Friday, November 22, 2024
More
    હોમપેજદેશહવે ઉત્તરાખંડમાં પણ UP મોડેલ, તોફાનોમાં સરકારી સંપત્તિને નુકસાન થાય તો ઉપદ્રવીઓ...

    હવે ઉત્તરાખંડમાં પણ UP મોડેલ, તોફાનોમાં સરકારી સંપત્તિને નુકસાન થાય તો ઉપદ્રવીઓ પાસેથી વસૂલાશે વળતર: ધામી સરકાર લાવી રહી છે કાયદો

    આ અંગે સીએમ પુષ્કર સિંઘ ધામીનું કહેવું છે કે, કોઈ પણ સંજોગોમાં ઉત્તરાખંડમાં અરાજકતાવાદી તત્વોને વધવા દેવામાં આવશે નહીં. જે લોકો સરકારી સંપત્તિ તેમજ સામાન્ય લોકોની ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડે છે તે જ લોકો પાસેથી સંપત્તિના નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ઇસ્લામવાદી ટોળા દ્વારા આચરવામાં આવેલી હિંસા મામલે રાજયની ધામી સરકાર એક પછી એક કડક નિર્ણયો લઈ રહી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે સરકાર ઉત્તરાખંડમાં તોફાની તત્વોને અંકુશમાં લાવવા એક કાયદો લાવવાની તૈયારીમાં છે. CM ધામીની સરકાર 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં વિરોધ અને પ્રદર્શનના નામે સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારા ઉપદ્રવીઓ માટે ‘ઉત્તરાખંડ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી ડેમેજ રિકવરી બિલ’ લાવવાની તૈયારી કરી રહી છે.

    આ બિલ અંતર્ગત વિરોધ પ્રદર્શન કે હડતાળ દરમિયાન થતા નુકસાનની ભરપાઈ તોફાન મચાવનાર આરોપીઓ પાસેથી વસૂલવામાં આવશે. સરકારી કે પ્રાઈવેટ સંપત્તિનને થતા નુકસાનની ભરપાઈ માટે નિવૃત જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. જે આવા તમામ કેસોની તપાસ કરશે અને આરોપીઓ પાસેથી મિલકત રિકવર કરવા કાર્યવાહી કરશે.

    આ અંગે સીએમ પુષ્કર સિંઘ ધામીનું કહેવું છે કે, કોઈ પણ સંજોગોમાં ઉત્તરાખંડમાં અરાજકતાવાદી તત્વોને વધવા દેવામાં આવશે નહીં. જે લોકો સરકારી સંપત્તિ તેમજ સામાન્ય લોકોની ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડે છે તે જ લોકો પાસેથી સંપત્તિના નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે. આ બિલ રજૂ થયા બાદ અરાજક તત્વો પર અંકુશ આવશે.

    - Advertisement -

    આ પહેલાં વર્ષ 2020માં ઉત્તરપ્રદેશની યોગી સરકારે ‘ઉત્તર પ્રદેશ રિકવરી ઓફ ડેમેજ ટૂ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટી બિલ’ અમલમાં મૂક્યું હતું. આ બિલ અંતર્ગત સંપત્તિને કેટલું નુકસાન થયું છે તે નક્કી કરવા માટે રાજય સરકારને ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની સત્તા આપવામાં આવે છે. બિલ અનુસાર ટ્રિબ્યુનલની આગેવાની નિવૃત જિલ્લા ન્યાયાધીશ અને કમિશનર રેન્કના અધિકારી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત વળતરમાં ટ્રિબ્યુનલ વ્યક્તિની વ્યક્તિગત વિગતોના પ્રકાશન સાથે તેની સંપત્તિ પણ જોડવાની માંગ કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે હલ્દ્વાનીમાં કરવામાં આવેલી હિંસામાં ટોળાએ પોલીસ સ્ટેશનને પણ આગને હવાલે કરી દીધું હતું. આ ઉપરાંત સ્થાનિક સંપત્તિને નુકસાન પહોંચાડતાં 50થી વધુ સરકારી-ખાનગી વાહનોને પણ સળગાવી દીધાં હતાં. પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પર થયેલા પથ્થરમારામાં 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિંસા વધતાં પ્રશાસનને વિસ્તારમાં કર્ફ્યું લાદવો પડ્યો હતો. જે પછી CM ધામીએ તોફાનીઓને જોતાં જ ઠાર કરવાનો આદેશ આપ્યો હતો. હિંસામાં કુલ 6 વ્યક્તિઓ માર્યા ગયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં