    - Advertisement -

    દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક ઉમેદવાર જીત નોંધાવવા માટે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ ચૂંટણી સાથે જોડાયેલા કેટલાક વિચિત્ર સમાચારો પણ સામે આવી રહ્યા છે. હવે તમિલનાડુમાંથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે. તમિલનાડુમાં એક જ્યોતિષ પોપટે એક ઉમેદવારને ભવિષ્યવાણી સંભળાવી હતી અને કહ્યું હતું કે, તેની જીત થવાની છે. આ પછી તમિલનાડુ પોલીસે પોપટના માલિકની જ ધરપકડ કરી લીધી છે.

    તમિલનાડુમાં સ્થિત કુડ્ડાલોર જિલ્લામાંથી આ સમાચાર સામે આવ્યા છે. અહીંથી એક પોપટના માલિકની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે, કારણ કે, તેનો પોપટ ચૂંટણીમાં જીતની ભવિષ્યવાણી કરી રહ્યો હતો. તમિલનાડુમાં એક પોપટ જ્યોતિષીની જેમ કાર્ડ દ્વારા લોકોનું ભવિષ્ય જણાવી રહ્યો હતો. તેવામાં એક નેતાએ લોકસભા ચૂંટણીને લઈને પોપટને પોતાના ભવિષ્ય વિશે પૂછ્યું હતું. જે બાદ પોપટે તમિલનાડુની કુડ્ડાલોર લોકસભા બેઠકના PMK ઉમેદવાર થંકર બચ્ચનની જીતની ભવિષ્યવાણી કરી હતી. જે બાદ પોપટના માલિકની પક્ષીને કેદમાં રાખવાના આરોપસર ધરપડક કરવામાં આવી છે.

    શું છે સમગ્ર ઘટના?

    મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના એમ છે કે, ફિલ્મ નિર્દેશક થંકર બચ્ચન કુડ્ડાલોર મતવિસ્તારમાંથી PMK એટલે ‘પટ્ટાલી મક્કલ કાચી પાર્ટી’ના ઉમેદવાર છે. તેઓ રવિવારે (7 એપ્રિલ) પોતાના મતવિસ્તારમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ એક પ્રખ્યાત મંદિરની પાસેથી પસાર થઈ રહ્યા હતા. મંદિરની બહાર એક જ્યોતિષી પોપટને પાંજરામાં લઈને બેઠા હતા. આ પોપટ તેની પાસે મૂકેલા કાર્ડ્સ પસંદ કરીને લોકોનું ભવિષ્ય કહી રહ્યો હતો. તેવામાં થંકર બચ્ચન પણ પોતાનું ભવિષ્ય જાણવા માટે ત્યાં ગયા હતા. આ દરમિયાન તેમના સમર્થકો પણ ત્યાં હાજર હતા.

    - Advertisement -

    આ દરમિયાન પોપટને પાંજરામાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેની સામે ઘણા બધા કાર્ડ્સ મૂકવામાં આવ્યા હતા. તેમાંથી કોઈપણ એક કાર્ડ પસંદ કરવાનું હતું. પોપટે તેની ચાંચ વડે એક કાર્ડ ઉપાડ્યું અને તેને બાજુમાં મૂકી દીધું. તે કાર્ડ પર તે મંદિરના મુખ્ય દેવતાનું ચિત્ર હતું. કાર્ડ જોઈને પોપટના માલિકે જાહેરાત કરી કે, ઉમેદવારને ચોક્કસ સમફળતા મળશે. તેનાથી ખુશ થઈને નેતાએ પોપટને ખાવા માટેની સામગ્રી પણ આપી હતી.

    આ સાથે જ આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોપટના માલિક જ્યોતિષી સેલ્વરાજ અને તેના ભાઈને થોડા સમય માટે પોલીસ પકડીને લઈ ગઈ હતી. વન વિભાગે પોપટને કેદમાં રાખવા અંગે ચેતવણી આપી હતી અને તે બાદ બંનેને છોડી દેવામાં આવ્યા હતા.

    લોકો પણ આ ઘટનાથી આશ્ચર્યચકિત થઈ ગયા છે કે, પોપટે ભવિષ્યવાણી કરી તો તેના માલિકને પોલીસ પકડીને લઈ ગઈ. આ ઘટનામાં ખાસ વાત એ છે કે, PMK પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહી છે. તેવામાં તેમની જીતની ભવિષ્યવાણી બાદ આવી ‘આકરી’ કાર્યવાહી કરવામાં આવી છે. PMKના અધ્યક્ષ અંબુમણિ રામદાસે આ ઘટનાને DMKની હારના ડર તરીકે ગણાવી છે. અંબુમણિએ કહ્યું કે, “DMK સરકારે આ પગલું એટલા માટે લીધું છે, કારણ કે, તે પોતાની હારના સમાચાર સહન કરી શકતી નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં