Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડમાં પશુતસ્કરોએ મહિલા એસઆઈ સંધ્યા ટોપનોને વાન નીચે કચડી હત્યા કરી: ભાજપે...

    ઝારખંડમાં પશુતસ્કરોએ મહિલા એસઆઈ સંધ્યા ટોપનોને વાન નીચે કચડી હત્યા કરી: ભાજપે કહ્યું- ગૌતસ્કરોના વધતા મનોબળનું પરિણામ

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ હરિયાણાના નુહમાં ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને પથ્થરથી ભરેલા ડમ્પરે કચડ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો.

    - Advertisement -

    ઝારખંડમાં પશુતસ્કરોએ મહિલા એસઆઈ સંધ્યા ટોપનોને વાન નીચે કચડી હત્યા કરી દેવામાં આવી. હરિયાણાના નુહમાં ડીએસપી સુરેન્દ્ર સિંહને ડમ્પરે કચડી માર્યાના થોડા કલાકો બાદજ ઝારખંડના રાંચીમાં એક મહિલા પોલીસ અધિકારીનું વાહન દ્વારા કચડીને હત્યા કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા પોલીસકર્મીની ઓળખ સંધ્યા ટોપનો તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે પ્રાણીઓની ગેરકાયદેસર દાણચોરીની માહિતી મળતાં તેઓએ એક વાહનને ચેકિંગ માટે રોક્યું હતું. પરંતુ તસ્કરોએ આખી વાન તેમના પર ચઢાવી દીધી હતી.

    મળતી માહિતી મુજબ આ ઘટના બુધવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. હાલ ટુડુપાનામાં ગુના વિરોધી ચેકીંગ ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનોએ એક પીકઅપ વાનને આવતી જોઈને તેને રોકવાનો ઈશારો કર્યો. પરંતુ, વહનચાલકે કાર રોકવાને બદલે પોલીસ અધિકારી પર ચડાવી દીધી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

    ઘટનાની જાણ થતાં જ સ્ટેશન ઈન્ચાર્જ સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સંધ્યાને રિમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ ખરાબ રીતે કચડાઈ જવાને કારણે તેનું મોત થયું હતું. સંધ્યા ટોપનો 2018 બેચના નિરીક્ષક હતા અને હાલમાં તુપુદાના ઓપીના ઈન્ચાર્જ તરીકે ફરજ પર હતા.

    - Advertisement -

    આ મામલે માહિતી આપતા એસએસપી રાંચીએ જણાવ્યું હતું કે, તેઓએ એસઆઈ સંધ્યાની હત્યા કરનાર વાહનના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. અહેવાલો સૂચવે છે કે તસ્કરોએ એટલી ઝડપે વાહન ચલાવ્યું હતું કે તે મહિલા પોલીસકર્મીની હત્યા કર્યા પછી રિંગ રોડ પર પલટી ગયું હતું. આ પછી અનેક તસ્કરો વહનમાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વાહન કબજે કર્યું હતું. હવે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

    ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશે આ ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારથી રાજ્યમાં હેમંત સોરેનની સરકાર આવી છે ત્યારથી રાજ્યમાં ગૌતસ્કરીમાં વધારો થયો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારમાં રહેલા લોકો તસ્કરોને સંપૂર્ણ સમર્થન આપે છે, તેમનું રક્ષણ કરે છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે અને તુપુદાનાની ઘટના જંગલરાજ તરફ આગળ વધવાનું ઉદાહરણ છે. તેમણે સરકારને ચેતવણી આપી ગૌતસ્કરી બંધ થવી જોઈએ નહીં તો જનતાના રોષનો સામનો કરવા તૈયાર રહો.

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ હરિયાણાના નુહમાં ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને પથ્થરથી ભરેલા ડમ્પરે કચડ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે આ કેસમાં ઈકરાર નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક સૂચના મળતાં, ડીએસપી ઓચિંતી તપાસ માટે તે વિસ્તારમાં ગયા હતા જ્યાં તેમના પર ડમ્પર ચઢાવી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં